ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા

Share this story
  • ગુજરાતમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારો વરસાદ થશે.

રાજ્યમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની સાંજથી વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી. જો કે હવે વરસાદે હાથતાળી આપતા છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે.

જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી આગામી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.

જ્યારે ૧૫, ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે ૧૮મી સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શકયતા છે.

આ પણ વાંચો :-