દિવાળી અગાઉ સૌરાષ્ટ્રવાસીઓને છ નવી ટ્રેન મળી, અમદાવાદ સુધી દોડતી ટ્રેનને હવે…

Share this story
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી. પરંતુ હવે રાજકોટ સુધી ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જતા આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.

આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટવીટ કરીને માહિતી આપી હતી. અમદાવાદ પ્રયાગરાજ સહિત જુદી જુદી છ ટ્રેન હવે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ આવતી-જતી ૧૮ ટ્રેનને ઈલેક્ટ્રિક બુસ્ટર મળ્યું છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

તે સિવાય ભારતીય રેલવેએ હવે લાઈન ઓફ કંટ્રોલ સુધી લોકો ટ્રેન મારફતે પહોંચી શકે તે માટે મોટો નિર્ણય લીધો છે. બારામુલ્લા, શ્રીનગર અને શ્રીનગર- જમ્મુ નેશનલ હાઈવેના રેલ નેટવર્ક પર બનિહાલ સુધી સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે. આ સિવાય સરહદી વિસ્તારોમાં જમીની સ્થિતિમાં સુધારો થયા બાદ પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલા સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્કના આગમનથી વેપાર વધારવામાં મદદ મળશે.

આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં રેલ નેટવર્કને ચીનની સરહદ સુધી વિસ્તારવામાં આવશે. ઉરીના સરહદી વિસ્તાર સુધી રેલ લિંકના વિસ્તરણથી સ્થાનિક લોકોની કનેક્ટિવિટી સેવામાં સુધારો થશે.

આ પણ વાંચો :-