HomeInternationalકેનેડામાં ભારતીય યુવકની હત્યાની આશંકા, સળગતી કારમાંથી મળી લાશ; ટાર્ગેટ કિલિંગની શંકા

કેનેડામાં ભારતીય યુવકની હત્યાની આશંકા, સળગતી કારમાંથી મળી લાશ; ટાર્ગેટ કિલિંગની શંકા

Date:

Related stories

Video : બિહારના બેતિયામાં દિવસદહાડે 40 કરોડની લૂંટ! 8 હથિયારધારી લૂંટારુઓએ ગોલ્ડ શોરૂમને બનાવ્યો નિશાન

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં બુધવારે બપોરે ચોંકાવનારી લૂંટની...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ ભટ ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના...

રશિયામાં સૈન્ય વિમાન ભયાનક રીતે ક્રેશ, 19 લોકોનાં મોત; ટેકનિકલ ખામી હોવાની આશંકા

સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ...

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...
spot_img

કેનેડામાં વધુ એક ભારતીય યુવકના શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો છે. બ્રિટિશ કોલંબિયાના લેંગલી વિસ્તારમાં સળગતી કારમાંથી 25 વર્ષીય ભારતીય યુવક તુષાર શર્માના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને કેનેડાની પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, 29 ઓક્ટોબરની રાત્રે લગભગ 10:30 વાગ્યે લેંગલીના રૉવલિસન ક્રેસન્ટ વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાની કામગીરી દરમિયાન કારની અંદર માનવ અવશેષો જોયા હતા.

ત્યારબાદ તપાસમાં મૃતકની ઓળખ તુષાર શર્મા તરીકે થઈ હતી. તે કેનેડાના સરી શહેરનો રહેવાસી હતો. કેનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ તપાસની જવાબદારી સંભાળી છે.

પ્રાથમિક તપાસમાં તુષારની હત્યા કરીને પુરાવા નષ્ટ કરવાના ઇરાદે કારને આગ લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ કોઈ આકસ્મિક ઘટના નહીં, પરંતુ તુષારને નિશાન બનાવીને કરવામાં આવેલી હત્યા હોઈ શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તુષારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને કેનેડામાં તેના સંપર્કો પણ મર્યાદિત હતા. હાલમાં પોલીસ તેના પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત કરીને ઘટનાના સમય પહેલાં તેની પ્રવૃત્તિઓ અને સંપર્કો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. હાલમાં હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ સમગ્ર ઘટનાની કડીઓ જોડીને તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories