Home Blog Page 1421

સાઉદી અને કુવૈતથી ભારતને પેટ્રોલ નહીં મળવાની ‘અફવા’ બાદ સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા લોકો

0

No petrol to India from Saudi and Kuwait

  • અફવાએ જોર પકડતા અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર લોકોએ વાહનોમાં ઈંધણ પુરાવવા દોટ મૂકી હતી.

અમરેલીના (Amreli) સાવરકુંડલામાં (Savarkundla) પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી (Saudi Arabia and Kuwa) ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા :

IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, ઓછા ખર્ચમાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો ડિટેલ્સ

0

IRCTC brings special tour package

  • કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ત્યાં જ બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર 10 જૂનથી શરૂ થશે.

બદ્રીનાથ ધામની (Badrinath Dham) પવિત્ર યાત્રા 8 મેથી શરૂ થઈ રહી છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે. જો તમે પણ ચારધામ યાત્રા (Chardham Yatra) પર જવા માંગો છો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવી રહ્યું છે. આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને દરેક મહત્વપૂર્ણ તીર્થોના દર્શન કરવાનો મોકો મળશે. શ્રદ્ધાળુઓને (Devout) એક નક્કી રકમમાં યાત્રા વખતે રહેવા, ભોજન અને ટ્રાવેલ કરવા માટે પ્લેન અને ગાડીઓની સુવિધા આપવામાં આવશે.

કેટલા દિવસની છે ટૂર ? 

11 રાત્રી અને 12 દિવસનું આ ટૂર 10 જૂન 2022એ ઓડિશાના ભુવનેશ્વરથી શરૂ થશે અને 21 જૂને સમાપ્ત થશે. ભુવનેશ્વરથી શ્રદ્ધાળુઓને પ્લેન દ્વારા નવી દિલ્હી લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભક્તોને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીની સાથે જ ગુપ્તકાશી, બરકોટ, હરિદ્વાર, સોનપ્રયોગ વગેરે સુંદર અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે.

જાણો કેટલો થશે ખર્ચ :

આ ટૂર પેકેજનો ખર્ચ 60,000 રૂપિયાથી શરૂ થશે. તેની બુકિંગ IRCTCની વેબસાઈટ  irctctourism.com પર જઈને કરી શકાય છે.  IRCTCના કાર્યાલયોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

મળશે આ સુવિધાઓ :

એક રિપોર્ટ અનુસાર આ પેકેજમાં મુસાફરોને વિમાનમાં ભુવનેશ્વરથી દિલ્હી લાવવામાં આવશે અને પાછા લઈ જવામાં આવશે. તીર્થયાત્રીઓને 11 રાત માટે ડીલક્સ હોટેલ અથવા રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને AC વાહનમાં ચારધામ લઈ જવામાં આવશે.

IRCTC તમામ સ્થળોની મુલાકાત લેવા માટે ગાડી ઉપલબ્ધ કરાવશે. સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરો માટે નાસ્તો અને રાત્રિભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવશે. IRCTC ટૂર મેનેજર સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરોની સાથે રહેશે. મુસાફરોએ પાર્કિંગ ચાર્જ, ટોલ ટેક્સ અને અન્ય કોઈ ખર્ચો ચૂકવવા પડશે નહીં.

11 જૂન 2022, રાશિફળ : ખોડીયાર માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોના અટકેલા કામ પૂર્ણ થશે

11 June 2022, horoscope Gujarat Guardian

મેષ :

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વાસ્થતા જળવાશે. આવક ની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવાર માં પણ આત્મયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી ગણાય.

વૃષભ :

આજનો દિવસ સંતોષ થી પસાર કરવો. આવક માં ધટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણી થી થતા રોગો થી સાચવવું. ભાગ્ય નો સાથ મળતો જણાય. ધંદાકીય સફળતા મળતી જણાય. જુના નિત્રો ની મુલાકાત શકય બને.

મિથુન :

આજે પણ આ‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવાર માં આનંદ ઉત્સાહ નું વાતારણ રહે. રોકાણો નું વળતર મળતું જણાય. સંતાન ની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય નો સાથ મળે સ્વાસ્થય જળવાય.

કર્કઃ-

આર્થિક દ્રષ્ટિ એ દિવસ સારો છે.લક્ષ્મી ની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણો થી લાભ મળતો જણાય. આરોગ્ય નું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ-

સ્વભાવ માં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવાર ના તમામ સભ્યોની પ્રગતિ થી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા :

આવક માં વધારો થતા મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ બહેનો ની પ્રગતિ થી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા :

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ ઊર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિકસ, બુકસેલર ના ધંધા માં વધારે પ્રગતિ થાય. માતા તથા પ‌ત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્ય નો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક :

આવકમાં ધટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંધર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. નવો ધંદો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફ થી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી -કડૂ નો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

ધન :

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર :

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવાર માં આનંદ નું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પ્રશ્ન તરફ થી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેેત્રે પ્રગતિ નો અનુભવ થાય.

કુંભ :

ભાગ્ય બળવાન બને છે. ભાગ્ય ના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્ય માં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. નોકરી ધંધા માં લાભ મળતો જણાય.

મીન :

આજે આવક ધટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવાર ના સભ્યો વચ્ચે ગુસ્સા નું પ્રમાણ વધચું જણાય. નોકરી માં ચિંતા ધંધા માં પણ ચિંતા નું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથા દુઃખાવો રહે. આંંખની કાળજી રાખવી.

રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ડાયેટમાં શામેલ કરો આ 5 વસ્તુઓ, આવશે સારી અને ગાઢ નિંદ્રા

If you have trouble falling

  • સ્વસ્થ રહેવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો ઊંઘ પૂરી ન થાય તો સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. સારી ઊંઘ માટે આ વસ્તુઓનું કરો સેવન.

આજકાલ લોકો ઉંઘ ન આવવાની (Insomnia) સમસ્યાથી પરેશાન છે. સારી અને ગાઢ નિંદ્રા (Deep sleep) ન આવવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જે લોકોને ઊંઘમાં તકલીફ થાય છે તેમના સ્વભાવમાં ચીડિયાપણું રહે છે.

દિવસભર ઉર્જાનો અભાવ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તેથી સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવશે. જો તમે આ વસ્તુઓનું સેવન સુતા પહેલા કરશો તો ઊંઘની સમસ્યા ઘણી દૂર થઈ જશે.

home remedies Health Tips for good sleep sleeping problems solutions insomnia

સારી ઊંઘ માટે સુતા પહેલા ખાઓ આ વસ્તુઓ  :

દૂધ :
સારી ઊંઘ મેળવવા માટે રાત્રે બેડ પર જતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ. દૂધમાં Tryptophan અને serotonin હોવાના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. જેનાથી સ્ટ્રેસ દૂર થાય છે.

બદામ :
બદામમાં પણ મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી સારી ઊંઘ આવે છે અને મસલ્સમાં થતા સ્ટ્રેસ અને સ્ટ્રેચને ઓછુ કરે છે. બદામ ખાવાથી તમને સારી ઊંઘ મળે છે.

ચેરી :
ચેરીમાં સારા પ્રમાણમાં મેલાટોનિન હોય છે જેનાથી શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવામાં હેલ્પ મળે છે. એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર પહેલા એક મુઠ્ઠી ચેરી ખાધા બાદ ઊંઘ સારી આવે છે. તમે ચેરીનો જ્યુસ પણ પી શકો છો.

ACS રાજકુમાર રાજ્યને લઈને વ્યક્ત કરી ચિંતા અને કહ્યું કે -અલકાયદાની ધમકી મળી છે, કોઈ શંકાસ્પદ લાગે તો…

0

The ACS prince expressed concern

  • ગુજરાતમાં આતંકી હુમલાની ધમકીનો મામલે ગૃહ વિભાગના ACS રાજકુમારનું મોટું નિવેદન, કહ્યું અલકાયદાની ધમકી મળી છે.

પયગંબર વિરુદ્ધ (Against the Prophet) કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની (Suicide attack) ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે.  ત્યારે આ મામલે ગૃહ વિભાગના ACS રાજકુમારે (ACS Prince of the Home Department) મોટું નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ સ્પષ્ટતા કરી છે અલકાયદાની ધમકી મળી છે. સાથે જ  પ્રજાને પણ વિનંતી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરે.

તમામ તંત્રને એલર્ટ કર્યા- ACS

અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસ સતર્ક બની છે. ACSએ નિવેદન આપતા જણાવ્યું કે પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારના સાવચેતીના પગલા ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે.

બોર્ડર પર પણ ચાંપતો બંદોબસ્ત  :

ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી SP દ્વારા SOG સહિતના પોલીસ સ્ટાફને  પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વધુમાં  SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા સહિતની સૂચના જારી કરી છે.

સગીર દીકરી પાસે સગી માતા કરાવતી હતી દેહવેપાર, માતાનો પ્રેમી આચરતો હતો દુષ્કર્મ

The mother used to do prostitution with her underage daughter

  • હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને (Mother-daughter relationship) લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે સગી જનેતા તેની પાસે દેહવેપાર કરાવતી હતી. આ ઉપરાંત માતાનો પ્રેમી (Lover) પણ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. સગીરા ના કહેતી છતાં તેની માતા બે હજાર જેટલી રકમ લઈને પરપુરુષોનો બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથક (Himmatnagar A division Police station) ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

18 વ્યક્તિઓએ આચર્યું દુષ્કર્મ :

હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. સગીરા પર અત્યાચાર અહીંથી જ અટક્યો ન હતો. સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની માતાએ તેને વેચી નાખવાનો પણ પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પુખ્ત વયની થાય તેની રાહ જોવામાં આવી રહી હતી. માતાએ તેની સગી મામી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો.

માતા સહિત 20 લોકો સામે ફરિયાદ :

આ કેસમાં સગીરાએ તેની માતા, મામી સહિત 20 લોકો સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે તેની સાથે 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. જેમાં તેની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની વાત ફરિયાદમાં લખવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.

એવી પણ માહિતી મળી છે કે ફરિયાદ બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે સગીરાની માતા અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. તમામને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસ કેસની ઉંડી તપાસ કરશે.

 

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ

0

False news of Lalit Vasoya

  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી હોવાની અટકળો મામલે ધારાસભ્ય લલિત વસોયા સ્પષ્ટતા કરી છે.

ધોરાજી- ઉપલેટાના (Dhoraji- Upleta) કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya) કોંગ્રેસથી નારાજ હોવાની અફવાએ જોર પકડયું હતું. ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કર્યું છે અને તેઓ કોંગ્રેસથી નારાજ ન હોવાનું એક નિવેદનમાં જણાવ્યુ હતું.

મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યે કોઈપણ નારાજગી નથી : લલિત વસોયા

એક બાજુ ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે. તેવા સંજોગો વચ્ચે રાજકોટના રાજકારણના મોટા સમાચાર સામન ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ હોય અને તેઓ કોંગ્રેસના તમામ વૉટસએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના વાવડ વહેતા થયા હતા. એટલું જ નહી નારાજ વસોયા કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કરે ત્યાં સુધીની અટકળો વહેતી થઈ હતી. રાજકારમાં ખળભળાટ સર્જતી આ અફવાને લઇને ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, પોતે કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના ખોટા સમાચાર વાયરલ થયા હતા અને પોતે ગ્રુપમાં જોડાયેલા જ હોવાનું જણાવ્યુ હતું. કોંગ્રેસના મોટા ગજાના નેતા લલિત વસોયાએ વધુમાં આ મામલે ચોખવટ કરતાં જણાવ્યુ હતું કે, મારી કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસના કોઇ નેતા સાથે કોઇ પણ પ્રકારની નારાજગી ન હોવાની દાવા સાથે સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત, 4 પાટીદાર સહિત 7 MLA કેસરિયા કરવાના મૂડમાં ?

ઉલ્લેખનિય છે કે, 4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી અટકળો છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે. તેવી શક્યતાઓ વચ્ચે  ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસની નારાજગીની પણ અફવા જાગી હતી જો કે, આ મામલે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે.

IND vs SA : ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર નીકળ્યો આ ખેલાડી, આગામી મેચમાં કપાઈ શકે છે પતું !

0

IND vs SA: The biggest defeat of Team India

  • IND vs SA : આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણું નુકસાન થયું છે. મોટાભાગના ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.

IND vs SA : ટીમ ઈન્ડિયાનો (Team India) મજબૂત ખેલાડી જે એક સમયે તેની સૌથી મોટી તાકાત હતો, હવે તે ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ બની ગયો છે. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયા માટે હીરો સાબિત થયો હતો, પરંતુ હવે તે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે વિલન (Villain for Team India) સાબિત થઈ રહ્યો છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણું નુકસાન થયું છે. મોટાભાગના ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.

ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર નીકળ્યો આ ખેલાડી :

ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 211 રન બનાવવા છતાં મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ હારનો સૌથી મોટો વિલન ભુવનેશ્વર કુમાર સાબિત થયો છે. ભુવનેશ્વર કુમારે આ મેચમાં પોતાની 4 ઓવરમાં પોતાના ક્વોટામાં 43 રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભુવનેશ્વર કુમારનો ઈકોનોમી રેટ 10.80 રહ્યો. આ ખરાબ પ્રદર્શનને કારણે આગામી મેચમાં ભુવનેશ્વર કુમારનું પત્તું કપાય તેમ જોવા મળી રહ્યું છે.

કારકિર્દી ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે :

ભુવનેશ્વર કુમારની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાને ઉમરાન મલિક જેવો ખતરનાક ઝડપી બોલર મળ્યો છે, જે સતત 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરે છે. ભુવનેશ્વર કુમારના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમારની ટીમને ભારતમાં સ્થાન મળતું નથી. ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ન તો કોઈ ગતિ છે અને ન તો તે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોમાં ડર પેદા કરી શકે છે.

ઘણા દેશોના બેટ્સમેનોએ જોરદાર ધૂમ મચાવી હતી :

ભુવનેશ્વર કુમારને ઘણા દેશોના બેટ્સમેનોએ ઉડાવી દીધા છે. ભુવનેશ્વર કુમાર હવે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવાને લાયક નથી. ભુવનેશ્વર કુમારે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. ભુવનેશ્વર કુમારે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 વન-ડે મેચમાં 141 વિકેટ અને 60 T20 મેચમાં 59 વિકેટ ઝડપી છે, તે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તે જ સમયે, કુમારની ટી20 વર્લ્ડ કપ 2021માં તેની ખરાબ બોલિંગ માટે ટીકા થઈ હતી. હવે તે ODI અને T20 ટીમમાંથી પણ તેનું પત્તું કાપવાનું નિશ્ચિત જણાય છે.

ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે લાયક નથી :

ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઉમરાન મલિકને પ્લેઇંગ 11માં તક આપવામાં આવી છે. ભુવનેશ્વર કુમારે હવે ગતિ ગુમાવી દીધી છે, તેની પાસે શરૂઆતમાં ચોકસાઈ હતી, જ્યાં તે બોલને સ્વિંગ કરતો હતો અને વિકેટ લેતો હતો. હવે કદાચ ઉમરાન મલિકને જોવાનો સમય આવી ગયો છે. 2019 વર્લ્ડ કપથી, ભુવનેશ્વર કુમારની કારકિર્દી ઇજાઓને કારણે પાછી પાટા પર આવી નથી. આઈપીએલ 2020 ની મધ્યમાં હિપની ઈજાને કારણે તેને ખસી જવું પડ્યું હતું.

છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 5 દિવસ સુધી ખાબકશે વરસાદ- હવામાન વિભાગની આગાહી

0

Keep an umbrella-raincoat ready

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આજથી આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી  છે. જેમાં આજ રોજ હવામાન વિભાગ દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે તેવી આગાહી (Rainfall forecast) કરવામાં આવી છે.

તો બીજી તરફ આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો રવિવારના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તો સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં મેઘરાજા વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલીના લાઠીમાં ધોધમાર વરસ્યો હતો વરસાદ :

અમે તમને જણાવી દઈએ કે, કેરલમાં ચોમાસુ બેસી ગયા પછી ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને અમરેલીના લાઠીમાં 2.76 ઈંચ જેટલો  ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઇ રહ્યાં છે.

રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ :

વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતો રાજીના રેડ થઇ ગયા છે. હવામાન વિભાગની આગહીથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે સતત 5 દિવસ સુધી વરસાદ ધમરોળશે.

જોનીએ પૈસા માટે કેસ ન્હોતો કર્યો, પૂર્વપત્ની પાસેથી 116 કરોડ નહીં માંગે, અભિનેતાનાં વકીલે કર્યો દાવો

Johnny did not sue for money

  • હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યા બાદ હવે શક્ય છે કે 15 મિલિયન ડોલરની વળતર રૂપે મળનારી રકમ નકારી દેશે તેવું તેઓના વકીલે કહ્યું હતું.

હોલીવુડ અભિનેતા (Hollywood actors) જોની ડેપ (Johnny Depp) અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ અંતે જોનીની તરફેણમાં પૂરી થઈ છે. ટ્રાયલમાં જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ (Amber Heard) સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે તેણે આખરે જીતી લીધો છે.

જ્યુરીએ જોની ડેપને 15 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,16,33,46,750) નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો સામે જ્યુરીએ એમ્બર હર્ડને તેના કાઉન્ટરસુટ પર 2 મિલિયન યુએસ ડોલર (આશરે 15,51,12,900 રૂપિયા) ચૂકવવા માટે પણ કહ્યું છે.

આત્મસમ્માનની જંગ

જોનીના વકીલ બેન્જામીને એક રેડિયો જૉકી સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ જોનીના આત્મસમ્માનની જંગ હતી. જોની પર લાગેલ ગંભીર આક્ષેપોને ખોટા સાબિત કરવા જરૂરી હતા. અગાઉ તેણે કહ્યું હતું કે છ મહિના માટે જોની હસ્યો જ નહોતો. કારણ કે તેના પર આટલી હદે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા.

આ ટ્રાયલ પૈસા માટે હતી જ નહીં 

જોનીના વકીલ બેન્જામીને કહ્યું હતું કે આ ટ્રાયલ પૈસા માટે નહોતી. જોનીને પૈસા નથી જોઈતા. બની શકે કે કદાચ તે એમ્બર પાસેથી આ રકમ માંગશે પણ નહીં. જો કે એવું બની શકે આ ટ્રાયલ અને તેના છ અઠવાડિયાનાં સમયગાળા દરમિયાન તેને જે નુકસાન ગયું છે તેની ભરપાઈ રૂપે કોર્ટે સૂચવેલી

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે એમ્બર હર્ડે દાવો કર્યો હતો કે ડેપે લગ્ન પહેલા અને પછી તેનું શોષણ કર્યું હતું. ડેપના વકીલે તેની બદનક્ષી કરી હતી અને તેણે જોનીના બદનાક્ષીના આરોપને ખોટો ગણાવ્યો હતો. આ પછી એમ્બર હર્ડે જોની ડેપ પર ઘરેલું શોષણનો કેસ પણ કર્યો હતો.

2018 માં દાખલ કર્યો કેસ :

58 વર્ષીય ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સ્ટાર જોની ડેપે ડિસેમ્બર 2018ના ઑપ-એડમાં ફેરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. ડેપે હર્ડ પર 50 મિલિયન ડોલર્સનો દાવો માંડ્યો હતો, તેણે એવી દલીલ કરી હતી કે તેણે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં હર્ડ દ્વારા ડેપને ઘરેલું હિંસાનું પ્રતિનિધિત્વ કરતી જાહેર વ્યક્તિ કહીને તેણે બદનામ કર્યો હતો.

જોની ડેપે રજૂ કર્યો પોતાનો પક્ષ :

તે જ સમયે, 36 વર્ષીય અભિનેત્રી હર્ડે 100 મિલિયન ડોલર્સનો દાવો દાખલ કરતા કહ્યું કે ડેપના વકીલે તેના આરોપોને છેતરપિંડી કહીને બદનામ કર્યા છે. તે જ સમયે, ડેપે હર્ડ અથવા કોઈપણ મહિલા સાથે હિંસા કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે અમારા સંબંધોમાં તે પોતે હિંસક બની હતી.

બંનેએ 2015માં લગ્ન કર્યા હતા :

જોકે, જ્યુરીએ ચુકાદો આપ્યો ત્યારે જોની ડેપ કોર્ટરૂમમાં હાજર ન રહ્યા હતા. જ્યારે, એમ્બર હર્ડ હાજર હતા. નિર્ણયની જાહેરાત થયાના થોડા સમય પછી, જોની ડેપે તેના ફેસબુક એકાઉન્ટ પરથી એક નિવેદન પોસ્ટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે કોર્ટ જયુરીએ મને મારી જિંદગી પછી આપી છે. ડેપ અને હર્ડ 2011 માં ફિલ્મ ‘ધ રમ ડાયરી’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ફેબ્રુઆરી 2015 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના લગભગ બે વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

જોની ડેપને મળશે 15 મિલિયન ડોલર્સ :

પત્ની એમ્બર હર્ડ સામે બદનક્ષીનો દાવો જીતનાર અભિનેતા જોની ડેપે તેના મિત્રો સાથે ખાસ ઉજવણીના કરી ડિનર પર 62,000 ડોલર (48.1 લાખ રૂપિયા)થી વધુનો ખર્ચ કર્યો હતો. રવિવારે સાંજે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં સેલિબ્રેશન ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.