ઈન્સ્ટા. પર ફેમસ થવા મહિલા ટીચરે બનાવ્યાં પોતાનો વીડિયો, વાયરલ થતાં મચ્યો હડકંપ

Share this story
  • યુપીના ઈટાવાની એક મહિલા ટીચરે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર વધારવા માટે પોતાના અશ્લિલ વીડિયોની રિલ્સ બનાવીને મૂકતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

પોતાનામાં રહેલી ક્રિએટીવીટી દ્વારા કે પોતાની પાસે રહેલી કોઈ ખાસ કળા દેખાડીને ફોલોઅર્સ વધારવા સારી વાત છે. કોઈ પણ કરી શકે પરંતુ માત્રને માત્ર ફેમસ થવા પોતાના અશ્લિલ વીડિયોની રિલ્સ બનાવીને મૂકવી કેટલે અંશે યોગ્ય છે? ઈન્સ્ટાગ્રામ પર મોટાભાગનો વર્ગ ટીએનેજ છે બીજા પણ છે પરંતુ ટીએનેજ વયમાં અશ્લિલ વીડિયો કે રિલ્સ જોવાથી તેમના કૂમળા માનસ પર શું અસર કરશે તેનો તો વિચાર કરવો જ જોઈએ.

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ફીવર લોકોમાં જબરદસ્ત છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યૂઝર્સ અનેક પ્રકારના વીડિયો પોસ્ટ કરીને છવાઈ જવા માગે છે. દરેક યુઝર પોતાના ફોલોઅર્સ વધારવા માટે જાતજાતના હથકંડા અપનાવતા હોય છે અને પોતાની રિલ્સને વધુને વધુ લાઈક મળે તેવો પ્રયાસ કરતાં હોય છે.

આટલે સુધી તો ઠીક છે પરંતુ ફોલોઅર્સ વધારવા માટે અશ્લિલ ઉપાય અજમાવતો ખતરનાક અને ગંભીર ઘટના છે. ફોલોઅર્સ વધારવા માટે અશ્લિલ વીડિયો પોસ્ટની એક આઘાતજનક ઘટના બની છે અને આ કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલમાં ભણાવતી એક મહિલા ટીચર છે.

યુપીના ઈટાવામાં એક મહિલા ટીચરે ફેમસ થવા અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે પોતાના જ અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યાં હતા. મહિલા ટીચરને આશા હતી કે તેના અશ્લિલ વીડિયો જોઈને લોકોને તેને ખૂબ લાઈક કરશે અને આ રીતે તેના ફોલોઅર્સની સંખ્યા વધી જશે પરંતુ તેનો દાવ ઉલટો પડયો અને તેના આ વીડિયો પર મોટો હોબાળો મચ્યો હતો.

આ મામલો ઈટાવાની ઈકડીલ નગર પંચાયતના એક ગામમાં સ્થિત એક પ્રાથમિક શાળાનો છે. મહિલા ટીચરને રીલ્સ બનાવવાનો ખૂબ શોખ છે. તે ઇચ્છતી હતી કે વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે. આ માટે તેણે પોતાના અશ્લીલ વીડિયો બનાવીને ત્યાં પોસ્ટ કર્યા હતા. મહિલાને લાગ્યું કે આનાથી તેના ફોલોઅર્સ વધશે. પણ તેનાથી ઊલટું જ થયું. તેની શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી. ત્યારે તેઓએ હોબાળો મચાવ્યો હતો.

મહિલા ટીચરે પોતાના અશ્લીલ વીડિયો જાતે બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેની રીલ્સ વાયરલ થઈ હતી. મહિલા શિક્ષિકા જે શાળામાં ભણાવે છે ત્યાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ જ્યારે તેનો વિરોધ કર્યો હતો. તેઓએ મહિલા શિક્ષિકાને શાળામાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી હતી. ગામ લોકોનું કહેવું છે કે આ શાળામાં અમારા બાળકો ભણે છે. મહિલા શિક્ષકની આ કાર્યવાહીની તેમના પર શું અસર થશે? તેથી, શિક્ષકને શાળામાંથી કાઢી મૂકવામાં આવે તો તે વધુ સારું રહેશે.

શિક્ષણ અધિકારીએ આપ્યો કાર્યવાહીનો આદેશ : 

જિલ્લા બુનિયાદી શિક્ષણ અધિકારી રાજેશ કુમારને આ અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે વીડિયો જોયા બાદ તરત જ તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો :-