અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ચારધામ યાત્રા શરૂ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા

Share this story

ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છે. આ દરમિયાન કેદાર શહેર જય કેદારના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખૂલશે. જ્યારે બદ્રીનાથ મંદિરમાં ૧૨ મેથી દર્શન શરૂ થશે.

VIDEO : આજથી ચાર ધામ યાત્રા શરુ, હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટકપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ ૧૨મી મેના રોજ ખુલશે.

બદ્રીનાથને ચાર ધામોમાંથી એક મુખ્ય ધામ ગણવામાં આવે છે. તે હિમાલયની પર્વતમાળામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મુખ્યત્વે ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહીં નર અને નારાયણની પૂજા થાય છે. આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે – ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપ. બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ પ્રતિમાઓ છે, જેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન વિષ્ણુની પ્રતિમા છે.

આ પણ વાંચો :-