ત્રીજે દિવસે પણ શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ, જાણો ક્યાં પહોંચ્યો કમાણીનો આંકડો

Share this story
  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાન વીકેન્ડ પર શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.

જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી છે. આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ ત્રીજા દિવસે ફિલ્મ પેવેલિયનમાં પરત આવી ગઈ છે.

જો અહેવાલોનું માનીએ તો જવાન શનિવારે એક શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યી છે. શનિવારની રજા હોવાનો લાભ લઈને લોકો સવારે શાહરૂખની ફિલ્મ જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે ત્રીજા દિવસે એક ફિલ્મે કેટલો બિઝનેસ કર્યો..

જવાને ભારતમાં બે દિવસમાં ૧૨૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ત્રીજા દિવસના કલેક્શન બાદ ફિલ્મ ૨૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર શુક્રવારની સરખામણીમાં શનિવારે સવારના શોમાં ૭૦ ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જો આખા દિવસની વાત કરીએ તો આ ગ્રોથ ૫૦ ટકા વધશે.

ત્રીજા દિવસનું ક્લેકશન :

SACNILCના રિપોર્ટ અનુસાર, જવાને બીજા દિવસે હિન્દીમાં ૪૭ કરોડ રૂપિયા, તમિલમાં ૩.૫ કરોડ રૂપિયા અને તેલુગુમાં ૨.૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે કુલ ૫૩ કરોડ રૂપિયા થાય છે. રિપોર્ટ અનુસાર જવાન ત્રીજા દિવસે ૭૦-૭૫ કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કરી શકે છે. જે બાદ કુલ કલેક્શન ૧૯૭.૫૦ કરોડ થઈ જશે.

જવાન આખી દુનિયામાં સારો બિઝનેસ કરી રહ્યો છે. વિશ્વભરમાં આ ફિલ્મ ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પહેલા દિવસે જવાને વિશ્વભરમાં ૧૨૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે ૧૦૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે બાદ કુલ કલેક્શન ૨૩૧ કરોડ થઈ ગયું છે. સપ્તાહના અંત સુધીમાં આ કલેક્શન ૩૦૦ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જશે.

આ પણ વાંચો :-