પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, અંતે મળી ગઈ ભારતીય નાગરિકતા

Share this story
  • પાકિસ્તાની સીમા હૈદરનું નામ જેટલું ગાજ્યું છે તેવું પાકિસ્તાનથી આવી ભારતમાં વર્ષોથી સંઘર્ષરત જીવન જીવતાં પરિવારોનું નથી થતું.

પાકિસ્તાનથી આવેલ કોમલ અને તેના પરિવારને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. તેમનો પરિવાર પાકિસ્તાનની અંદર ખૂબ જ મુશ્કેલીઓ અનુભવીને ભારતમાં આવવા મજબૂર બન્યો હતો. ભારતમાં આવીને કોમલે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા અને આજે ખૂબ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે પરંતુ આખરે ગુજરાતમાં તેમને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે.

પાકિસ્તાની યુવતીને ભારતીય નાગરિકત્વ મળ્યું :

ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ ભાઈબહેનો છેલ્લા ઘણા સમયથી ભારતમાં રહેતા હોય તે લોકોને ભારતીય નાગરિકત્વ આપવામા આવી રહ્યું છે. સૌથી વધુ ભારતીય નાગરિકત્વ આપવામાં અમદાવાદ જિલ્લો સૌ પ્રથમ નંબરે છે.

કોમલના પિતા કરાંચીની અંદર એક બિઝનેસમેન હતાં. પરંતુ દીકરીની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતામાં રહેતાં હતાં. પાકિસ્તાનની અંદર લૂંટફાટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. ચાર-પાંચ લાખ રૂપિયા જેટલી રકમ લઈને પણ બહાર નીકળતા લોકો વિચારી રહ્યા હતાં.

ત્યારે તેમના પિતા પોતાની દીકરીઓની સુરક્ષાની ચિંતા હોવાથી પોતાની તમામ પ્રોપર્ટી પાકિસ્તાન મૂકીને ૨૦૦૯માં ભારત આવી ગયાં હતા. અમદાવાદમાં આવીને પરિવારે પોતાના નવી એક જીવનની શરૂઆત કરી હતી

પાકિસ્તાની કોમલ અને ભારતીય હિતેશ ગંગવાનીની પ્રેમકહાની

હિતેશ અને કોમલની મિત્રતા સમય જતાં પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. ૨૦૧૯માં હિતેશે કોમલ સાથે લગ્ન કર્યા અને કોમલ ભારતીય નાગરિક થઈ હતી. પરંતુ તે હિતેશના લગ્નને કારણે તેને પ્રાપ્ત થયું હતું. ૨૦૨૨માં કોમલે દીકરીને જન્મ આપ્યો. કોમલને ભારતનું નાગરિકત્વ હિતેશના સાથે લગ્ન કરવાથી તો પ્રાપ્ત થયું હતું.

પરંતુ તેને કાયદેસર રીતે ભારતનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયું ન હતું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર વસવાટ કરતા હોય તેવા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. જે ઝૂંબેશને લઈ આખરે ૧૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કોમલને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થતાં પરિવારના આનંદનો પાર નથી..

આ પણ વાંચો :-