HomeInternationalલિબિયાના બંદરે યુક્રેનનો મોટો હુમલો: રશિયાનું યુદ્ધજહાજ દરિયામાં ડૂબ્યું, 7 સી-ડ્રોનથી કર્યો...

લિબિયાના બંદરે યુક્રેનનો મોટો હુમલો: રશિયાનું યુદ્ધજહાજ દરિયામાં ડૂબ્યું, 7 સી-ડ્રોનથી કર્યો હુમલો

Date:

Related stories

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...
spot_img

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે આફ્રિકા સુધી તણાવ ફેલાયો છે. લિબિયાના બેનગાઝી (Benghazi) બંદરે યુક્રેનના કથિત સી-ડ્રોન હુમલામાં રશિયાનું યુદ્ધજહાજ ડૂબી ગયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ 23 નવેમ્બરે આ હુમલાની પુષ્ટિ કરી હતી.

મળતી માહિતી મુજબ, રશિયન નૌકાદળનું ‘મર્ક્યુરી’ (Merkury) નામનું કોર્વેટ યુદ્ધજહાજ લિબિયાના બેનગાઝી નેવલ બેઝ પર રોકાયું હતું. તે દરમિયાન યુક્રેન દ્વારા 7 સમુદ્રી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના દાવા મુજબ, આ હુમલામાં યુદ્ધજહાજની સાથે તેના પર રહેલું Ka-27 લડાકુ હેલિકોપ્ટર પણ નષ્ટ થયું છે.

લિબિયાના સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન ઓછામાં ઓછા 4 ડ્રોનને અટકાવી નષ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 2 ડ્રોન યુદ્ધજહાજ સાથે અથડાયા હતા. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી હતી. સેટેલાઇટ તસવીરોમાં જહાજનો મોટાભાગનો હિસ્સો પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો.

આ હુમલામાં રશિયન અને લિબિયન નાગરિકો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ, યુક્રેને લિબિયાના દરિયાકાંઠે રશિયા સાથે જોડાયેલા MV Angara નામના કાર્ગો જહાજને પણ નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.

નોંધનીય છે કે આ હુમલાને કારણે રશિયા-યુક્રેન યુદ્ધનો વ્યાપ યુરોપથી આગળ ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચ્યો છે. જોકે, આ હુમલા અંગે રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.

Subscribe

Latest stories