ઉડતા વિમાનના ટોઈલેટમાં સેક્સ માણ્યું કપલે, ખબર પડી જતાં જુઓ પ્રવાસીઓએ શું કર્યું

Share this story
  • બ્રિટનની ઈઝીજેટની ફ્લાઈટમાં એક કપલ ઉડતા વિમાનના ટોઈલેટમાં વાંધાજનક હાલતમા ઝડપાયું હતું જેનો એક વીડિયો વાયરલ થયો છે.

ઈઝીજેટની ફ્લાઇટમાં એક કપલ રેસ્ટરૂમમાં સેક્સ માણતું ઝડપાયું હતું. આ કપલનો ટોયલેટમાં સેક્સ માણતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઈટ સ્ટાફે ટોઈલેટનો દરવાજો ખોલ્યો ત્યારે તેમની નજરમાં આ કપલ આવ્યું હતું સાથે બીજા કેટલાક મુસાફરોએ પણ આ કપલને ટોયલેટની અંદર આ વાંધાજનક સ્થિતિમાં જોયું હતું.

સેક્સ માણતા કપલને જોતા સ્ટાફ મેમ્બરે હસીને કર્યો દરવાજો બંધ :

ઈઝીજેટની ફ્લાઇટ બ્રિટનના લ્યુટનથી સ્પેનના ઈબિઝા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. સ્ટાફ મેમ્બરે જેવો ટોયલેટનો દરવાજો ખોલ્યો કે તરત જ કપલ ફ્લાઈટના અન્ય પેસેન્જર્સની સામે આવી ગયું હતું. આ સ્થિતિમાં કપલને જોઈને ફ્લાઈટમાં સવાર મુસાફરોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. દંપતીને વાંધાજનક હાલતમાં જોઇને સ્ટાફ મેમ્બર હસી પડયો અને તરત જ દરવાજો બંધ કરી દીધો.

કેટલાક મુસાફરોએ કપલને પ્રોત્સાહિત કર્યું :

વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટમાં હાજર મુસાફરો ટોયલેટની અંદર કપલને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક મહિલાને “ઓહ માય ગોડ”ના નારા લગાવતા સાંભળી શકાય છે.

વિમાનમા વાંધાજનક હાલતમાં કપલ પકડાયાની એરલાઈનની કબૂલાત  :

ઈઝી જેટે પુષ્ટિ કરી છે કે આ ઘટના તેની એક ફ્લાઇટ દરમિયાન બની હતી.પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જ્યારે ફ્લાઈટ ઈબિઝાના એરપોર્ટ પર ઉતરી ત્યારે પોલીસ તપાસ માટે આવી હતી. આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડની જાણ થઈ નથી.

પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. પોલીસ આ વીડિયોની પણ તપાસ કરી રહી છે. જે ફ્લાઈટમાં સવાર એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં એક મહિલાને અન્ય મુસાફરને પૂછતા પણ સાંભળી શકાય છે કે શું આ ઘટના કેમેરામાં કેદ થઈ છે કે નહીં.

આ પણ વાંચો :-