થાણેમાં ૪૦ માળની બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી જતાં ૬ લોકોના મોત અને એકની હાલત ગંભીર

Share this story
  • થાણે શહેરના બાલકુમ વિસ્તારમાં ૪૦ માળની બિલ્ડીંગ રુનવાલ એરીનમાંથી એક લિફ્ટ તૂટી પડી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એકનું રસ્તામાં જ મોત થયું હતું.

મહારાષ્ટ્રના થાણે શહેરમાં રવિવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાય છે. અહીં એક બહુમાળી ઈમારતમાં લિફ્ટ પડવાથી પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ એકનું રસ્તામાં મોત થઈ ગયું છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી રહી છે. થાણે કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ યાસીન તડવીએ કહ્યુ કે જે ઈમારતમાં આ દુર્ઘટના થઈ તે ઘોડબંદર રોડ પર સ્થિત છે.

જાણકારી પ્રમાણે ઘોડબંદર રોડ પર બાલ્કુમ વિસ્તારમાં નારાયણી સ્કૂલની પાસે હાલમાં ૪૦ માળની ઈમારત રૂનવાલ આઈરીન બનીને તૈયાર થઈ છે. રવિવારે તેની છત પર વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે જ્યારે મજૂર કામ પૂરુ કર્યા બાદ નીચે ઉતરી રહ્યાં હતા. ત્યારે લિફ્ટનું દોરડું તૂટી ગયું હતું.

ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ બાલકુમ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમકાર વૈતી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ આ ઘટનાની માહિતી મળતા જ પૂર્વ સ્થાનિક કાઉન્સિલર સંજય ભોઈર ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-