મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્વાગત માટે આમંત્રણ આપ્યું તો વિરોધ પક્ષના નેતાએ બે હાથ જોડી કહ્યું કે…..

Share this story
  • ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં નોંધાવ્યો વિરોધ, અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગુજરાત વિધાનસભા સભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

લોકશાહીનું અપમાન થયું છે : અમિત ચાવડા

આ મામલે હવે વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, ‘લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ છે.’

મુખ્યમંત્રીનું સન્માન કરવા ન ઉભા થયા અમિત ચાવડા

વાસ્તવમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠાં બેઠાં જ હાથ જોડ્યા હતા. તેઓ સ્વાગતમાં જોડાયા નહતા.

ચૈતર વસાવાએ પણ કર્યો ઈનકાર :

આ ઉપરાંત ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઈનકાર કર્યો હતો. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

આ પણ વાંચો :-