Home Blog Page 959

પુષ્પા ૨ની રિલીઝ ડેટ સાંભળીને રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’ની તારીખ કરી પોસ્ટપોન, કહ્યું કે અમે…

  • પુષ્પા ૨ ફિલ્મની રિલીઝ ડેટની જાહેર થઈ ત્યારથી રોહિત શેટ્ટી અને તેની ટીમ ૧૫ ઓગસ્ટે સિંઘમ અગેઈનની રિલીઝને લઈને મૂંઝવણમાં છે. આખરે અજય દેવગણની ફિલ્મ પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે.

ગઈકાલે મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ૨નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટની સાથે જ ફિલ્મની રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટે ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ લોક કરી દીધી છે. પોસ્ટરમાં પુષ્પાનો નવો લુક જોવા મળી રહ્યો છે. જેને જોઈને ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે.

પુષ્પા ૨: ધ રૂલની રિલીઝ ડેટની જાહેરાત થઈ ત્યારથી રોહિત શેટ્ટી અને તેની ટીમ ૧૫ ઓગસ્ટે સિંઘમ અગેઈનની રિલીઝને લઈને મૂંઝવણમાં છે અને ઘણી વિચાર-વિમર્શ પછી આખરે રોહિત શેટ્ટીએ તેની ફિલ્મ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

“રોહિત શેટ્ટી અને અજય દેવગન બંને કોઈ ચોક્કસ તારીખને લઈને અડગ નથી જે તેમની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં અવરોધરૂપ બને. જો કે, તેણે અગાઉ સિંઘમ અગેન માટે ૧૫મી ઓગસ્ટની તારીખ બુક કરી હતી અને તે પછી પુષ્પા ૨: ધ રૂલની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે રોહિત અને પુષ્પા ફ્રેન્ચાઈઝી સાથે સ્પર્ધા કરવા માંગતા નથી .

Image

સૂત્રના જણાવ્યા અનુસાર નિર્માતાઓનું કહેવું છે કે પુષ્પા અને સિંઘમ બંને બ્લોકબસ્ટર ફિલ્મો રહી છે. તેથી તેમની સિક્વલ એકસાથે કરવી યોગ્ય નથી. અજય અને રોહિતે ચર્ચા કરીને ફિલ્મની તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. પુષ્પા ૨ ને બહાર આવવા માટે હોલિડે પેકેજિંગની જરૂર છે. જ્યારે સિંઘમ અગેઈન એટલી મોટી બ્રાન્ડ છે કે તે કોઈપણ દિવસે રજાઓ વગર બહાર આવી શકે છે અને રેકોર્ડ બનાવી શકે છે.

આગળ એમને કહ્યું કે, ‘જો પુષ્પા ૨ની રિલીઝ ડેટની જાહેરાત કરતા પહેલા અજય દેવગણને અલ્લુ અર્જુનનો ફોન કોલ આવ્યો હોત તો કોઈ સમસ્યા ન હોત , ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધાએ ભેગા થઈને ઉકેલ લાવવો પડશે. સમસ્યાનો ઉકેલ શોધવાની જરૂર છે. પરંતુ આવું થયું નથી. જો કે, અજય અને રોહિત કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી, તેથી તેઓએ આ તારીખ છોડવાનો નિર્ણય લીધો છે.’

આ પણ વાંચો :-

ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા

0
  • ગુજરાતમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારો વરસાદ થશે.

રાજ્યમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની સાંજથી વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી. જો કે હવે વરસાદે હાથતાળી આપતા છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે.

જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી આગામી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.

જ્યારે ૧૫, ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે ૧૮મી સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શકયતા છે.

આ પણ વાંચો :-

દિવાળી અગાઉ સૌરાષ્ટ્રવાસીઓને છ નવી ટ્રેન મળી, અમદાવાદ સુધી દોડતી ટ્રેનને હવે…

0
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી. પરંતુ હવે રાજકોટ સુધી ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જતા આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.

આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટવીટ કરીને માહિતી આપી હતી. અમદાવાદ પ્રયાગરાજ સહિત જુદી જુદી છ ટ્રેન હવે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ આવતી-જતી ૧૮ ટ્રેનને ઈલેક્ટ્રિક બુસ્ટર મળ્યું છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

તે સિવાય ભારતીય રેલવેએ હવે લાઈન ઓફ કંટ્રોલ સુધી લોકો ટ્રેન મારફતે પહોંચી શકે તે માટે મોટો નિર્ણય લીધો છે. બારામુલ્લા, શ્રીનગર અને શ્રીનગર- જમ્મુ નેશનલ હાઈવેના રેલ નેટવર્ક પર બનિહાલ સુધી સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે. આ સિવાય સરહદી વિસ્તારોમાં જમીની સ્થિતિમાં સુધારો થયા બાદ પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલા સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્કના આગમનથી વેપાર વધારવામાં મદદ મળશે.

આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં રેલ નેટવર્કને ચીનની સરહદ સુધી વિસ્તારવામાં આવશે. ઉરીના સરહદી વિસ્તાર સુધી રેલ લિંકના વિસ્તરણથી સ્થાનિક લોકોની કનેક્ટિવિટી સેવામાં સુધારો થશે.

આ પણ વાંચો :-

ડિંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પર પતિ પત્ની વચ્ચે છૂટા હાથની થયેલી મારામારી વાયરલ

0
  • સૌથી મજબૂત અને કાચા તાંતણા જેવા પતિ પત્નીના સંબંધોમાં ભારે ઉતાર ચડાવ જોવા મળતો હોય છે. સંબંધો સુરતમાં કંઈક અલગ જ જોવા મળ્યાં હતાં.

સૌથી મજબૂત અને કાચા તાંતણા જેવા પતિ પત્નીના સંબંધોમાં ભારે ઉતાર ચડાવ જોવા મળતો હોય છે. ખાટા મીઠા સતત રહેતા સંબંધો સુરતમાં કંઈક અલગ જ જોવા મળ્યાં હતાં. ડિંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પર જ પતિ પત્ની વચ્ચેનો ખટરાગ ઉછળીને બહાર આવી ગયો હતો અને છૂટા હાથની મારામારી સ્વરૂપે જોવા મળ્યો હતો.

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પર છૂટા હાથની મારામારી થઈ હતી. પતિ પત્ની વચ્ચેનાં ઝગડામાં પોલીસ સ્ટેશનના ગેટ પર જ છૂટા હાથની મારામારી થઈ હતી. પતિ પત્ની વચ્ચે ચપ્પલથી લઈને છૂટા હાથની થયેલી મારામારીમાં એક અન્ય શખ્સ પણ પોતાના હાથ સાફ કરતો દેખાયો હતો.

પોલીસ સ્ટેશનના ગેટ પર થયેલી મારા મારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લોકોએ કહ્યું કે આ રીતે ઝઘડીને સાથે રહેવા કરતાં એક મેકને છૂટાછેડા જ આપી દેવા જોઈએ. તો કોઈએ કહ્યું કે સંબંધોની આ જ મીઠાશ છે. એક મેક પર હાથ ઉઠાવનારા વચ્ચે પ્રેમ પણ એટલો જ હોય છે.

આ પણ વાંચો :-

પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનું હડતાલનું એલાન : ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપ જોડાશે

0
  • ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપધારકો નહીં કરે પેટ્રોલ ડીઝલની ખરીદી. પડતર માંગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિએશન હડતાલ પર ઉતરશે. આવતીકાલે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપધારકો પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરે. પડતર માંગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે. આવતીકાલે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા વિરોધ દર્શાવ્યો છે.

ગ્રાહકો પરેશાન થશે ?

છેલ્લા ૬ વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ૧૭ મહિનાનું CNGનું માર્જિન પણ મળેલું નથી. જેના કારણે પેટ્રોલપંપ ધારકો રોષે ભરાયાં છે અને ૧૫ તારીખે પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ગ્રાહકોને પરેશાની ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.

ડીલર માર્જીનમાં વધારો ન થતાં એક દિવસ ખરીદીથી રહેશે અળગા :

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, અમારા ટ્રેડમાં ડીલર માર્જિન વધારવા માટે ઓઈલ કંપની તરફથી એક ઠરાવ થયેલ છે કે દર છ મહિને અમારું ડીલર માર્જિન રિવીઝન કરવું. છેલ્લું અમારું ડીલર માર્જિન ૧ જૂન ૨૦૧૭એ થયું હતું. ત્યાર બાદથી છ વર્ષથી અમારું ડીલર માર્જિન રિવાઈઝ થયું નથી. એના માટે અમે ઘણા બધા પત્રો લખ્યા અને રુબરુ મળ્યા છે. તેમ છતાં અમને આજ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી.

૫ હજાર પેટ્રોલ પંપધારકો નહીં કરે પેટ્રોલ ડીઝલની ખરીદી :

તેમણે કહ્યું કે ગુજરાત તરફથી એક મેસેજ આપવા માટે ૧૫ સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કર્યું છે. જેમાં ગુજરાતના પાંચ હજાર પેટ્રોલ પંપ પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરીને અમે અમારું વિરોધ નોંધાવીશું.

આ પણ વાંચો :-

WhatsAppમાં નવું આવ્યું. ! હવે Instagram જેવી Channels ફીચર્સ પણ હશે, જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા

0
  • કરોડો યુઝર્સની જરૂરિયાતને ધ્યાને લઈને WhatsApp દ્વારા તદ્દન નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવશું. શું છે આ સુવિધા જાણો આ અહેવાલમાં !

ભારત સહિત વિશ્વના કરોડો લોકો પોતાના મોબાઈલમાં વોટસએપ વાપરે છે. બીજી બાજુ કંપની દ્વારા પણ યુઝર્સની જુદી જુદી જરૂરિયાતને ધ્યાને લઈને અપડેટ કરવામાં આવે છે. જેના ભાગરૂપે કંપની દ્વારા નવું ફીચર રજૂ કરાયું છે. જે Instagram ચેનલોની જેમ કામ કરી શકે છે. નવું ફીચર ભારતીય યુઝર્સ માટે શરૂ પણ કરી દીધું છે.

WhatsApp ચેનલોનો પ્રારંભ કરવા જઈ રહી છે કંપની :

આ ફિચરની મદદથી તને તમારા મેસેજને બ્રોડકસ્ટ કરી શકો છો. સાદી ભાષામાં કહીએ તો તે એક બ્રોડકાસ્ટ ટૂલ છે, જે મોટી સંસ્થાઓ, ક્રિએટર્સ અને ખ્યાતનામ લોકોને સીધું જ WhatsApp થકી લોકોર્સ સુધી પહોંચી અપડેટ આપવામાં મદદ કરશે.

માર્ક ઝકરબર્ગે આ અંગે પોસ્ટ શેર કરી કહ્યું કે અમે ગ્લોબલ બજારમાં WhatsApp ચેનલોનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આગામી સમયના હજારો નવી ચેનલો ઉમેરશું. કંપની પોતાની ચેનલ પણ લોન્ચ કરી રહી છે. જ્યાં વોટસએપ દ્વારા બનતી પ્રોડક્ટ પર અપડેટ આપશે.

ચેનલ નવા ટેબમાં આવશે :

મહત્વનું છે કે કંપની દ્વારા આ ચેનલને અપડેટ નામના નવા ટેબમાં રજૂ કરવામાં આવશે. જ્યાં યુઝર્સ સરળતાથી સર્ચ કરી સ્ટેટસ અને ચેનલ્સને સર્ચ જોઈ શકશે. આ ટેબ પરિવાર, મિત્રો અને ગ્રૂપ સાસાથે ચેટ કરવાની સુવિધાથી એકદમ અલગ છે. વધુમાં ઝકરબર્ગે તેની WhatsApp ચેનલ પણ શરૂ કરી હતી. તથા કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમ, કેટરિના કૈફ, દિલજીત દોસાંઝ, અક્ષય કુમાર, વિજય દેવેરાકોંડા, નેહા કક્કર સહિતનાઓએ સમર્થન આપી તેમની નવી વોટસએપ ચેનલ શરૂ કરવાનો કોલ આપ્યો હતો.

સુરક્ષાને પગલે આ નિર્ણય :

આ ફીચરમાં ચેનલ એડમીનનો ફોન નંબર અને પ્રોફાઈલ ફોટો ફોલોઅર્સને દેખાડવામાં આવશે નહિ. બીજી બાજુ યુઝર્સને પણ ચેનલ ફોલો માટે અન્ય કોઈ સાથે તમારો નંબર શેર કરવાની આવશ્યકતા રહેતી નથી. WhatsApp આગામી સપ્તાહમાં વૈશ્વિક સ્તરે ચેનલ્સ સહિતના સમયાંતરે ૪ ફીચર લોન્ચ કરશે.જેથી આવનારા મહિનાઓમાં કોઈપણ વ્યક્તિ ચેનલ બનાવી શકશે.

આ પણ વાંચો :-

 

 

 

આ ૩ ગામોમાં ‘કુબેર’ પોતે રહે છે ! ગામમાં બધા છે કરોડપતિ, વિદેશોમાં છે બંગલા 

0
  • સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ગામમાં રહેતા લોકો આર્થિક રીતે નબળા હોય છે પણ આ જે ગુજરાતના ત્રણ ગામ  વિશે વાત કરીશું કે જે ગામના બધા લોકો છે કરોડપતિ.

ગામડું આ શબ્દ સાંભળતા જ ધૂળવાળા રસ્તા ગોબરવાળી ભેંસો, બાંધેલી ગાયો અને છાપરાવાળા અને લીપણ વાળા ઘર યાદ આવે. ખાવા બનાવતા ચૂલાને ફૂંક મારતાએ ડોસીમાં યાદ આવે.પણ ભાઈ આ તો ૨૧મી સદી છે અને અમે તમને જે ગામ બતાવીશુ ત્યાં ધૂળવાળા રસ્તા નહી આરસીસીના રોડ દેખાશ.

છાપરા કે લીપણ વાળા ઘરો નહીં પણ જો મળશે ગાર્ડનવાળા બંગ્લોઝ .જી,હા અમે આજે તમને ગુજરાતાના બે ગામો વિશે વાત કરીશું તે ગામના બધા લોકો કરોડ પતિ છે અને તે કેમ છે તેની પણ મેળવીશું જાણકારી.

ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બળદિયા ગામ આવેલુ છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે. આ ગામમાં કોઈ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે. જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.

ગુજરાતનું બીજુ કરોડપતિ ગામ માધાપર –

માધાપર કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે, જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

માધાપર ગામમાં લગભગ ૨ હજાર લોકોની છે. છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ, અને બોરવેલ પણ બન્યા છે જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે. ઓછી વસ્તી ધરાવતું હોવા છતા આ ગામમાં ૧૫ બેન્ક છે.

ગુજરાતનું ત્રીજુ કરોડપતિ ગામ છે કુકરવાડા –

ત્રીજુ એક ગામ છે કુકરવાડા કે જ્યાના લોકો કરોડપતિ છે.ગામમાં મોટાભાગના ઘરોમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે. આ ગામના સૌથી વધુ લોકો અમેરિકા અને કેનેડા જાય છે.

આ પણ વાંચો :-

વર્ષો જૂનો RTO નો નિયમ આજથી બદલાઈ ગયો છે, વાહન ચાલકો ખાસ જાણી લેજો આ નવો નિયમ

0
  • જો તમે પણ નવું વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખાસ છે. આજથી ગુજરાતમાં બદલાઈ ગયા છે વર્ષોથી ચાલી આવતા આરટીઓના જૂના નિયમો. જાણો શું ચેન્જ આવ્યો છે.

આજથી નિયમોમાં થઈ રહ્યો છે બદલાવ. હવે નહીં ચાલી વર્ષો જૂના નિયમો. રસ્તા પર વાહન લઈને નીકળતા પહેલાં જાણી લેજો આ નિયમો. જોકે, આ સમાચાર વાહન ચાલકોના હિતમાં છે. હવેથી તમારે નહીં ખાવા પડે આરટીઓ કચેરીના ધક્કા.

આજથી વાહન ખરીદનારને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ. નવા વાહન ખરીદનારને આજથી નંબર સાથે જ મળશે વાહન. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે.

ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. ૧૪ મી સપ્ટેમ્બર એટલેકે આજથી નવા નિયમનો અમલ થશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.

નવા નિયમ પ્રમાણે શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે.

અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહન માલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, અંતે મળી ગઈ ભારતીય નાગરિકતા

0
  • પાકિસ્તાની સીમા હૈદરનું નામ જેટલું ગાજ્યું છે તેવું પાકિસ્તાનથી આવી ભારતમાં વર્ષોથી સંઘર્ષરત જીવન જીવતાં પરિવારોનું નથી થતું.

પાકિસ્તાનથી આવેલ કોમલ અને તેના પરિવારને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. તેમનો પરિવાર પાકિસ્તાનની અંદર ખૂબ જ મુશ્કેલીઓ અનુભવીને ભારતમાં આવવા મજબૂર બન્યો હતો. ભારતમાં આવીને કોમલે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા અને આજે ખૂબ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે પરંતુ આખરે ગુજરાતમાં તેમને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે.

પાકિસ્તાની યુવતીને ભારતીય નાગરિકત્વ મળ્યું :

ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ ભાઈબહેનો છેલ્લા ઘણા સમયથી ભારતમાં રહેતા હોય તે લોકોને ભારતીય નાગરિકત્વ આપવામા આવી રહ્યું છે. સૌથી વધુ ભારતીય નાગરિકત્વ આપવામાં અમદાવાદ જિલ્લો સૌ પ્રથમ નંબરે છે.

કોમલના પિતા કરાંચીની અંદર એક બિઝનેસમેન હતાં. પરંતુ દીકરીની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતામાં રહેતાં હતાં. પાકિસ્તાનની અંદર લૂંટફાટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. ચાર-પાંચ લાખ રૂપિયા જેટલી રકમ લઈને પણ બહાર નીકળતા લોકો વિચારી રહ્યા હતાં.

ત્યારે તેમના પિતા પોતાની દીકરીઓની સુરક્ષાની ચિંતા હોવાથી પોતાની તમામ પ્રોપર્ટી પાકિસ્તાન મૂકીને ૨૦૦૯માં ભારત આવી ગયાં હતા. અમદાવાદમાં આવીને પરિવારે પોતાના નવી એક જીવનની શરૂઆત કરી હતી

પાકિસ્તાની કોમલ અને ભારતીય હિતેશ ગંગવાનીની પ્રેમકહાની

હિતેશ અને કોમલની મિત્રતા સમય જતાં પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. ૨૦૧૯માં હિતેશે કોમલ સાથે લગ્ન કર્યા અને કોમલ ભારતીય નાગરિક થઈ હતી. પરંતુ તે હિતેશના લગ્નને કારણે તેને પ્રાપ્ત થયું હતું. ૨૦૨૨માં કોમલે દીકરીને જન્મ આપ્યો. કોમલને ભારતનું નાગરિકત્વ હિતેશના સાથે લગ્ન કરવાથી તો પ્રાપ્ત થયું હતું.

પરંતુ તેને કાયદેસર રીતે ભારતનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયું ન હતું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર વસવાટ કરતા હોય તેવા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. જે ઝૂંબેશને લઈ આખરે ૧૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કોમલને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થતાં પરિવારના આનંદનો પાર નથી..

આ પણ વાંચો :-

Ambaji Bhadarvi Poonam : અંબાજીમાં મેળા અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરતાં મહિલા રડી પડી

0
  • શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડા જ દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડા જ દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી મેળા અગાઊ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આજે અંબાજી બજારોમાં ઘર્ષણ સર્જાયું હતું.

પોતાની દુકાન આગળના ઓટલા અને પાઈપો તૂટતા મહિલાઓ રડતી આંખે જોવા મળી હતી. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે અમોને નુકસાન થયું છે. ભાદરવી મહામેળો શરુ થાય તે અગાઉ તંત્ર તરફથી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મામલો બિચક્યો હતો.

૧૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે હાઈવે માર્ગ ઉપરના દબાણ અને અંબાજીના બજારોમાં થયેલ દબાણ દૂર કરવાની ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં અંબાજી ગ્રામ પંચાયત, દાંતા તાલુકા પંચાયત અને અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા અંબાજીના બજારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંબાજીના જુના બજાર અને હાઈવે માર્ગ ઉપર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સાથે દબાણ હટાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલીક જગ્યા ઉપર ઘર્ષણના બનાવ પણ બન્યા હતા. દુકાનદારો સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેસીબી દ્વારા ઓટલા, છજા તોડતા વેપારીઓ ખફા થયા હતા.

ટીડીઓ, પોલીસ સહિતનાં અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. વેપારીઓનો મોટો આરોપ કે અમારું મોટું નુકસાન કર્યું છે. અંબાજીનાં બજારોમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા કેટલાંય વેપારીઓને નુકસાન થયું.

૨૩ થી ૨૯ સપ્ટેમ્બર ભાદરવી મહામેળો :

દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ખાતે ભાદરવી મહામેળો ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજવાનો છે ત્યારે અંબાજીના બજાર અને હાઇવે માર્ગ ઉપર જે દબાણ થયેલું હતું. તે દબાણ તોડવાની કામગીરી આજે વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હતી. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી અને દબાણ દૂર કરતા પહેલાં બે દિવસ અગાઉ નોટીસ પણ અપાઈ હતી.

આ પણ વાંચો :-