Home Blog Page 958

સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યા*કાંડ જેવી ઘટના, પ્રેમિકાની સગાઈ અન્ય સાથે નક્કી થતા પ્રેમીએ….

0
  • સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન જીઆઈડીસીમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર ઘા કર્યો અને પથ્થરથી આખું માથું છૂંદી નાખ્યું હતું.

સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન જીઆઈડીસીમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર ઘા કર્યો અને પથ્થરથી આખું માથું છૂંદી નાખ્યું હતું. પ્રેમિકાની હત્યા બાદ યુવક ૧૦ મિનિટ સુધી લાશની બાજુમાં જ બેસી રહ્યો. આજુબાજુમાં લોકોનું ટોળું પણ હજું પરંતુ કોઈએ યુવતીને બચાવી નહીં અને બધા મોતનો તમાશો જોતા રહ્યા. આરોપીને યુવતી સાથે ૩ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જોકે સગપણની વાત ચાલતી હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા.

વિગતો મુજબ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલુકુમારી વિશ્વકર્મા બંનેનો 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને પાડોશી હતા. જોકે શૈલેષના સ્વભાવમાં બદલાવ આવતા તે માનસિક રીતે ત્રાસ આપતા આથી નિલુકુમારીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને અન્ય યુવત સાથે સગાઈ નક્કી કરી હતી. જે વાત સહન ન થતા શૈલેષે બદલો લેવાનું વિચાર્યું. ગુરુવારે સચિને શિલુના મોઢા પર પેચિયું માર્યું અને બાદમાં પથ્થરથી માથું છૂંદી નાખીને હત્યા કરી નાખી.

નિલુકુમારીના પિતાના જણાવ્યા મુજબ, આરોપીના પિતાએ પણ અગાઉ હત્યાની ઘમકી આપી હતી. નવરાત્રી પર જ નિલુની સગાઈ હતી. ઘટના સમયે ઘરમાં તેમની વહુ અને દીકરી એકલા હતા. એવામાં તકનો લાભ લઈને પાડોશમાં જ રહેતો શૈલેષ આવ્યો અને નિલુ પર હુમલો કરી દીધો. તેને બચાવવા માટે ભાભી આવતા શૈલેષ તેમને પણ મારવા માટે પાછળ દોડયો હતો.

નિલુના ચહેરા પર પથ્થર મારી મારીને ચહેરો વિકૃત કરી નાખ્યા બાદ આરોપી ૧૦ મિનિટ સુધી લાશની બાજુમાં બેસી રહ્યો. આ બાદ ત્યાંથી નાસી ગયો હતો. યુવતીના મોતની જાણ થતા જ પોલીસે હત્યારા શૈલેષને ઝડપી લીધો હતો અને અટકાયત બાદ તેની પૂછપરછ હાથ ધરવાામાં આવી હતી.

આ પણ વાંચો :-

આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું

0
  • સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા.

સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા. આજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ૨-૨ સભ્યો વિદેશ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યા હતા.

ભાજપ શાસિત મહાનગરપાલિકા હોવાથી ભાજપે પ્રમુખ પદ માટે હેતલ સંજય પટેલને જ્યારે ઉપપ્રમુખ પદ માટે દીપિકા ભટ્ટને મેન્ડેટ આપ્યો હતો. જ્યારે ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૮ સભ્યો અને ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોના ટેકાથી કોંગ્રેસે નગરપાલિકા કબજે કરી હતી. આણંદ ભાજપના પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના વર્તમાન ધારાસભ્ય વિપુલ પટેલની કડી મહેનત છતાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.

આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકાની વર્ષ ૨૦૨૧માં યોજાયેલ ચૂંટણીમાં ૨૪ બેઠકો પૈકી માત્ર ૯ બેઠક જ કોંગ્રેસને મળી હતી. જ્યારે ભાજપે ૧૫ બેઠકો મેળવી પાલિકા ઉપર કબ્જો જમાવ્યો હતો. તે વખતે ભાજપના રજનીકાંત પટેલ પ્રમુખ તરીકે અને કલ્પનાબેન મકવાણા ઉપપ્રમુખ તરીકે ભાજપાએ નિયુક્ત કર્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન ભાજપના કાઉન્સિલરોમાં ભારે આંતરિક વિખવાદો સર્જાયા હોવા છતાં જ્યાં ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

જે બાદ બાકીના અઢી વર્ષની બીજી ટર્મ માટે પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના ચાર કાઉન્સિલરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ ગેરહાજર રહ્યાં હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું. ભાજપે સત્તા જાળવી રાખવા માટે અસંતુષ્ટ કાઉન્સિલરોને મનાવવા માટે અનેક પ્રયત્નો કર્યાં હતાં.

પરંતુ નારાજ ભાજપી કાઉન્સિલરો માન્યાં ન હતાં અને વાંકે પાલિકાના બીજા ટર્મ માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપી કાઉન્સિલરોએ બળવો કર્યો હતો. તો ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યાં હતાં. જેને લઇને હવે આંતરિક વિખવાદને કારણે ભાજપે સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી . આજે અઢી વર્ષ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં સોજીત્રા નગરપાલિકાના બોર્ડની રચના સોજીત્રા શહેર કોંગ્રેસના પ્રમુખ યોગેશભાઈ જનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં કોંગ્રેસના આઠ સભ્યો અને ભાજપના પાંચ સભ્યો સાથે સોજિત્રા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની રચના કરવામાં આવી હતી. જેમાં ભાજપના બળવાખોર સભ્ય ઉન્નતિ રાણા પ્રમુખ અને જીમિત ભટ્ટ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

જો કે હવે ભાજપ સોજિત્રા નગરપાલિકામાં ફરી પોતાની સત્તા મેળવવા માટે બાકીના સભ્યોને હાંકી કાઢીને આગળની કાર્યવાહી પણ કરી શકે છે.આગામી દિવસોમાં સોજિત્રા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું રાજકારણ ક્યાં સુધી જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો :-

 

VIDEO : લાઈવ રિપોર્ટિંગમાં લેડી રિપોર્ટરના નિતંબ પકડયા, આખા દેશે જોઈ યુવાનની અશ્લિલ હરકત

  • સ્પેનની રાજધાની મેડ્રિડમાં લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી લેડી રિપોર્ટરની સાથે યૌન શૌષણની એક ઘટના બની છે જેનો વીડિયો વાયરલ થયો છે.

યુરોપિય દેશ સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક મહિલા રિપોર્ટરને લાઈવ રિપોર્ટિંગમાં બેડ ટચનો સામનો કરવો પડયો. આ ઘટના બની ત્યારે તે લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી અને પાછળથી એક વ્યક્તિએ આવીને તેના નિતંબ પર હાથ રાખી દીધો હતો અને તેના વાળનો સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો.

પત્રકાર ઈસા બાલાડો મેડ્રિડમાં ચેનલ કુઆટ્રો માટે લૂંટ પર લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તેણે પાછળથી મહિલાના શરીર પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે તે કઈ ચેનલમાં કામ કરે છે. યુવાનના આવા વર્તનથી જરા પણ વિચલિત થયા વગર લેડી પત્રકારે રિપોર્ટિગ ચાલું રાખ્યું હતું.

આ ઘટનાથી શો હોસ્ટ પણ આશ્ચર્યચકિત થયા અને તેમને પૂછ્યું કે શું તેણે તમારા બટ (નિતંબ)નો સ્પર્શ કર્યો. આ પછી, ટીવી રિપોર્ટર મહિલાએ હામાં જવાબ આપ્યો, જે પછી હોસ્ટે કહ્યું કે તે તે વ્યક્તિને કેમેરાની સામે લાવે. “શું તમે કૃપા કરીને તે માણસને મારી સામે મૂકી શકો?” આ મૂર્ખ માણસને મારી સામે બેસાડો. આ પછી રિપોર્ટરે આરોપીને કહ્યું કે તમે પૂછવા માગો છો કે અમે કઈ ચેનલના છીએ? તમે મારા નિતંબને સ્પર્શ કર્યો? હું લાઈવ શો કરી રહ્યો છું અને કામ કરું છું.

જો કે, તે વ્યક્તિએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેણે કંઈપણ ખોટું કર્યું છે અને આ વખતે તે તેના વાળને સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો. થોડીક સેકંડ પછી જ્યારે તે લાઈવ રિપોર્ટીંગ કરી રહી હતી ત્યારે તે ફરી આવ્યો હતો અને મહિલા રિપોર્ટરને કહ્યું કે તમારે સાચી વાત કહેવી જોઈએ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

મેડિડ્ર પોલીસે આરોપીની ધરપકડ કરી :

મેડ્રિડ પોલીસે લાઈવ ઓન એર રિપોર્ટર પર જાતીય શોષણ કરવાના આરોપમાં આ વ્યક્તિની ધરપકડ કરી હતી. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં બે પોલીસ અધિકારીઓ તેને હાથકડી પહેરાવીને લઈ જતા જોઈ શકાય છે. ટીવી ચેનલે પણ આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની ઉત્પીડન અથવા આક્રમકતાને નકારી કાઢે છે અને રિપોર્ટર માટે પોતાનું સમર્થન વ્યક્ત કરે છે.

આ પણ વાંચો :-

સુરતના નેશનલ હાઈવે નં : ૪૮ પર એક સાથે ૧૦ વાહનોની ટક્કર અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

0
  • સુરતના કીમ ચાર રસ્તા પર એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે ટક્કર થતા ક્ષણિક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અનેક વાહનચાલકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે.

સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઈમાં હાઈવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઈવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

૪ જેટલી લકઝરી બસ, ૪ જેટલી કાર, ૨ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર પેસેન્જ ભરવા વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-

Health Tips : શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે

  • વર્તમાન સમયમાં લોકોમાં વિટામીન B12 ની ઉણપ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે વિટામીન B12 ખૂબ જ ઓછા ખોરાકમાં જોવા મળે છે.

શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો તેના કારણે થાક, ત્વચા નિસ્તેજ થવી, માથાનો દુખાવો, સ્ટ્રેસ, પેટની સમસ્યા, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી હોય છે.

આમ તો સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે વાસી ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.પરંતુ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જેને ખાવાથી વિટામીન B12ની ઊણપ દુર થઈ શકે છે.

જો તમે ઘઉંના લોટની રોટલીને રાત્રે બનાવી અને બીજા દિવસે ખાવ છો તો તેમાં રાત્રે આવેલા આથાના કારણે શરીરને ફાયદો થાય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા વિટામિન B12 ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.

વાસી રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. વાસી રોટલીનું સેવન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

સંશોધન અનુસાર વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે માછલી, લીવર, રેડ મીટ, ઈંડા, દૂધ, ચીઝ, દહીં, પણ ખાઈ શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

૧ લાખ રૂપિયાના રોકાણને બનાવી દીધા ૮૦ લાખ… ત્રણ વર્ષમાં આપ્યું તોફાની રિટર્ન

0
  • Waree Renewable Stock ના પરફોર્મંસ પર નજર કરો તો છેલ્લા પાંચ વર્ષમાં તેની કિંમતમાં ૬૧૦૯.૨૦ ટકાનો વધારો થયો છે અને આ તેજીની સાથે શેર આ સમયગાળામાં ૧૨૧૮.૮૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

 શેર બજાર (Share Market)માં ઘણા એવા શેર છે. જેણે ખુબ ઓછા સમયમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger Return)આપી માલામાલ બનાવનાર સાબિત થયા છે. આવો એક સ્ટોક વારી રિન્યૂએબલ ટેક્નોલોજી (Waree Renewable Technology)છે. જેણે માત્ર ત્રણ વર્ષમાં એવું બમ્પર રિટર્ન આપ્યું છે કે ૧ લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટને આ સમયગાળામાં આશરે ૮૦ લાખની નજીક પહોંચાડી દીધુ છે.

વારી રિન્યૂએબલ ટેક્નોલોજી (Waree Renewable Technology)સોલાર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC)ના ક્ષેત્રમાં કામ કરનારી એક દિગ્ગજ કંપની છે. સોલાર પ્રોડક્ટસનું સંચાલન કરનારી આ કંપનીને હાલમાં એક મોટો ઓર્ડર મળ્યો છે. તે હેઠળ કંપનીને ૫૨.૬ એમપીડબ્લ્યૂ (MPW)સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાના છે અને આ કામને વર્ષના અંત સુધી પૂરુ કરવાનું છે. આ મોટો ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરમાં વધુ તેજી જોવા મળી રહી છે.

વારી ગ્રુપની આ કંપનીનો સ્ટોક ઈન્વેસ્ટરોને સતત ફાયદો કરાવી રહ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં જરૂર તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ નવો ઓર્ડર મળ્યા બાદ ફરી શેર ઉપર આવ્યા છે અને બુધવારે તો Waree Renewable Shares એ ૧૨૮૦ રૂપિયાના લેવલ પર પહોંચી ૫૨ વીકના હાઈ પર પહોંચી ગયો હતો. પરંતુ શેર બજારમાં કારોબાર પૂર્ણ થવા પર તેમાં થોડો ઘટાડો થયો અને તે ૦.૩૮ ટકાની તેજી સાથે ૧૨૩૮.૮૦ રૂપિયા પર બંધ થયો હતો.

શેર બજારમાં ઓછા સમયમાં જોરદાર રિટર્ન આપનાર આ સ્ટોકે રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા ત્રણ વર્ષમાં એવો વધારો કર્યો છે. જેવો કોઈ શેર લોન્ગ ટર્મમાં પણ ન કરી શકે. વારી રિન્યૂએબલનો સ્ટોક ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના માત્ર ૧૫.૪૦ રૂપિયામાં મળી રહ્યો હતો અને હવે આ શેર ૭૯૫૦ ટકાના વધારા સાથે ૧૨૩૮.૮૦ રૂપિયા પર પહોંચી ગયો છે. તેવામાં જો કોઈ ઈન્વેસ્ટરે સપ્ટેમ્બર ૨૦૨૦માં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી હોલ્ડ કર્યું હોત તો આજે તેની કિંમત ૮૦ લાખ રૂપિયા થઈ ગઈ હોત.

માત્ર ત્રણ વર્ષ જ નહીં પરંતુ Waree Renewable Stock સતત પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી રહ્યો છે. આ શેરના પરફોર્મંસ પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં તેની કિંમત ૬,૧૦૯.૫૨  ટકા વધી છે અને આ તેજીની સાથે શેર આ સમયગાળા દરમિયાન ૧,૨૧૮.૮૫ રૂપિયા સુધી વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને ૧૫૨ ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. તો છેલ્લા છ મહિનામાં આ શેરમાં ૧૦૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

૧૪ સપ્ટેમ્બર / કયા રાશિના જાતકોનો ગુરુવાર કેવો રહેશે ? આ ૨ રાશિવાળાને ટેન્શન જ ટેન્શન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો અને ગુમાવેલા અવસર પાછા મળશે તેમજ નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન  (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક  (ડ.હ.) 
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું તેમજ ખાવાપીવામાં કાળજી રાખવી અને વડીલ વર્ગથી તકલીફ જણાશે, ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ  (મ.ટ.) 
પરિવારમાં પ્રીતિ જળવાશે તેમજ મનપસંદ કાર્યોમાં રુચિ વધશે અને આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે તેમજ વિરોધપક્ષથી વિજય મેળવશો અને નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિના જાતકોને ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે તેમજ સાથી મિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક  (ન.ય.) 
પરેશાની કામને બગાડશે તેમજ અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા અને ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર  (ખ.જ.) 
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી તેમજ નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે અને સંતાનના કાર્યોમાં સફળતા મળે તેમજ ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે તેમજ આપની ભાવનાઓની કદર થશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
સાવચેતીથી કામ કરવું તેમજ અચાનક ખર્ચથી પરેશાની વધશે અને નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે.

આ પણ વાંચો :-

BIG NEWS : મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું પ્રાઈવેટ પ્લેન, બે ટુકડા થયા, ૮ લોકોનું બચાવ અભિયાન શરુ

0
  • ભારે વરસાદને કારણે લપસી જતાં મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ૮ લોકો સવાર હતા. વિમાન આંધ્રના વિશાખાપટ્ટનથી મુંબઈ આવી રહ્યું હતું.

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. લિયરજેટનું એક ચાર્ટેર વિમાન ઉતરતી વખતે લપસી જતાં ક્રેશ થયું હતું. પ્લેન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે રનવે ભીનો હતો તેથી ઉતરતી વખતે તે લપસી જતા ક્રેશ થયું હતું. વિમાનમાં ૬ પ્રવાસી અને ૨ ક્રૂ મેમ્બર સવાર હતા જેમને બચાવવા માટે તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

જાનહાનીના કોઈ સમાચાર નહીં :

ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી આને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેશ વિમાનમાં રેસ્ક્યૂ ચાલી રહ્યું છે.  માહિતી અનુસાર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ૭૦૦ મીટર હતી. હજુ સુધી કોઈના જાનહાનીના સમાચાર નથી.

શું કહ્યું ડીજીસીએએ  :

સદનસીબે ક્રેશની આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પ્રાઈવેટ પ્લેનમાં ૮ લોકો સવાર હતા જેમને બચાવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે અને તેમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવશે તેવી આશા છે.

પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. હાલ એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

 

Bihar Boat Sinks : બિહારમાં બાળકોને લઈ જતી બોટ ડૂબી, ૨૦ને બચાવી લેવાયા તો ૧૦ ગુમ

0
  • Muzaffarpur News: આ ઘટના બેનિયાબાદ ઓપી વિસ્તારના મધુરપટ્ટી ઘાટ પાસેની છે. બોટમાં ૯મા અને ૧૦મા ધોરણના બાળકો સવાર હતા. બાળકો સાથે અન્ય કેટલાક લોકો પણ હતા.

બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે (૧૪ સપ્ટેમ્બર) સવારે એક મોટી બોટ દુર્ઘટના થઈ. બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ૨૦ જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કેટલાકે સ્વિમિંગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. ૧૦ જેટલા ગુમ છે. કહેવાય છે કે બોટમાં લગભગ ૩૦ બાળકો સવાર હતા. જો કે સ્પષ્ટ આંકડાઓ અંગે હજુ સુધી કોઈ કંઈ કહી રહ્યું નથી.

આ ઘટના બેનિયાબાદ ઓપી વિસ્તારના મધુરપટ્ટી ઘાટ પાસેની જણાવવામાં આવી રહી છે. ગુમ થયેલા બાળકોની શોધ ચાલી રહી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક ડાઈવર્સ પણ બાળકોને શોધી રહ્યા છે. કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ હતી.

સત્તાવાર સમર્થન બાદ જ કંઈક કહી શકાય. ઘટના અંગે નાવિકે જણાવ્યું કે તે બોટમાં લોકોને લાવી રહ્યો હતો ત્યારે અચાનક દોરડું તૂટવાને કારણે આ ઘટના બની હતી. નાવિકના જણાવ્યા અનુસાર, બોટમાં લગભગ ૩૦ લોકો સવાર હતા. તેમણે કહ્યું કે હજુ પણ ઘણા લોકો ગુમ છે. કેટલાક લોકો પાણીના જોરદાર પ્રવાહને કારણે બોટ ડૂબી જવાની વાત કરી રહ્યા છે.

આ ઘટના અંગે ડીએસપી પૂર્વ સહિયાર અખ્તરે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે બોટમાં લગભગ ૨૫ થી ૩૦ લોકો સવાર હતા. દરેકના પરિવારના સભ્યો આવ્યા બાદ જ બોટમાં કેટલા લોકો હતા તે જાણી શકાશે. લગભગ ૨૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

સ્લીપર ક્લાસમાં કરી દીધું છે બુકિંગ ? તો ચિંતા શેની, કન્વર્ટ કરીને પણ લઈ શકો છો એસી ટિકિટ, જાણો પ્રોસેસ

0
  • નિયમ હેઠળ જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ ખરીદી છે તો આ ટિકિટને ફ્રીમાં જ ૩એસીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આ ભારતીય રેલવેનું એક ઓટો અપગ્રેડેશન નિયમ છે. આવો જાણીએ તેવા વિશે વિગતમાં…

ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો યાત્રા કરે છે. ભારતીય રેલવેએ યાત્રીઓના સફરને સુવિધાજનક બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે. એમાં આજે અમે તમને ભારતીય રેલવેના એક ખૂબ જ શાનદાર નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમને કદાચ જ ખબર હશે.

આ નિયમ હેઠળ જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ ખરીદી છે તો આ ટિકિટને ફ્રીમાં જ ૩એસીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આ ભારતીય રેલવેનું એક ઓટો અપગ્રેડેશન નિયમ છે. આવો જાણીએ તેવા વિશે વિગતમાં..

એસી ક્લાસમાં સીટો રહે છે ખાલી :

ભારતીય રેલવેએ સ્ટડીમાં જોયું કે ટ્રેનોમાં ડિમાન્ડ અને સપ્લાયને લઈને ખૂબ મોટી ગેપ છે. એક તરફ જ્યાં સ્લીપર ક્લાસમાં સીટોને લઈને ખૂબ વધારે ડિમાન્ડ રહે છે. ત્યાં જ એસી ક્લાસમાં ઘણી સીટો ખાલી રહે છે.

તેને જોતા ઓટો અપગ્રેડેશન નિયમને લાવવામાં આવ્યો. આ નિયમ હેઠળ જો તમે ટ્રેન ટિકિટને બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશન વિકલ્પની પસંદગી કરો છો. તો તમને સ્લીપર ક્લાસના ચાર્જ પર એસીમાં સફર કરવા માટે સીટ મળી શકે છે. ઓટો અપગ્રેડેશન નિયમ હેઠળ યાત્રીઓને એક શ્રેણી ઉપર સીટ આપવામાં આવે છે. સ્લીપરથી ૩એસી, ૩એસીથી ૨એસી અને ૨એસીથી ૧એસી.

કઈ ટ્રેનોમાં નથી આ સુવિધા ? 

આ સુવિધાએ ટ્રેનોમાં ઉપલબ્ધ નથી જેમાં ફક્ત બેસવાની વ્યવસ્થા હોય છે. તેના ઉપરાંત કંશેસન અને પાસ પર યાત્રા કરતા યાત્રીઓને પણ આ સુવિધાનો લાભ નથી મળતો.

આ પણ વાંચો :-