એક સપ્તાહમાં ૪ IPO થી કમાણીની તક, જાણો પ્રાઈઝ બેન્ડ સહિત તમામ વિગત

Share this story
  • આ સપ્તાહે ચાર કંપનીઓના આઈપીઓ આવવાના છે. આ કંપનીઓના નામ RR Kabel, SAMHI Hotels, Zaggle Prepaid Ocean Service, Chavda Infra છે.

આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે ૪ કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવી રહી છે. સારા આઈપીઓમાં રોકાણ કરવાથી મોટી કમાણી થાય છે. તેથી ઈન્વેસ્ટર તેની રાહ જોતા હોય છે. આ સપ્તાહે જે ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે તેના નામ આ પ્રકારે છે – આર આર કેબલ (RR Kabel), સમહી હોટલ્સ (SAMHI Hotels), ઝેગલ પ્રીપેડ ઓશિયન (Zaggle Prepaid Ocean Service), ચાવડા ઇઈન્ફ્રા (Chavda Infra).

આવો જાણીએ આ આઈપીઓમાં ક્યાં સુધી બોલી લગાવી શકાય છે. આઈપીઓમાં રોકાણ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. સાથે તે પણ જાણીશું કે આ આઈપીઓની સાઈઝ કેટલી છે.

RR Kabel :

આ કંપની ઈલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવે છે. તેનો આઈપીઓ ૧૩ સપ્ટેમ્બરે ખુલશે. ૧૫ સપ્ટેમ્બર સુધી તેમાં  બોલી લગાવી શકાય છે. કંપનીએ પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઇઝ ૯૮૩-૧૦૩૫ રૂપિયા રાખી છે. ૧ લોટમાં ૧૪ શેર છે. જો ઉપરી પ્રાઈઝ પર બોલી લગાવશો તો ઓછામાં ઓછા ૧૪૪૯૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓ ૧૯૬૩ કરોડ રૂપિયાનો છે.

SAMHI Hotels :

આ આઈપીઓ ૧૪ સપ્ટેમ્બરે ખુલશે. તે માટે ૧૮ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. કંપનીની યોજના તેનાથી ૧૪૦૦ કરોડ ભેગા કરવાની છે. તેમાં ફ્રેશ ઈશ્યૂ અને ઓએફએસ બંને પ્રકારના શેર સામેલ છે. આ આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ વિશે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

Zaggle Prepaid Ocean Service :

આ એક ફિનટેક કંપની છે. તેનો આઈપીઓ ૧૪ સપ્ટેમ્બરે ખુલશે. કંપની આ આઈપીઓ દ્વારા ૫૬૩ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. તેમાં ૩૯૨ કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ અને ૧૭૧ કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ સામેલ છે.

Chavda Infra :

ગુજરાત સ્થિત ચાવડા ઈન્ફ્રાનો આઈપીઓ ૧૨ સપ્ટેમ્બરે ખુલશે. કંપની આઈપીઓ દ્વારા ૪૩.૨૬ કરોડ ભેગા કરશે. આ આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૬૦-૬૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ શેર સામેલ છે. તે માટે ૧૪ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે.