બધા નેતા પરત ફર્યા પણ હજુ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને પરત ફરવાનું મુહર્ત આવ્યું નથી ?

Share this story
  • જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ કેનેડાના વડાપ્રધાનનું વિમાન ખરાબી થવાના કારણે જી-૨૦સમિટ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી પણ ભારતમાં રોકાયા છે.

જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ કેનેડાના વડાપ્રધાનનું વિમાન ખરાબી થવાના કારણે G-20 સમિટ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી પણ ભારતમાં રોકાયા છે.

જસ્ટિન ટ્રુડો જી-૨૦ સમિટમાં હાજરી આપીને ઘરે જવા રવાના થવાના હતા. પરંતુ પ્રી-ફ્લાઈટ ચેકિંગ દરમિયાન પ્લેનમાં ટેક્નિકલ ખામી સામે આવી હતી. જેના કારણે કેનેડિયન આર્મ્ડ ફોર્સે એરક્રાફ્ટ એરબસ CFC001ને ઉડતા અટકાવી દીધું હતું. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળને ભારતથી પરત લેવા માટે બેકઅપ એરક્રાફ્ટ CFC002 આવી રહ્યું છે.

જો કે ટ્રુડોના પ્લેનમાં ખરાબી આવી હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા પણ ટ્રુડો અને તેમના ડેલિગેશનને એરક્રાફ્ટની ખામીને કારણે આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અગાઉ ઓક્ટોબર ૨૦૧૬માં પણ ટ્રુડોના પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ટેકઓફના અડધા કલાક બાદ જ ઓટાવા પરત ફરવું પડ્યું હતું. તે સમયે જસ્ટિન ટ્રુડો કેનેડા-યુરોપિયન યુનિયન કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા બેલ્જિયમ જઈ રહ્યા હતા.

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેકઅપ એરબસ CFC002 ભારતના રસ્તામાં છે. ફ્લાઈટ ટ્રેકિંગ સોફ્ટવેર અનુસાર એરબસે રવિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે CFB ટ્રેન્ટનથી રવાના થયું હતું અને સોમવારે વહેલી સવારે ઈંગ્લેન્ડમાં રોકાયું.

હાલમાં એરબસ CFC002 ભારત તરફ આવી રહ્યું છે. વડાપ્રધાન ટ્રુડોના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે સવારે પ્રસ્થાન તરફ કામ કરી રહ્યા છીએ. પરંતુ પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે.

આ પણ વાંચો :-