જી-૨૦ સમિટ પાછળ કેન્દ્ર સરકારે ચાર હજાર કરોડનો ખર્ચ કર્યા હોવાનો થઈ રહ્યો છે દાવો ! આવો જાણીએ દાવામાં કેટલું સત્ય છે તે..

Share this story
  • દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે.

દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તમામ દેશના રાષ્ટ્રાધ્યક્ષ જી-૨૦ સમિટમાં શામેલ થવા માટે દિલ્હી આવ્યા હતા અને ભારતે તમામ દેશ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી છે. ભારત-મિડલ ઈસ્ટ યૂરોપ ઈકોનોમિક કોરિડોર જેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

વિપક્ષ તરફથી આરોપ મુકવામાં આવ્યો છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું નિવેદન આપવામાં આવ્યું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

TMC સાંસદે શું આરોપ મુક્યો?

મમતા બેનર્જીની પાર્ટી TMC સાંસદ સાકેત ગોખલેએ ટવિટ કરીને જણાવ્યું છે કે, ‘મોદી સરકારે ફાળવેલ રકમ કરતા જી-૨૦માં ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે.’

સવાલ- અગાઉના કેન્દ્રીય બજેટમાં જી-૨૦ શિખર સંમેલન માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી હતી?

જવાબ- ૯૯૦ કરોડ રૂપિયા

સવાલ- કેન્દ્ર સરકારે કેટલો ખર્ચ કર્યો?

જવાબ- ૪,૧૦૦ કરોડથી વધુ. જે બજેટની રકમ કરતા ૩૦૦ ટકા વધુ (૩,૧૧૦ કરોડથી વધુ) છે. તે પૈસા ક્યાં ગયાં? બાજપે આ વધારાના ૩,૧૧૦ કરોડ રૂપિયાની ચૂકવણી શા માટે ના કરવી જોઈએ. જે સ્પષ્ટપણે વર્ષ ૨૦૨૪ની ચૂંટણી માટે પીએમ મોદીની જાહેરાત અને પર્સનલ PR માટે બિનજરૂરી ખર્ચ હતો?

કેન્દ્ર સરકારનો જવાબ :

સરકારની ફેક્ટ ચેકિંગ ટીમ PIBએ ફેક્ટ ચેક કર્યું છે અને આ આરોપોને નકારી દીધા છે. PIB અનુસાર માત્ર શિખ સંમેલન માટે નહીં પરંતુ લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિમાં રોકાણ પણ શામેલ હતું.

કોંગ્રેસે સવાલ ઊભા કર્યા

કોંગ્રેસે પણ એક વિડીયોમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની છબી જાળવી રાખવા માટે લોકસભા ચૂંટણી પહેલા પોસ્ટર લગાવવા માટે વધારાનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રીએ શહેરના ગરીબોને કવર કરીને  મહેમાનો માટે ચાંદી અને સોનાની પરતવાળા ટેબલવેર સહિત અન્ય વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :-