Home Blog Page 1419

14 જૂન 2022, રાશિફળ : દેવાધિ દેવ મહાદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપાવર્ષા, સોમવાર રેહશે શુભદાયી

June 14, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

HDFC હોમ લોન એક મહિનામાં 0.90 ટકા મોંઘી, જાણો તમારો હપ્તો કેટલો વધ્યો

0

HDFC Home Loans 0.90 Percent

  • જો તમે પણ HDFC લિમિટેડ પાસેથી તમારી હોમ લોન લીધી છે, તો આ સમાચાર તમારા કામના છે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન લેનાર છે. છેલ્લા એક મહિનામાં વ્યાજદરમાં 90 પૈસાનો વધારો કર્યો છે.

HDFC હોમ લોન : જો તમે પણ HDFC લિમિટેડ (HDFC Ltd.) પાસેથી તમારી હોમ લોન લીધી છે, તો આ સમાચાર તમારા કામના છે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન (Home loan) લેનાર છે. છેલ્લા એક મહિનામાં વ્યાજદરમાં 90 પૈસાનો વધારો કર્યો છે. આની સીધી અસર તમારા EMI પર પડી રહી છે.

RPLR 10 જૂનથી 0.50 ટકા વધ્યો :

HDFC તરફથી વ્યાજ દરમાં આ વધારો RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એચડીએફસીએ 10 જૂનથી રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ 0.50 ટકા વધારવા માટે શેરબજારને જાણ કરી હતી. છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત છે જ્યારે HDFC લિ. હોમ લોનના દરમાં વધારો કર્યો છે.

એક મહિનામાં ચાર વખત વધારો :

અગાઉ HDFC દ્વારા 2 મે, 9 મે અને 1 જૂનના રોજ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા પછી, તમારા લોન લેનારાઓએ પહેલા કરતા વધુ EMI ચૂકવવા પડશે. અહીં અમે તમને જણાવીશું કે 20 અને 30 વર્ષની લોનની મુદતમાં તમારું e-MI કેટલું વધશે.

ઉદાહરણ તરીકે, જો બેંક વ્યાજ દરમાં વધારો કરતા પહેલા તમારી પાસેથી 6.8 ટકા વ્યાજ વસૂલતી હોય, તો હવે તે વધીને 7.7 થઈ જશે. આવી સ્થિતિમાં, તમને ખબર પડશે કે તમે પહેલા કેટલી EMI ચૂકવતા હતા, હવે તમારે આ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?

20 લાખની લોન પર EMI :

આ પહેલાં :

રૂ. 15,267 રૂ. 16,357 (20 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1090 નો વધારો)

રૂ. 13,039 રૂ. 14,259 (30 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1220 નો વધારો)

30 લાખની લોન પર EMI :

આ પહેલાં :

રૂ 22,900 રૂ 24,536 (20 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1636 નો વધારો)

રૂ. 19,558 રૂ. 21,389 (30 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI રૂ. 1831 વધી)

ગોરી ત્વચા માટે ઈશાને 9 હજારનું ઈન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવી હતી

Isha was advised

અભિનેત્રી ઈશા ગુપ્તાએ (Actress Isha Gupta) વર્ષ 2012માં ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’ (Paradise 2)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ ઈશા પ્રકાશ ઝાની હિટ સિરીઝ ‘આશ્રમ 3‘માં જોવા મળી છે. ઈશા આ સિરીઝમાં ‘સોનિયા’ (Sonia)નું પાત્ર ભજવીને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણી લાંબી મજલ કાપી હોવા છતાં તેણીને તેની પ્રતિભા દર્શાવવાની તક ભાગ્યે જ મળી છે. કરિયરની શરૂઆતમાં ઈશા બોડી શેમેડનો શિકાર બની હતી. એટલું જ નહીં, તેને નાક પર કામ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. ઈશાને ગોરી ત્વચા માટે 9 હજાર રૂપિયાનું ઈન્જેક્શન (Injection) લેવાની પણ સલાહ આપવામાં આવી હતી.

ઈશા ગુપ્તાએ તાજેતરમાં જ દૈનિક પ્રભાત સમાચાર સાથેના તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મારી કારકિર્દીની શરૂઆતમાં મને મારા નાકને શાર્પ કરવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે મારું નાક ગોળ છે.

ઘણા વર્ષો પહેલા, લોકોએ મને ગોરી ત્વચા માટે ઇન્જેક્શન લેવાની સલાહ પણ આપી હતી. હું પણ થોડીવાર માટે ભ્રમિત થઈ ગઈ હતી. મેં પૂછપરછ કરી તો ખબર પડી કે આવા એક ઈન્જેક્શનની કિંમત 9 હજાર રૂપિયા છે. હું તેનું નામ નહીં લઈશ પણ તમને અમારી ઘણી બધી અભિનેત્રીઓ ગોરી ત્વચાવાળી જોવા મળશે.

ઈશા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, અભિનેત્રીઓ પર સુંદર દેખાવાનું ઘણું દબાણ હોય છે. આવી સ્થિતિમાં, તે ક્યારેય ઈચ્છશે નહીં કે તેની પુત્રી અભિનેત્રી બને કારણ કે, તે નથી ઈચ્છતી નાની ઉંમરથી જ સુંદર દેખાવાના દબાણનો સામનો કરે. ઈશાએ એમ પણ કહ્યું કે જો તેની પુત્રી શોબિઝ પ્રોફેશનમાં જોડાવા માંગે છે, તો તે એક સાદી અને વાસ્તવિક વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવી શકશે નહીં.

Solar AC System : ઘર કે ઓફિસમાં લગાવો આવું AC, બિલની ચિંતા વિના બિંદાસ્ત ખાવ ઠંડી હવા

Solar AC System: Install at home or office

  • ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તો લગાવો સોલાર AC અને મોટા ઈલેક્ટ્રિક બિલથી મેળવો રાહત.

ઉનાળામાં (Summer) લોકો ગરમીથી લોકો એટલા ત્રાહિમામ પોકારી જાય છે કે આખરે તેઓ ઘરે AC અથવા કુલર લગાવી લે છે. ઈલેક્ટ્રિક બિલ (Electric bill) વધુ આવતું હોવાથી અને કિંમત પણ વધુ હોવાને કારણે ઘણા લોકો AC નથી ખરીદતા. જે લોકોના ઘરે પહેલા AC ન હતું તેમના ઘરે સામાન્ય રીતે 1500-2000 બિલ આવતું. પરંતુ AC લગાવ્યા બાદ તેમનું બિલ 3000-5000 વચ્ચે આવી શકે છે. જો કે બિલની જંજટને દૂર કરવા માર્કેટમાં સોલાર AC આવ્યા છે. જી હા, હવે લોકો વધારે બિલની ફરિયાદ નહીં કરે.

હાલ બજારમાં સોલાર AC ઉપલબ્ધ છે. આ પ્રકારના ACનો ઉપયોગ કરીને લોકો પોતાના ઈલેક્ટ્રિક બિલના ખર્ચથી બચી શકે છે. જો કે આવા AC માટે થોડી રિસર્ચ અને સામાન્ય AC કરતા વધારે રૂપિયા ખર્ચવા પડશે. આવો જાણીએ કેટલાક પ્રોડક્ટ્સ વિશે માહિતી.

શું છે સોલાર AC ?

સોલાર એસી પણ સામાન્ય એસી જેવું જ હોય છે. તેનો ઉપયોગ સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશથી કરી શકાય. આ માટે સોલાર પેનલનો ઉપયોગ કરવો પડશે. સોલાર પેનલથી પેદા થતી ઉર્જાની મદદથી AC તમારા ઘરને ઠંડુ રાખશે. જ્યાં તમે માત્ર વીજળી સાથે કન્વર્ટિબલ એર કંડિશનરનો ઉપયોગ કરી શકો છો. તે જ સમયે, તમને સોલર એસી માટે વધુ વિકલ્પો મળે છે.

સોલર ACની કિંમત કેટલી ?

બજારમાં સોલાર એસી સંબંધિત અમુક જ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ પર કેટલાક સંશોધનમાં કેટલીક વેબસાઇટ્સ મળી આવી છે. આ વેબસાઇટ્સ પર તમને સોલાર એસી વિશે માહિતી મળે છે. અન્ય ACની જેમ સોલાર ACની કિંમત પણ તેની ક્ષમતા પર નિર્ભર કરે છે.

સરેરાશ ક્ષમતાવાળા સોલાર AC માટે તમારે 99,000 રૂપિયા ખર્ચવા પડશે. કેનબ્રુક સોલારની વેબસાઈટ અનુસાર, એક ટનની ક્ષમતાવાળા સોલાર ACની કિંમત 99,000 હશે. બીજી તરફ, 1.5 ટનની ક્ષમતાવાળા AC માટે તમારે 1.39 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. આ પ્રકારના AC ખરીદતા પહેલા તમારે થોડું સંશોધન કરવું જોઈએ.

વર્ષોના પ્રેમ પ્રકરણનો આવ્યો અંત ! પરપુરુષની ચાહનામાં પત્ની જ બની પતિનું મોતનું કારણ

The love affair of years has come to an end

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઇ રહી છે. એવામાં વધુ એક કરુણ હત્યાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દાહોદ(Dahod) તાલુકાના કઠલા(Kathala) ગામની યુવતિનાં 4 માસ પહેલાં જ જેની સાથે લગ્ન થયા હતા, તે પતિની યુવતીએ પ્રેમી સાથે મળી 30 હજાર રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી હતી. આ હત્યામાં કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોના નામ ખુલ્યા છે.

મેઘનગરથી કઠલા આવતાં પતિનું લોકેશન મેળવીને યુવતિએ જ હત્યારાઓને આપ્યા બાદ અપહરણ કરીને ગળેટુંપો દઇને લાશ જંગલમાં ફેંકી દેવાઇ હતી. ઝાબુઆ પોલીસે હાલ યુવતિ અને તેના પ્રેમીની ધરપકડ કરીને ફરાર ત્રણ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે, દાહોદ તાલુકાના કઠલા ગામની રહેવાસી આરતીના લગ્ન જાન્યુઆરી માસમાં મધ્ય પ્રદેશના મેઘનગર ગામના લકી પંચાલ સાથે થયા હતાં. આ પહેલા આરતીને કઠલા ગામના જ 22 વર્ષિય રોહિત ભારત રાજપુર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સબંધ હતો. લગ્ન બાદ રોહિત અને આરતી વચ્ચેનો સંપર્ક તુટી ગયો હતો પરંતુ દોઢ મહિના પહેલાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થતાં બંનેએ એક બીજા સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ, પરંતુ લકી તેમાં અડચણરૂપ હતો.

તેથી અડચણરૂપ બની રહેલા પતિને વચ્ચેથી હટાવવા માટે આરતી અને રોહિતે કાવતરું ઘડ્યું હતું. જેમાં કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને લકીને મારી નાખવા માટે 30 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ સમયે કઠલા આવેલી આરતીને તેડવા માટે લકી 31 મેના રોજ આવવાનો હતો તે દરમિયાન જ તેની હત્યાનું કાવતરૂ ઘડી કઢાયુ હતું.

પરંતુ કોઈ કારણોસર તે ન આવી શકતા 4 જુનના રોજ સાંજના પાંચ વાગ્યે તે કઠલા આવવા નીકળ્યો હતો. ત્યારે આરતી વારંવાર ફોન કરીને તેણે ઝાબુઆ છોડ્યુ કે નહીં તેની પુછપરછ કરીને લોકેશન મેળવવામાં જોતરાઇ હતી. બાઇક ઉપર આવતાં લકીએ ઝાબુઆ છોડ્યા બાદ કારમાં સવાર બચુ, પપ્પુ અને રણજીતે તકનો લાભ લઇને તેનું અપહરણ કરી લીધુ હતું. ત્યાર બાદ ગળે ટુંપો દઇને હત્યા કરીને મૃતદેહ પીપલોદાબડા ગામમાં રોડથી 150 મીટર અંદર જંગલમાં નાખી દીધો હતો.

હાલ પોલીસ દ્વારા આરતી અને રોહિતની ધરપકડ કરી લેવાઇ છે. તેમજ આ ત્રણે યુવકો હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે. શોધખોળ દરમિયાન લકીનો મૃતદેહ મળ્યા બાદ તેની આંખ ઉપર બાંધેલી પટ્ટી અને ગળે ટુંપો આપેલો ગમછો ઘટના સ્થળેથી મળ્યો હતો. પોલીસે પ્રથમ ઘરના નોકરની પુછપરછ કરી હતી પણ કોઇ કડી મળી ન હતી. આરતીની પુછપરછમાં તેની પર થોડી શંકા ગઇ હતી. પ્રેમ સબંધ વાળી વાત જાણવા મળતાં પોલીસને વધુ શંકા ગઈ હતી. તપાસના અંતે બંને ભાગી પડતાં તેમણે જ સોપારી આપીને લકીની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPનો મોટો પ્લાન, કર્યું એવું એલાન કે …

0

AAP’s big plan before assembly

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ મોટો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આગામી 15 જૂનથી રાજ્યમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. ત્યારે હવે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ આંદોલનને (Thus the Aadmi Party movement) લઇને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં વીજળીને લઈને આમ આદમી પાર્ટી આંદોલન કરશે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) જણાવ્યું કે, ‘ગુજરાતમાં 15 જૂનથી વીજળી આંદોલન શરૂ કરાશે. ગુજરાતમાં મોંઘી વીજળીને લઇને આંદોલન શરૂ કરાશે.’

ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ : ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. BJP જેટલી પણ વખત જનતાનો વોટ મેળવે છે તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.’

16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે : ગોપાલ ઇટાલિયા

વધુમાં જણાવ્યું કે, ‘વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે, સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે. એટલાં માટે આવનારી 15 તારીખથી તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડિસ્ટ્રિક્ટના જે નેતા હશે તેઓ મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે. આ સાથે 16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે. જેમાં અમે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડીશું. જેમાં રેલી થશે, પદયાત્રા થશે, મસાલ યાત્રા થશે.’

અમદાવાદીઓ હવે માસ્ક વિના બહાર ના નીકળતા નહીં તો, AMC કરશે દંડનીય કાર્યવાહી

AMC will take punitive action

  • અમદાવાદમાં આજથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે AMC દંડની કાર્યવાહી કરશે.

અમદાવાદ (Ahmedabad) શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Department of Health and Department of Solid Waste Management) દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 81 કેસ નોંધાયા :

સમગ્ર દેશ અને રાજ્ય (ગુજરાત) માં ધીરે-ધીરે હવે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા હતાં. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 81 જેટલાં કેસ નોંધાયા હતાં. ત્યારે હવેથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર માસ્ક પહરેવું ફરજિયાત કરાયું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેઓને AMCની ટીમ દંડ ફટકારશે.

જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે :

તમને જણાવી દઇએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરાશે. જેથી હવે ફરીવાર લોકોએ માસ્ક પહેરવું પડશે. જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે’ : આરોગ્ય વિભાગના વડા :

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અલગ-અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવાર (આજ) થી કરવામાં આવશે. જેની માટે અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર લાગશે તો આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાશે.’

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતની ડ્રગ્સ કેસમાં ધરપકડ, બેંગલોરની હોટલમાં પાર્ટી પર પોલીસે કરી હતી રેડ 

Actress Shraddha Kapoor’s brother Siddhant’s

  • બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીનો ભાઈ અને મિત્રો બેંગલોરની એક હોટલમાં પાર્ટી કરતાં હતા અને પોલીસે રેડ પાડી

બૉલીવુડ અભિનેત્રી (Bollywood actress) શ્રદ્ધા કપૂરના (Shraddha Kapoor) ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ (Drug test) કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બૉલીવુડની દુનિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના પીઢ એક્ટર શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ હોવાથી તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

બેંગલોરની હોટેલમાં થઈ હતી પાર્ટી :

બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં સિદ્ધાંત કપૂર સહિતના લોકો પાર્ટી કરી રહ્યા હતા. જ્યાં પોલીસ રેડ કરી તમામના ડ્રગ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પોલીસે તમામની ધરપકડ કરી છે.

કોણ છે સિદ્ધાંત કપૂર ? 

સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફ્લોપ રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી.

શ્રદ્ધા કપૂર સાથે પણ ફિલ્મ કરી છે સિદ્ધાંત કપૂરે ? 

સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્મની હાલત પણ તેની અન્ય ફિલ્મોની જેમ ફ્લોપ રહી હતી.

શ્રદ્ધા કપૂરનું નામ પણ અગાઉ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું :

તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રધ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે, તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગઈ હતી. જોકે પૂછપરછ દરમ્યાન અભિનેત્રીએ NCBને જણાવ્યું હતું કે, તે પાર્ટીમાં ગઈ હતી પરંતુ તેણે ડ્રગ્સ લીધું ન હતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ છિછોરે કરી હતી.

સપ્તાહનો પહેલો જ દિવસ કેમ બન્યો કાળો સોમવાર ? માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે કેમ તળિયે બેસી ગયો રૂપિયો.

Why Black Monday became the first

  • સપ્તાહના પહેલાં જ દિવસે માર્કેટની તબીયત લથડતી જોવા મળી રહી છે. મજામાં રહેવાને બદલે માર્કેટ અને રોકાણકારો બન્નેની હાલત હાલ તો ખરાબ થઈ ગઈ છે. શું છે તેના કારણો અને શું છે નિષ્ણાતોનું મત એ પણ વિગતવાર જાણો…

વૈશ્વિક માર્કેટમાં (Global market) થઈ રહેલાં ઘટાડાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. એજ કારણ છેકે, સપ્તાહના પહેલાં જ દિવસે 1100 અંક ગગડીને ખૂલ્યો સેન્સેક્સ. અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં (Last trading session) ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ 53,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો (Mumbai Stock Exchange) ઈન્ડેક્સ સેન્સેક્સ 1356 અને નિફ્ટી 373 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો :

વૈશ્વિક શેરમાર્કેટમાં નબળી સ્થિતિની સીધી અસર ઈન્ડિયન સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જેને કારણે ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, એવું પહેલી જ વાર બન્યુ છેકે, ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 34 પૈસા ઘટીને 78.18 રૂપિયા પર પહોંચી ગયો છે. વાસ્તવમાં, વિદેશી રોકાણકારોની વેચવાલી અને યુએસમાં ફુગાવાના આંકડામાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો થયો હોવાનું તારણ નિષ્ણાતો આપી રહ્યાં છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાની અસર :

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં વધારો અને શેરબજારોમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. 78.26 પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો 74.62 રૂપિયા પર હતો જે 10 જૂન 2022ના રોજ ઘટીને 77.82 રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે.

ઉલ્લેખનીય છેકે, શુક્રવારે ડાઉન 880 પોઈન્ટ અથવા 2.7 ટકા ઘટ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 2.9 ટકા અને નાસ્ડેક 3.5 ટકા ડાઉન હતો. છેલ્લા સંપૂર્ણ સપ્તાહની વાત કરીએ તો, ડાઉ અને એસએન્ડપી 500 4.6 ટકા અને 5.1 ટકા ડાઉન હતા. જ્યારે નાસ્ડેકમાં 5.6 ટકાની નબળાઈ હતી. શુક્રવારે ફુગાવાના આંકડાએ યુએસમાં મૂડ બગાડ્યો હતો. રોકાણકારોએ આર્થિક મંદીના ડરથી વેચાણ કર્યું હતું. યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગયા મહિને વાર્ષિક ધોરણે 8.6 ટકા વધ્યો હતો. ડિસેમ્બર 1981 પછી ફુગાવામાં આ સૌથી મોટો વધારો છે.

બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક છે, જ્યારે અમેરિકન ક્રૂડ પણ પ્રતિ બેરલ 118 ડોલર પર છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની ઉપજ 3.199 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લગભગ 2 ટકા અને નિક્કી 225 2.64 ટકાની નબળાઈ દર્શાવે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.95 ટકા અને હેંગ સેંગ 2.68 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડ 2.36 ટકા, કોસ્પીમાં પણ 2.77 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 1.05 ટકા નબળો પડ્યો છે.

IND vs SA : આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક ન મળવા પર ઉઠી રહ્યા છે સવાલ, ભારતને બીજી હારનો સામનો કરવો પડ્યો 

0

This player is not getting a chance

  • IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને સતત બીજી હાર મળી છે.

IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ (South Africa) બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને (India) સતત બીજી હાર મળી છે. દક્ષિણ આફ્રિકાએ હવે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારત પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ શરમજનક હાર માટે ટીમ ઈન્ડિયાની નબળી ટીમ સિલેક્શનને (Poor team selection) જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

ઉમરાન મલિકને પ્લેઇંગ 11માં તક મળી ન હતી :

ભારતના સૌથી ઝડપી બોલર ઉમરાન મલિકને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ અને બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી જે ખૂબ જ ખોટો અને આશ્ચર્યજનક નિર્ણય હતો. ઉમરાન મલિકને તક ન આપીને ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

150 KMPHની ઝડપે સતત બોલિંગ કરવામાં સક્ષમ  :

સિરીઝની શરૂઆત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમરાન મલિકની વાત કરીએ તો તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત બોલિંગ કરવામાં માહેર છે.

IPL 2022માં 22 વિકેટ :

ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ચાર અને એકવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. IPLની 15મી સિઝનમાં તેની શાનદાર બોલિંગને જોઈને દરેક તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે ઉમરાનને તક ન મળી તો ફેન્સ નિરાશ થઈ ગયા.