HomeInternationalપાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા પર કડક નિયંત્રણો લાગ્યા; પરંતુ આ બધાની વચ્ચે લગ્નના સંબંધો અટક્યા નહીં. પાકિસ્તાનના સિંધ પ્રાંતની ઓછામાં ઓછી 150 સિંધિ હિન્દુ યુવતીઓ ભારત પહોંચી ચૂકી છે, જ્યાં તેમના ભારતીય યુવકો સાથે લગ્ન નક્કી થયા હતા. આ દુલ્હનો માટે ભારત આવવાનો રસ્તો વાઘા-અટારી સરહદ નહીં, પરંતુ ત્રીજા દેશોના હવાઈ માર્ગોમાંથી પસાર થયો.

સિંધના અનેક હિન્દુ સિંધિ પરિવારોના ભારત સાથે વર્ષોથી પારિવારિક સંબંધો છે. ઘણા પરિવારોના સગાં ભારતના નાગપુર, રાયપુર, જોધપુર, અમદાવાદ, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં રહે છે. તેથી ભારત ખાતે લગ્ન માટે સંબંધો નક્કી થવા નવી બાબત નથી.

પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની અવરજવર પર ભારે નિયંત્રણ આવ્યું અને વાઘા-અટારી માર્ગ બંધ થયો હતો. પરિણામે ભારત સાથે સગાઈ થયેલી અનેક પાકિસ્તાની યુવતીઓના લગ્ન અટકી ગયા હતા. અહેવાલો મુજબ આવી ઓછામાં ઓછી 150 યુવતીઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.

સિંધિ સમુદાયના નેતાઓએ આ મુદ્દો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી ખાસ કિસ્સાઓમાં વીઝાની મંજૂરી આપવામાં આવી હતી. શરત એ હતી કે પાકિસ્તાનથી ભારત જમીની માર્ગે નહીં, પરંતુ હવાઈ માર્ગે આવવું પડશે. આ કારણે દુલ્હનો દુબઈ, મસ્કત, શ્રીલંકા, બાંગ્લાદેશ, કોલંબો અને અન્ય ટ્રાન્ઝિટ રૂટ મારફતે ભારત પહોંચી હતી.

હાલમાં આશરે 300 વધુ પાકિસ્તાની સિંધિ યુવતીઓ વીઝાની રાહ જોઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે 150 દુલ્હનોનું ભારત આગમન માત્ર લગ્નની ઘટના નથી, પરંતુ લાંબા સમયથી અટવાયેલા સરહદપાર પારિવારિક સંબંધોને ફરી રસ્તો મળ્યાનો સંકેત પણ છે.

Subscribe

Latest stories

spot_img