- ફિલ્મ ‘જવાન’માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે.
ફિલ્મ ‘જવાન‘માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે. સાન્યા મલ્હોત્રા પણ શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ બમ્પર હિટ ‘જવાન’માં મહત્વની ભૂમિકામાં જોવા મળી છે. સાન્યાએ તેના એક્શનથી ભરપૂર પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. આજે અમે તમને સાન્યા મલ્હોત્રાનું ઘર બતાવીશું.
સાન્યા મલ્હોત્રાએ ગત દિવાળીએ પોતાના સપનાનું ઘર ખરીદ્યું હતું. લગભગ સાડા ૧૪ કરોડ રૂપિયાની કિંમતના આ ઘરની ખાસ વાત એ છે કે તે હૃતિક રોશન જેવી સેલિબ્રિટીઓની પાડોશી છે. મુંબઈના પોશ વિસ્તાર જુહુ વર્સોવા લિંક રોડ પર સ્થિત આ એપાર્ટમેન્ટને સાન્યાએ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જેની તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સાન્યાના ઘરમાં તમને ફ્લોર પર લાકડાનું કામ અને દિવાલો પર સફેદ પેઈન્ટિંગ જોવા મળશે. ઘરમાં અરીસાની દીવાલ પણ છે. જ્યાં એક્ટ્રેસ અવારનવાર ફોટોશૂટ કરાવે છે. સાન્યાના ઘરની બાલ્કની પણ ઘણી મોટી છે. જ્યાં અભિનેત્રીએ ઝૂલાની સાથે વૃક્ષારોપણ પણ કર્યું છે. આ લક્ઝુરિયસ હાઉસ પહેલા સાન્યા વન BHK એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
આ પણ વાંચો :-
- એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ? આવો જાણીએ સમગ્ર ઘટના
- હોસ્પિટલમાં તબીબો ચાલુ ઓપરેશન ફોટો સેશન તસ્વીરો સોશિયલ મીડિયોમાં મુક્તા વિવાદ