રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ડાયેટમાં શામેલ કરો આ 5 વસ્તુઓ, આવશે સારી અને ગાઢ નિંદ્રા

Share this story

If you have trouble falling

  • સ્વસ્થ રહેવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો ઊંઘ પૂરી ન થાય તો સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. સારી ઊંઘ માટે આ વસ્તુઓનું કરો સેવન.

આજકાલ લોકો ઉંઘ ન આવવાની (Insomnia) સમસ્યાથી પરેશાન છે. સારી અને ગાઢ નિંદ્રા (Deep sleep) ન આવવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જે લોકોને ઊંઘમાં તકલીફ થાય છે તેમના સ્વભાવમાં ચીડિયાપણું રહે છે.

દિવસભર ઉર્જાનો અભાવ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તેથી સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવશે. જો તમે આ વસ્તુઓનું સેવન સુતા પહેલા કરશો તો ઊંઘની સમસ્યા ઘણી દૂર થઈ જશે.

home remedies Health Tips for good sleep sleeping problems solutions insomnia

સારી ઊંઘ માટે સુતા પહેલા ખાઓ આ વસ્તુઓ  :

દૂધ :
સારી ઊંઘ મેળવવા માટે રાત્રે બેડ પર જતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ. દૂધમાં Tryptophan અને serotonin હોવાના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. જેનાથી સ્ટ્રેસ દૂર થાય છે.

બદામ :
બદામમાં પણ મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી સારી ઊંઘ આવે છે અને મસલ્સમાં થતા સ્ટ્રેસ અને સ્ટ્રેચને ઓછુ કરે છે. બદામ ખાવાથી તમને સારી ઊંઘ મળે છે.

ચેરી :
ચેરીમાં સારા પ્રમાણમાં મેલાટોનિન હોય છે જેનાથી શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવામાં હેલ્પ મળે છે. એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર પહેલા એક મુઠ્ઠી ચેરી ખાધા બાદ ઊંઘ સારી આવે છે. તમે ચેરીનો જ્યુસ પણ પી શકો છો.