આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું

Share this story
  • સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા.

સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા. આજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ૨-૨ સભ્યો વિદેશ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યા હતા.

ભાજપ શાસિત મહાનગરપાલિકા હોવાથી ભાજપે પ્રમુખ પદ માટે હેતલ સંજય પટેલને જ્યારે ઉપપ્રમુખ પદ માટે દીપિકા ભટ્ટને મેન્ડેટ આપ્યો હતો. જ્યારે ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૮ સભ્યો અને ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોના ટેકાથી કોંગ્રેસે નગરપાલિકા કબજે કરી હતી. આણંદ ભાજપના પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના વર્તમાન ધારાસભ્ય વિપુલ પટેલની કડી મહેનત છતાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.

આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકાની વર્ષ ૨૦૨૧માં યોજાયેલ ચૂંટણીમાં ૨૪ બેઠકો પૈકી માત્ર ૯ બેઠક જ કોંગ્રેસને મળી હતી. જ્યારે ભાજપે ૧૫ બેઠકો મેળવી પાલિકા ઉપર કબ્જો જમાવ્યો હતો. તે વખતે ભાજપના રજનીકાંત પટેલ પ્રમુખ તરીકે અને કલ્પનાબેન મકવાણા ઉપપ્રમુખ તરીકે ભાજપાએ નિયુક્ત કર્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન ભાજપના કાઉન્સિલરોમાં ભારે આંતરિક વિખવાદો સર્જાયા હોવા છતાં જ્યાં ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

જે બાદ બાકીના અઢી વર્ષની બીજી ટર્મ માટે પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના ચાર કાઉન્સિલરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ ગેરહાજર રહ્યાં હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું. ભાજપે સત્તા જાળવી રાખવા માટે અસંતુષ્ટ કાઉન્સિલરોને મનાવવા માટે અનેક પ્રયત્નો કર્યાં હતાં.

પરંતુ નારાજ ભાજપી કાઉન્સિલરો માન્યાં ન હતાં અને વાંકે પાલિકાના બીજા ટર્મ માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપી કાઉન્સિલરોએ બળવો કર્યો હતો. તો ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યાં હતાં. જેને લઇને હવે આંતરિક વિખવાદને કારણે ભાજપે સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી . આજે અઢી વર્ષ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં સોજીત્રા નગરપાલિકાના બોર્ડની રચના સોજીત્રા શહેર કોંગ્રેસના પ્રમુખ યોગેશભાઈ જનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં કોંગ્રેસના આઠ સભ્યો અને ભાજપના પાંચ સભ્યો સાથે સોજિત્રા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની રચના કરવામાં આવી હતી. જેમાં ભાજપના બળવાખોર સભ્ય ઉન્નતિ રાણા પ્રમુખ અને જીમિત ભટ્ટ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

જો કે હવે ભાજપ સોજિત્રા નગરપાલિકામાં ફરી પોતાની સત્તા મેળવવા માટે બાકીના સભ્યોને હાંકી કાઢીને આગળની કાર્યવાહી પણ કરી શકે છે.આગામી દિવસોમાં સોજિત્રા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું રાજકારણ ક્યાં સુધી જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો :-