Asia Cup 2023 : એક મેચમાં પાંચ ટર્નિંગ પોઈન્ટ ! જો એક પણ વસ્તુ આઘી પાછી થાત તો ભારત હારી જાત

Share this story
  • Asia Cup 2023 : એશિયા કપ ૨૦૨૩માં મંગળવારે સુપર-૪ મેચમાં ભારતે શ્રીલંકાને ૪૧ રને હરાવ્યું. ભારતે શ્રીલંકાને હરાવીને ૧૧મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

રોહિત શર્માએ આ મેચમાં શ્રીલંકા સામે ૪૮ બોલમાં ૫૩ રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગમાં ૭ ફોર અને ૨ સિક્સ સામેલ હતી. ખરા અર્થમાં રોહિત શર્માએ મહત્વની ક્ષણે આ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. જો રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોત તો ભારતનો દાવ ૧૫૦ રન સુધી સમેટાઈ શક્યો હોત.

રાહુલ અને કિશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી :

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૯૧ રનમાં ૩ વિકેટે હતો. તે નિર્ણાયક ક્ષણે, કેએલ રાહુલ અને ઈશાન કિશને મળીને ચોથી વિકેટ માટે ૬૩ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર કેએલ રાહુલ (૩૯) અને ઈશાન કિશન (૩૩)એ શ્રીલંકા સામે ચોથી વિકેટ માટે ૮૯ બોલમાં ૬૩ રનની ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચેના ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ :

નીચલા ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. અક્ષર પટેલે ૩૬ બોલમાં ૨૬ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. અક્ષર પટેલે આ દરમિયાન ૧ સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલે પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાનો સ્કોર ૨૧૩ રન સુધી પહોંચાડયો હતો.

બુમરાહ અને જાડેજાની ઘાતક બોલિંગ :

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. શ્રીલંકા વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે ૨ અને રવિન્દ્ર જાડેજાએ પણ ૨ વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવનો ખતરનાક સ્પેલ :

કુલદીપ યાદવે શ્રીલંકા સામે ખતરનાક બોલિંગ કરી હતી અને ૯.૩ ઓવરમાં ૪૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવના આ ખતરનાક સ્પેલ વિના ભારત માટે જીતવું શક્ય નહોતું.

આ પણ વાંચો :-