HomeInternationalનેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

Date:

Related stories

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...
spot_img

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ સમયમાં ભારે તબાહી મચાવી દીધી હતી. તિબેટ તરફથી આવેલા પૂરના જોરદાર પ્રવાહે રાસુવા વિસ્તારમાં રસ્તા, વસાહતો અને અન્ય માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે નેપાળ ટૂરિઝમ બોર્ડની પ્રાથમિક માહિતી મુજબ 105 ભારતીયો સહિત 291 વિદેશી નાગરિકો અને કુલ 93 નેપાળી મુસાફરો સંપર્કવિહોણા છે. આ આંકડા હજુ ચકાસણી હેઠળ છે.

પૂર ભોટે કોસી નદીમાં લગભગ સવારે 8:30થી 9 વાગ્યાની આસપાસ તિબેટ તરફથી આવ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. રાસુવાના ટિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પૂરના કારણે રસ્તા અને પુલ તૂટી ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારો સાથેનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સંપર્કવિહોણા પ્રવાસીઓની સંખ્યા પ્રાથમિક અહેવાલો અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. બોર્ડ પ્રવાસી પોલીસ, સ્થાનિક પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ અને ટ્રાવેલ ઓપરેટરો સાથે મળીને લોકોનું વાસ્તવિક સ્ટેટસ ચકાસી રહ્યું છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 8 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલો છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે. નેપાળ આર્મીએ હેલિકોપ્ટર અને રાહત ટીમો તૈનાત કરી છે. અહેવાલ મુજબ પૂરના કારણે આશરે 430 મેગાવોટની હાઇડ્રોપાવર ક્ષમતા પણ અસરગ્રસ્ત થઈ છે.

નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે જતા ઘણા ભારતીય યાત્રીઓ પણ આ વિસ્તારથી પસાર થતા હતા. તેથી પરિવારજનોમાં ચિંતા વધી છે અને લાપતા યાત્રીઓનો સંપર્ક સ્થાપિત કરવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img