નવી સંસદ માટે નવો ડ્રેસ કોડ, હવે કર્મચારીઓ અલગ-અલગ ડ્રેસમાં જોવા મળશે

Share this story
  • ગણેશ ચતુર્થીના દિવસથી નવા સંસદ ભવન ખાતે વિશેષ સત્ર યોજાશે. ૧૮ તારીખે જુના સંસદ ભવન ખાતે સંસદનું વિશેષ સત્ર શરૂ થશે. નવા સંસદ ભવનમાં કર્માચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

દેશના નવા સંસદ ભવનમાં હવે ડ્રેસ કોડ લાગુ થવા જઈ રહ્યો છે. ડ્રેસને લગતા નવા નિયમોને કારણે હવે સંસદ ભવનના કર્મચારીઓ ખાસ પ્રકારનો પોશાક પહેરતા જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના કર્મચારીઓ માટે નવો ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યો છે. કર્મચારીઓનો આ ડ્રેસ ઘણો આકર્ષક તો હશે જ પરંતુ તે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ દર્શાવશે. ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે.

નેહરુ જેકેટને ડ્રેસ કોડમાં સ્થાન :

ડ્રેસ કોડ મુજબ સંસદ ભવનના માર્શલ્સ હવે સફારી સૂટને બદલે ક્રીમ રંગના કુર્તા અને પાયજામા પહેરેલા જોવા મળશે. જ્યારે મહિલા કર્મચારીઓ નવી ડિઝાઈનની સાડીઓમાં જોવા મળશે. આ સિવાય સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ બંધ નેક સૂટને બદલે ગુલાબી અથવા મજેન્ટા રંગના નેહરુ કટ જેકેટ પહેરશે. જેકેટ સાથે પહેરવામાં આવેલ શર્ટ પણ ડાર્ક ગુલાબી રંગનો હશે અને તેના પર કમળનું ફૂલ બનેલું હશે. જ્યારે તેમનું પેન્ટ ખાખી કલરનું હશે.

લોકસભા અને રાજ્યસભામાં પણ માર્શલના ડ્રેસમાં ફેરફાર :

આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં પણ માર્શલના ડ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે હવે મણિપુરી પાઘડી પહેરશે. જ્યારે સંસદ ભવનની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓને સફારી સૂટને બદલે કેમોફ્લેઝ ડ્રેસ આપવામાં આવશે.

કર્મચારીઓના નવા યુનિફોર્મની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી NIFT દ્વારા તૈયાર કરવામાં આવી છે. વિશેષ સત્રના પહેલા દિવસે ૧૮ સપ્ટેમ્બરે દેશના જૂના સંસદ ભવનમાં બેઠક યોજાશે. આ પછી ૧૯ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા કર્યા પછી નવી સંસદમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો :-