શું તમે તો નથી પહેરી રહ્યાંને નકલી સોનું ? તહેવારોની સિઝનમાં નકલી કારોબાર ફૂલ્યોફાલ્યો છે, આ વાંચી લેશો તો ફાયદામાં રહેશો

Share this story
  • ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ નથી કરી શકતાં જેના લીધે તેઓ સોનું ખરીદતાં સમયે ઠગાઈ જતાં હોય છે. આ ઉપાયો કરીને તમે મિનિટોમાં જ સોનાની શુદ્ધતા વિશે જાણી શકશો.

તહેવાર હોય કે કોઈ સારો પ્રસંગ, આપણે સોના-ચાંદીની ખરીદી કરવાનું ચૂકતાં નથી. ત્યારે ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ કેવી રીતે કરવી એ નથી જાણતા હોતા. પરિણામે ઘણીવખત લોકો ઠગાઈ જાય છે અને હજારો-લાખોનું નુક્સાન કરી બેસે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવશું જેની મદદથી તમે પોતે જ મિનિટોમાં સોનાની શુદ્ધતા તપાસી શકશો.

હોલમાર્ક :

સોનું ખરીદતા સમયે તેના પર લાગેલ હોલમાર્ક તપાસવું. હોલમાર્ક એટલે કે તમારું સોનું એકદમ અસલી છે અને ભેળસેળ મુક્ત છે. BIS બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ સોના પર હોલમાર્કનું સર્ટિફિકેશન જારી કરે છે જેના લીધે સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. નકલી સોના પર આ હોલમાર્ક સર્ટિફિકેશન નથી હોતું.

નાઈટ્રિક એસિડની મદદ લેવી :

સોનાની ટેસ્ટિંગ કરવા માટે તમારે નાઈટ્રિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે સોનાને થોડું સ્ક્રેચ કરવું અને પછી તેના પર નાઈટ્રિક એસિડ લગાડવું. અસલી સોના પર નાઈટ્રિક એસિડની કોઈ અસર નહીં થાય પરંતુ નકલી સોના પર એસિડ લગાડતાંની સાથે જ તેનો રંગ ઊતરી જશે.

સફેદ વિનેગરનો ઉપયોગ :

સોનાની શુદ્ધતા તપાસવા માટે તમારે સફેદ વિનેગરનો ઉપયોગ કરવો. સોનાની ધાતુ પર વિનેગરનાં ટીપા નાંખવા.નકલી સોનાનો રંગ બદલાઈ જશે પરંતુ શુદ્ધ સોનું એવુંને એવું જ રહેશે.

વોટર ટેસ્ટ :

પાણીની મદદથી પણ તમે અસલી અને નકલી સોનાની પરખ કરી શકો છો. અસલી સોનું ઘણું ભારે હોય છે. તેવામાં જ્યારે સોનાની ધાતુને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે જો તે અસલી હશે તો તે તરત જ પાણીમાં ડુબી જશે. પરંતુ જો તે પાણીમાં તરવા લાગે છે તો આ સોનું નકલી હોઈ શકે છે.

મેગનેટ ટેસ્ટ :

સોનાની પરખ કરવા માટે તમે મેગનેટ ટેસ્ટ પણ કરી શકો છો. અસલી સોનામાં ચુંબકીય તત્વ નથી હોતું. તેવામાં સોનાની પાસે મેગનેટ રાખવાથી તેના પર કોઈ અસર નથી થતી. પરંતુ જો તે સોનું મેગનેટની નજીક આવવા માંડે છે તો તમે જાણી શકશો કે સોનામાં ભેળસેળ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-