No petrol to India from Saudi and Kuwait
- અફવાએ જોર પકડતા અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર લોકોએ વાહનોમાં ઈંધણ પુરાવવા દોટ મૂકી હતી.
અમરેલીના (Amreli) સાવરકુંડલામાં (Savarkundla) પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી (Saudi Arabia and Kuwa) ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.
પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા :
મહત્વનું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને અફવાઓનું બજાર છાશવારે ગરમ રહેતું હોય છે. તેવા સંજોગો વચ્ચે કુવૈતથી ભારતને પેટ્રોલ નહી મળવાની અફવાઓને લઈને સાવરકુંડલાના દરેક પેટ્રોલ પંપ પર લોકો લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહી પેટ્રોલ પુરાવતા નજરે પડ્યા હતા. બીજી તરફ પેટ્રોલ પંપ પર મધરાતે એકસામટો ઘસારો જોવા મળતા પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા હતા.