પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનું હડતાલનું એલાન : ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપ જોડાશે

Share this story
  • ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપધારકો નહીં કરે પેટ્રોલ ડીઝલની ખરીદી. પડતર માંગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિએશન હડતાલ પર ઉતરશે. આવતીકાલે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ૫ હજાર પેટ્રોલ પંપધારકો પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરે. પડતર માંગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે. આવતીકાલે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા વિરોધ દર્શાવ્યો છે.

ગ્રાહકો પરેશાન થશે ?

છેલ્લા ૬ વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ૧૭ મહિનાનું CNGનું માર્જિન પણ મળેલું નથી. જેના કારણે પેટ્રોલપંપ ધારકો રોષે ભરાયાં છે અને ૧૫ તારીખે પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ગ્રાહકોને પરેશાની ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.

ડીલર માર્જીનમાં વધારો ન થતાં એક દિવસ ખરીદીથી રહેશે અળગા :

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, અમારા ટ્રેડમાં ડીલર માર્જિન વધારવા માટે ઓઈલ કંપની તરફથી એક ઠરાવ થયેલ છે કે દર છ મહિને અમારું ડીલર માર્જિન રિવીઝન કરવું. છેલ્લું અમારું ડીલર માર્જિન ૧ જૂન ૨૦૧૭એ થયું હતું. ત્યાર બાદથી છ વર્ષથી અમારું ડીલર માર્જિન રિવાઈઝ થયું નથી. એના માટે અમે ઘણા બધા પત્રો લખ્યા અને રુબરુ મળ્યા છે. તેમ છતાં અમને આજ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી.

૫ હજાર પેટ્રોલ પંપધારકો નહીં કરે પેટ્રોલ ડીઝલની ખરીદી :

તેમણે કહ્યું કે ગુજરાત તરફથી એક મેસેજ આપવા માટે ૧૫ સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કર્યું છે. જેમાં ગુજરાતના પાંચ હજાર પેટ્રોલ પંપ પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરીને અમે અમારું વિરોધ નોંધાવીશું.

આ પણ વાંચો :-