HomeInternationalVIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

Date:

Related stories

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...
spot_img

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી દીધું છે. રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડથી તિમુરે અને સ્યાબ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. ઘરો, વાહનો, પુલો, રસ્તાઓ અને અન્ય માળખાંને નુકસાન થયું છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 8 લોકોનાં મોત થયા છે, જોકે નેપાળના અધિકારીઓએ અંતિમ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ હજુ કરી નથી.

નેપાળના કાઠમંડુ પોસ્ટ અનુસાર, તિમુરે વિસ્તારમાં ફરજ પર રહેલા 9 સશસ્ત્ર પોલીસ દળના જવાનો ગુમ થયા છે. પૂર બાદ તિમુરેનું એરિયા પોલીસ કાર્યાલય, સ્યાબ્રુબેસી અને રસુવાગઢી પોલીસ પોસ્ટને પણ નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ માટે નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે.

પૂરનું પાણી તિબેટ તરફથી ભોટે કોશી નદીમાં પ્રવેશ્યું હોવાનું અધિકારીઓનું કહેવું છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે “ગ્લેશિયર ફાટવાથી પૂર આવ્યું” એવી વાતની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પૂરનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસુવામાં ભારે વરસાદને બદલે તિબેટ તરફ નોંધાયેલા વરસાદની અસર હોઈ શકે છે.

આ કુદરતી આફતે નેપાળના વીજ ક્ષેત્રને પણ મોટો ફટકો આપ્યો છે. રોઇટર્સ મુજબ 15 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત થયા છે અને અંદાજે 430 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા જોખમમાં આવી છે. ઉપરાંત, બેટ્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો લગભગ 42 કિલોમીટરનો માર્ગ અનેક સ્થળે ધોવાઈ ગયો છે અને ઘણા પુલો તૂટી ગયા છે.

પૂરનું પાણી હવે નીચેના વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા હોવાથી પ્રશાસને ત્રિશૂલી નદીના કાંઠે રહેતા લોકોને તાત્કાલિક સાવચેત રહેવા અને જરૂર પડે તો ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી છે. બચાવ અને નુકસાનનું આકલન હજુ ચાલુ છે.

Subscribe

Latest stories

spot_img