HomeInternationalVideo દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું, પરંતુ હોસ્પિટલની નર્સરીમાં લાગેલી આગે અનેક પરિવારોનું આ સપનું ક્ષણોમાં છીનવી લીધું. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે સવારે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS)ની ગાયનેકોલોજી વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં 14 નવજાત બાળકોનાં મોત થયા હતા, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આગ સવારે લગભગ 6:45થી 7 વાગ્યાની વચ્ચે મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના ત્રીજા માળે આવેલી નર્સરીમાં લાગી હતી. હોસ્પિટલમાં તે સમયે નવજાત બાળકો દાખલ હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ એસી યુનિટના કૉમ્પ્રેસરમાં વિસ્ફોટ અથવા શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે અંતિમ કારણની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે.

ઘટનાની જાણ થતાં જ 6 ફાયર બ્રિગેડ વાહનો અને 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારમાં કૂલિંગ કામગીરી હાથ ધરી હતી.

આ કરુણ ઘટનાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ઇસ્લામાબાદ પ્રશાસને તપાસ માટે બહુ-એજન્સી સમિતિ રચી છે, જે આગનું કારણ, હોસ્પિટલની ફાયર સેફ્ટી વ્યવસ્થા અને બચાવ કામગીરીમાં કોઈ બેદરકારી થઈ કે નહીં તેની તપાસ કરશે.

Subscribe

Latest stories