Home Blog Page 960

વરસાદમાં ભારતની આ ૫ જગ્યાઓને કહેવામાં આવે છે ‘જન્નત’, એવું લાગશે કે જાણે સપનામાં છો તમે

0
  • શું તમે પણ વરસાદમાં ફરવા જવાનું ખૂબ પસંદ છે ? જો હા તો ચાલો આજે અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે ફર્યા બાદ તમને લાગશે કે જન્નતમાં ફરી રહ્યા છે.

મહાબલેશ્વરનો સીન આખુ વર્ષ શાંત રહે છે. પરંતુ વરસાદની સિઝનમાં મહાબલેશ્વર જવાની મજા જ ખૂબ ખાસ છે. અહીં પાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ તમને દિલ જીતી લેશે. તમે ટેબલલેંડ, એલફિંસ્ટન પોઈન્ટ, વેન્ના ઝીલ, અને લિંગમાલા ઝરણા જેવી જગ્યાઓ પર જઈ શકો છો. જો તમે મુંબઈ અથવા પૂણેમાં રહો છો, તો આ જગ્યાને જોવા માટે સમય નિકાળો.

લોનાવલા :

લોનાવલા કાર પ્રેમીઓ માટે એક શાનદાર મોનસૂન ટ્રિપ થઈ શકે છે. મહારાષ્ટ્રના સહ્યાદ્રિ પર્વતમાં સ્થિત આ જગ્યા આશ્વર્યજનક સીન્સ તો બતાવે છે. પરંતુ અહીં આળા અવળા રસ્તાઓ જોઈને તમે દિવાના થઈ શકશો. વરસાદની સિઝનમાં અહીંની લોન્ગ ડ્રાઈવ દિલ જીતી લેશે. અહીં ટાઈગર પોઈન્ટ અને રાજમાચી પોઈન્ટ જોવાનું ભૂલતા નહી.

Places to visit in Lonavala | Top sights in Lonavla - Dream City Travel

મેઘાલય રેનફોરેસ્ટ :

જો તમે મેઘાલય તરફ આગળ વધશો, તો તમને “વાદળોનું ઘર” દેખાશે. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. જેના પરિણામે લીલાછમ વરસાદી જંગલો અને આકર્ષક ધોધ આવે છે. ગુવાહાટી-શિલોંગ રોડ પર કાર અથવા મોટરસાઈકલ ચલાવો, તે એક સરસ અનુભવ હશે.

કૂર્ગ :

કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન કુર્ગ (Coorg), વરસાદની મોસમમાં લીલુંછમ ‘સ્વર્ગ’ બની જાય છે. અહીં ડ્રાઈવિંગ ખરેખર એક આનંદ છે. ચોમાસા દરમિયાન કુર્ગના કોફીના વાવેતર અને ધોધનું અન્વેષણ કરવું વધુ મનમોહક બની જાય છે.

કોંકણ તટ :

મહારાષ્ટ્રથી ગોવા સુધી વિસ્તરેલા કોંકણ કિનારે એક સુંદર ડ્રાઈવ પર જાઓ. આ રોડ ટ્રીપ પામ-ફ્રિન્ગ બીચ, માછીમારીના ગામો અને ઐતિહાસિક કિલ્લાઓનું ઉત્તમ કોમ્બિનેશન છે. મુંબઈ-ગોવા હાઈવે લો અને અલીબાગ, ગણપતિપુલે અને રત્નાગીરી જેવા લોકપ્રિય બીચ ટાઉન પર રોકો.

19 Best Places To Visit In Konkan In 2023 For A Coastal Experience!

આ પણ વાંચો :-

ઉડતા વિમાનના ટોઈલેટમાં સેક્સ માણ્યું કપલે, ખબર પડી જતાં જુઓ પ્રવાસીઓએ શું કર્યું

  • બ્રિટનની ઈઝીજેટની ફ્લાઈટમાં એક કપલ ઉડતા વિમાનના ટોઈલેટમાં વાંધાજનક હાલતમા ઝડપાયું હતું જેનો એક વીડિયો વાયરલ થયો છે.

ઈઝીજેટની ફ્લાઇટમાં એક કપલ રેસ્ટરૂમમાં સેક્સ માણતું ઝડપાયું હતું. આ કપલનો ટોયલેટમાં સેક્સ માણતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઈટ સ્ટાફે ટોઈલેટનો દરવાજો ખોલ્યો ત્યારે તેમની નજરમાં આ કપલ આવ્યું હતું સાથે બીજા કેટલાક મુસાફરોએ પણ આ કપલને ટોયલેટની અંદર આ વાંધાજનક સ્થિતિમાં જોયું હતું.

સેક્સ માણતા કપલને જોતા સ્ટાફ મેમ્બરે હસીને કર્યો દરવાજો બંધ :

ઈઝીજેટની ફ્લાઇટ બ્રિટનના લ્યુટનથી સ્પેનના ઈબિઝા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. સ્ટાફ મેમ્બરે જેવો ટોયલેટનો દરવાજો ખોલ્યો કે તરત જ કપલ ફ્લાઈટના અન્ય પેસેન્જર્સની સામે આવી ગયું હતું. આ સ્થિતિમાં કપલને જોઈને ફ્લાઈટમાં સવાર મુસાફરોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. દંપતીને વાંધાજનક હાલતમાં જોઇને સ્ટાફ મેમ્બર હસી પડયો અને તરત જ દરવાજો બંધ કરી દીધો.

કેટલાક મુસાફરોએ કપલને પ્રોત્સાહિત કર્યું :

વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટમાં હાજર મુસાફરો ટોયલેટની અંદર કપલને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક મહિલાને “ઓહ માય ગોડ”ના નારા લગાવતા સાંભળી શકાય છે.

વિમાનમા વાંધાજનક હાલતમાં કપલ પકડાયાની એરલાઈનની કબૂલાત  :

ઈઝી જેટે પુષ્ટિ કરી છે કે આ ઘટના તેની એક ફ્લાઇટ દરમિયાન બની હતી.પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જ્યારે ફ્લાઈટ ઈબિઝાના એરપોર્ટ પર ઉતરી ત્યારે પોલીસ તપાસ માટે આવી હતી. આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડની જાણ થઈ નથી.

પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. પોલીસ આ વીડિયોની પણ તપાસ કરી રહી છે. જે ફ્લાઈટમાં સવાર એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં એક મહિલાને અન્ય મુસાફરને પૂછતા પણ સાંભળી શકાય છે કે શું આ ઘટના કેમેરામાં કેદ થઈ છે કે નહીં.

આ પણ વાંચો :-

શું તમને પણ ફોટોગ્રાફીનો શોખ છે ? સારા, સુંદર અને શાનદાર ફોટો પાડવા માટે માત્ર આટલું કરો..

0
  • અહીં અમે સ્માર્ટફોન કેમેરાથી વધુ સારી ફોટોગ્રાફી કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ જણાવી રહ્યા છીએ.

સોશિયલ મીડિયાની વધતી જતી લોકપ્રિયતાને કારણે મોબાઈલ ફોટોગ્રાફી પણ ઝડપથી વધી છે. મોબાઈલ ફોટોગ્રાફી કેમેરા કરતા ઘણી સરળ અને ઝડપી છે. આવી સ્થિતિમાં હવે સ્માર્ટફોનના કેમેરામાં પણ ઘણો સુધારો કરવામાં આવી રહ્યો છે.

પરંતુ કેટલીક ફોટોગ્રાફી ટિપ્સની મદદથી તમે સામાન્ય કેમેરા ફોનથી પણ શાનદાર ફોટા કેપ્ચર કરી શકો છો. અહીં અમે સ્માર્ટફોન કેમેરાથી વધુ સારી ફોટોગ્રાફી કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જણાવી રહ્યા છીએ. જે તમારા ફોટાને નિખારશે.

સમય પસંદ કરો :

સારી ફોટોગ્રાફી માટે યોગ્ય સમય પસંદ કરો. જેમ કે સવારના સોનેરી પ્રકાશમાં કે સાંજના વાતાવરણમાં ફોટા ક્લિક કરો.

સ્ટ્રક્ચર પર ધ્યાન આપો :

સ્ટ્રક્ચર તમારા ફોટાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજુબાજુની વસ્તુઓ તમારા ફોટાને કેવી રીતે વધુ સારી બનાવી શકે છે તે ધ્યાનથી જુઓ.

ટેપ ફોકસનો ઉપયોગ :

યોગ્ય ફોકસ મેળવવા માટે ટેપ ફોકસનો ઉપયોગ કરો. આ સુનિશ્ચિત કરશે કે તમારો ફોટો અને મુખ્ય ઓબ્જેક્ટ અસ્પષ્ટ નથી.

કેમેરા સેટિંગ્સ :

તમારા સ્માર્ટફોન કેમેરાની સેટિંગ્સને સમજો અને સમય સમય પર તેમને કસ્ટમાઈઝ કરો. જેમ કે ફોટોનું કદ, એક્સપોઝર વળતર અને વ્હાઈટ બેલેન્સ. આ ઉપરાંત તમે તેમાં ફિલ્ટર્સનો પણ ઉપયોગ કરી શકો છો.

હાથને સ્થિર રાખો :

જો તમે તમારા હાથથી ચિત્રો ક્લિક કરી રહ્યા છો, તો તમારા હાથને સ્થિર રાખો.

સ્ટેબલાઈઝેશન :

તમે ત્રીજાના નિયમનો ઉપયોગ કરીને તમારા ફોટાને વધુ રસપ્રદ બનાવી શકો છો. તેને ત્રણેય ભાગો – ઉપર, નીચે અને મધ્યમાં સમાનરૂપે વિભાજીત કરો.

રૂલ ઓફ થર્ડ :

રૂલ ઓફ થર્ડની પાછળની વાર્તા પર ધ્યાન આપો અને ફોટો પાછળના દૃશ્યનો સમાવેશ કરો. સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતી વખતે આનો ઉલ્લેખ કરો.

આ પણ વાંચો :-

૧૪ સપ્ટેમ્બર / રાજકાજમાં વિજય, નોકરીમાં પ્રગતિ ઉત્તમ તક, આ રાશિના જાતકો ગુરુવાર રહેશે અતિ ફળદાયી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે.

મેષ  (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને. ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. પારિવારિક શાંતિ જળવાય.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને. પરિવારમાં સારા કામનું આયોજન થાય. સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને. અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી કામ સફળ બને. પરિવારમાં વાતાવરણ આનંદમય રહે. નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજની શરુઆતથી લાભ થાય. પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે. જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પોતાની જાતને ઓળખો-સફળતા મળશે. આવકના નવા દ્વાર ખુલશે. સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય. પારિવારિક શાંતિ જળવાય.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો  માટે આજનો દિવસ  આર્થિક સ્થિતિ મજબૂત બને. ધંધામાં ધનલાભની સંભાવના. મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં જવાબદારી વધે. વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય. દામ્પત્ય જીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને. સાહસ પરાક્રમથી સફળતા મળે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય.

મકર  (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય. જમીન-વાહન લેવા માટે સારો સમય. પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે. માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શત્રુપક્ષે સાવધાની જરૂરી છે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય. મુસાફરીના યોગો જણાય છે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો. પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે. ધન સંબંધી ચિંતાઓ હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું.

આ પણ વાંચો :-

જલ્દી કરજો ! ગુજરાતમાં આ ખેતી માટે સરકાર આપે છે ૩ લાખની સહાય, આ રીતે કરો અરજી

0
  • Dragon Fruit Farming : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપીને તેનું માર્કેટ વધાર્યું છે… હવે ખેડૂતોને તેના મોટા ફાયદા મળી રહ્યાં છે.

ગુજરાતમાં ડ્રેગનફ્રૂટની ખેતી માટે હવે નવાઈ રહી નથી. કમલમ્ ફળ એટલે કે ડ્રેગન ફ્રુટનો વાવેતર વિસ્તાર ગુજરાતમાં વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવાની શરૂઆત થઇ છે. ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ગજરાતમાં કમલમ્ ફળ કરાયું છે.

આ ખેતી કરનાર ખેડૂતોએ આ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા.૧૨ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આઇ ખેડૂત પોર્ટલમાં બાગાયતી ખેતી અંતર્ગત આ સહાય મળવાપાત્ર છે.

ડ્રેગન ફ્રુટની ખેતીમાં પ્રતિ હેક્ટર કુલ ખર્ચ રૂ. ૬ લાખ પ્રમાણે ગણીને ખેડુતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩ લાખ બન્નેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીઠ આજીવન મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ રૂ. ૩,૩૩,૦૦૦ ધ્યાને લેવાનો રહે છે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ રૂ.૧,૫૫,૫૪૦ ધ્યાને લેવાનો રહેશે. ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર (Plantation of dragon fruit increased in Gujarat) વધ્યું છે.

કમલમે કમાલ કરી દીધી હોય તેમ આ વખતે રાજ્યમાં ૧૦૦૦ હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું (Plantation of dragon fruit in Gujarat) વાવેતર થયું છે. કિલોના ભાવની કિંમત ૧૮૦ થી ૨૫૦ પહોંચ્યા છે.

ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન અરજી કરવાની ચાલુ થઈ છે. ટેકનોલોજીના આ યુગ દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે. ક્લાઈમેટ ચેન્‍જ થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે.

જેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકાર આ પાકના વાવેતર પર સહાય આપે છે.

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ૫૦ ટકા સહાય સરકાર ચૂકવે છે :

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે. રાજ્ય સરકાર ડ્રેગન ફ્રૂટમાં હેકટર દીઠ કુલ ખર્ચના ૫૦ ટકા સહાય ચૂકવે છે. એકવાર ડ્રેગન ફ્રુટને વાવ્યા બાદ એક વર્ષ પૂર્ણ થઈ જાય તેમાં ખાતરની જરૂરિયાત રહેતી નથી.

તો ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતીમાં વચ્ચે અન્ય પાક કરીને વધારે અંતર રાખે છે. જેથી ડ્રેગન ફ્રુટમાં ત્રણ ચાર વર્ષ પછી પણ ફાલ વધુ થાય તો ફાયદો રહે છે. તેના પર વધુને વધુ પ્રમાણમાં ફ્રુટ આવે છે.

આ પણ વાંચો :-

Asia Cup ૨૦૨૩ : ભારતની જીત બાદ સ્ટેડિયમમાં થઈ મારામારી, શ્રીલંકાના ફેન્સનો ભારતીય ફેન્સ પર હુમલો

0
  • એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય.

એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે ચારે બાજુથી પોતાના વિરોધીઓને હરાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લા ૩ દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર ૪માં હરાવ્યું છે. શ્રીલંકા સામે ૪૧ રનની જીત સાથે ભારત રેકોર્ડ ૧૧મી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા બાદ ભારતીય ચાહકો ઉત્સાહિત હતા. પરંતુ પછી ગાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. મેચ બાદ ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર બાખડ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે ઝઘડ્યા હતા. પહેલા તો ફેન્સમાં થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે.

આ પછી તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખરાબ રીતે માર્યો. જો કે આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં હસ્તક્ષેપ કરે છે અને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સુપર-૪ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૨૨૮ રને હરાવ્યું હતું. આ પછી શ્રીલંકાને હરાવીને તે ફાઈનલમાં પહોંચી. હવે ટીમ ઈન્ડિયાની વધુ એક લીગ મેચ બાકી છે અને તેણે શુક્રવારે બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો :-

શાહરુખ ખાનની જવાને છઠ્ઠા દિવસે કરી તોતિંગ કમાણી, કલેક્શન આંકડો ધાર્યા બહારના

  • જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો રેકોર્ડ બનાવી રહી છે. ગઈકાલે શાહરૂખ- દિપીકાની Jawan ફિલ્મનું કલેક્શન ૩૨.૯૨ કરોડ હતું. જ્યારે આજે છઠ્ઠાં દિવસનાં આંકડાઓ પણ સામે આવી ગયાં છે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો દબદબો કાયમ છે અને મૂવીને દર્શકોનો ભરપૂર પ્રેમ પણ મળી રહ્યો છે. ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. ૪ દિવસની અંદર જવાને વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું ત્યારે ફિલ્મે ભારતમાં પણ ૩૦૦ કરોડથી વધારે કમાણી કરી લીધી છે.

6ઠ્ઠાં દિવસે કેટલી કમાણી ?

જવાને પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ૫૩.૨૩ કરોડ બોક્સ ઓફિસમાં જમા થયાં હતાં. ફિલ્મે પોતાની રિલીઝનાં ત્રીજા દિવસે ૭૭.૮૩ તો ચોથાં દિવસે ૮૦.૧ કરોડની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. વર્કિંગ ડે હોવાને લીધે સોમવારે ફિલ્મે ૩૨.૯૨ કરોડનો બિઝનેસ કર્યો. આજે છઠ્ઠાં દિવસે જવાન ફિલ્મે ૨૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોલિવુડનાં ઈતિહાસમાં બનાવ્યો રેકોર્ડ :

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો છે. આ બોલિવુડનાં ઈતિહાસમાં એવી પહેલી ફિલ્મ છે જેણે વિકેન્ડ પર એક દિવસમાં ૮૦.૦૧ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ અમેરિકામાં પણ છવાઈ ગઈ છે અને વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી ૫ ફિલ્મોની લિસ્ટમાં પણ શામેલ થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મ જવાન આ લિસ્ટમાં ચોથાં ક્રમ પર છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ :

જવાનના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનથારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર પણ છે. તેમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ રોલ છે.

આ પણ વાંચો :-

શું તમે તો નથી પહેરી રહ્યાંને નકલી સોનું ? તહેવારોની સિઝનમાં નકલી કારોબાર ફૂલ્યોફાલ્યો છે, આ વાંચી લેશો તો ફાયદામાં રહેશો

0
  • ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ નથી કરી શકતાં જેના લીધે તેઓ સોનું ખરીદતાં સમયે ઠગાઈ જતાં હોય છે. આ ઉપાયો કરીને તમે મિનિટોમાં જ સોનાની શુદ્ધતા વિશે જાણી શકશો.

તહેવાર હોય કે કોઈ સારો પ્રસંગ, આપણે સોના-ચાંદીની ખરીદી કરવાનું ચૂકતાં નથી. ત્યારે ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ કેવી રીતે કરવી એ નથી જાણતા હોતા. પરિણામે ઘણીવખત લોકો ઠગાઈ જાય છે અને હજારો-લાખોનું નુક્સાન કરી બેસે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવશું જેની મદદથી તમે પોતે જ મિનિટોમાં સોનાની શુદ્ધતા તપાસી શકશો.

હોલમાર્ક :

સોનું ખરીદતા સમયે તેના પર લાગેલ હોલમાર્ક તપાસવું. હોલમાર્ક એટલે કે તમારું સોનું એકદમ અસલી છે અને ભેળસેળ મુક્ત છે. BIS બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ સોના પર હોલમાર્કનું સર્ટિફિકેશન જારી કરે છે જેના લીધે સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. નકલી સોના પર આ હોલમાર્ક સર્ટિફિકેશન નથી હોતું.

નાઈટ્રિક એસિડની મદદ લેવી :

સોનાની ટેસ્ટિંગ કરવા માટે તમારે નાઈટ્રિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે સોનાને થોડું સ્ક્રેચ કરવું અને પછી તેના પર નાઈટ્રિક એસિડ લગાડવું. અસલી સોના પર નાઈટ્રિક એસિડની કોઈ અસર નહીં થાય પરંતુ નકલી સોના પર એસિડ લગાડતાંની સાથે જ તેનો રંગ ઊતરી જશે.

સફેદ વિનેગરનો ઉપયોગ :

સોનાની શુદ્ધતા તપાસવા માટે તમારે સફેદ વિનેગરનો ઉપયોગ કરવો. સોનાની ધાતુ પર વિનેગરનાં ટીપા નાંખવા.નકલી સોનાનો રંગ બદલાઈ જશે પરંતુ શુદ્ધ સોનું એવુંને એવું જ રહેશે.

વોટર ટેસ્ટ :

પાણીની મદદથી પણ તમે અસલી અને નકલી સોનાની પરખ કરી શકો છો. અસલી સોનું ઘણું ભારે હોય છે. તેવામાં જ્યારે સોનાની ધાતુને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે જો તે અસલી હશે તો તે તરત જ પાણીમાં ડુબી જશે. પરંતુ જો તે પાણીમાં તરવા લાગે છે તો આ સોનું નકલી હોઈ શકે છે.

મેગનેટ ટેસ્ટ :

સોનાની પરખ કરવા માટે તમે મેગનેટ ટેસ્ટ પણ કરી શકો છો. અસલી સોનામાં ચુંબકીય તત્વ નથી હોતું. તેવામાં સોનાની પાસે મેગનેટ રાખવાથી તેના પર કોઈ અસર નથી થતી. પરંતુ જો તે સોનું મેગનેટની નજીક આવવા માંડે છે તો તમે જાણી શકશો કે સોનામાં ભેળસેળ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

હાર્ટ એટેકના જડની દવા, નસોમાં જામી ગયેલું કોલેસ્ટ્રોલ આ ફળના બીજથી ફટાકે થશે દૂર..

  • પપૈયાના બીજને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ગણકારી માનવામાં આવે છે, જેનો આહારમાં સમાવેશ કરવાથી તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે, જેના અનેક ફાયદા છે, આવો જાણીએ વિસ્તારથી !

કોલેસ્ટ્રોલ સમય જતા ગંભીર બીમારીને જન્મ આપી શકે છે આથી કોઈ પણ કાળે તેને નિયંત્રિતમાં રાખવું ખૂબ જ આવશક્ય છે. આ માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિતમાં રાખવા માટે પપૈયાના બીજ ઉપયોગી નિવડી શકે છે. ખાસ વાત એ છે કે પપૈયાના ફળ તરીકે તો અઢળક ફાયદા છે જ સાથે સાથે બીજ પણ વરદાન સમાન છે. પપૈયું પોષક શક્તિ છે. પપૈયાના બીજમાં પણ અનોખા ફાયદા છે. પપૈયાના બીજમાં પપૈન નામનું એન્ઝાઈમ આવેલ હોય છે જેનો ડાયેટરી પ્રોટીન અને ફેટને તોડે છે. પરિણામે હદય રોગનો ખતરો ટળી શકે છે.

ફાઈબરનો અખૂટ સ્ત્રોત :

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ ફાઈબરએ પપૈયાના બીજમાં જોવા મળતું હોય છે જે ડાયેટરી ફાઈબરનો સ્ત્રોત છે. જે આંતરડામાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકે છે. આ ફાયબરયુક્ત આહાર હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે.

એન્ટીઓકિસડન્ટ પાવરહાઉસ :

ફિનોલિક અને ફ્લેવોનોઈડ નામના સંયોજનોની પપૈયાના બીજમા હાજરી હોય છે અને આ બીજ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોવાથી શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામા મદદરૂપ નીવડે છે. પરિણામે તણાવ ઓછો કરી બળતરા અને હૃદય રોગના જોખમનું જોખમ ઘટે છે.

પાચનમાં મદદરૂપ :

પપૈયાના બીજનો પરંપરાગત રીતે પાચનને સુધારવા માટે પણ ઉપયોગ છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિત પાચન માટે પણ બીજ જરૂરી છે. પપૈયાના બીજને પીસીને નાસ્તા, દહીં સહિતની કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્વાગત માટે આમંત્રણ આપ્યું તો વિરોધ પક્ષના નેતાએ બે હાથ જોડી કહ્યું કે…..

0
  • ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં નોંધાવ્યો વિરોધ, અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગુજરાત વિધાનસભા સભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

લોકશાહીનું અપમાન થયું છે : અમિત ચાવડા

આ મામલે હવે વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, ‘લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ છે.’

મુખ્યમંત્રીનું સન્માન કરવા ન ઉભા થયા અમિત ચાવડા

વાસ્તવમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠાં બેઠાં જ હાથ જોડ્યા હતા. તેઓ સ્વાગતમાં જોડાયા નહતા.

ચૈતર વસાવાએ પણ કર્યો ઈનકાર :

આ ઉપરાંત ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઈનકાર કર્યો હતો. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

આ પણ વાંચો :-