સુરત બાદ ઇન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, ભાજપમાં થયા સામેલ

Share this story

સુરત લોકસભા બેઠક બાદ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.

અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. એક રીતે જોવામાં આવે તો હવે ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં. ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે ૨૫ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ૨૯મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ‘ઓપરેશન’ પાર પાડ્યું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ૧૩ મેના રોજ મતદાન થશે અને ૪ જૂને મતગણતરી પૂર્ણ થશે.

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

આ પણ વાંચો :-