Home Blog Page 1415

ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનું અને 3 લાખ રૂપિયા હારી જતા પરિણીતા ભર્યું આ પગલું , જાણી ચોંકી જશો 

0

lost in online gaming.

આજકાલ ઓનલાઈન જુગારનો (Online gambling) તાવ લોકોના માથે જઈ બેસી ગયો છે. કેટલાક લોકોને લાગે છે કે આ ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની સહેલી રીત છે, પરંતુ આમાં ઘણું જોખમ પણ હોય છે. જુગારમાં દરેકવાર જીતવું એ શક્ય નથી. હારવા પર ખેલાડી એ વિચારીને શરત લગાવતો રહે છે કે કદાચ તેને આગલી વખતે જીત મળશે.

ચેન્નઈમાં (Chennai) પણ આવી જ રીતે એક પરિણીત મહિલાએ (Married woman) ઓનલાઇન રમીમાં 7.5 લાખ રુપિયાનું સોનુ અને 3 લાખ રુપિયા દાવ પર લગાવી દીધા, અને હારી ગઈ હતી. આ પૈસા એણે તેની બહેનો પાસેથી ઉધારીમા લીધા હતા. આ વાત સહન ના થતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

29 વર્ષની આ મહિલાનું નામ ભવાની હતું.તે મનાલી ન્યૂ ટાઉન માં રહેતી હતી. મેથ્સ સાથે B.sc પાસ કર્યું હતું. બાકિયારાજ સાથે 2016માં તેના લગ્ન થયા હતા. બંનેના 3 અને 1 વર્ષના 2 બાળકો છે. પતિ બાકીયારાજ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. ભવાની પણ કંદાંચવડીમાં એક પ્રાઇવેટ હેલ્થકૅયર કંપનીમાં કામ કરતી હતી. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને પોલીસે કહ્યું કે ભવાનીએ કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઇન જુગાર રમવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તેણે થોડા પૈસાનું રોકાણ કર્યુ નફો થતા ધીમે ધીમે ભવાનીને આની લત લાગી ગઈ હતી.

ઝડપથી પૈસા આવતા જોઈ ઓનલાઇન રમીમાં વધારે પૈસાનું રોકાણ કરવા લાગી. ધીમે ધીમે ભવાની આ રમતમાં હારવા લાગી અને આ રીતે એ લાખો રુપિયા હારી ગઈ. પરિવાર અને સગાસંબંધીઓના ના કહેવા પર પણ તે માનતી ના હતી. બધાથી છુપાવીને પણ તે ઓનલાઇન રમી રમતી હતી. ભવાનીને આશા હતી કે એક દિવસ તે મોટી રકમ જીતી જશે.

પોલીસના અનુસાર થોડા સમય પહેલા ભવાનીએ તેના 20 સૉવરેન સોનાના દાગીના દાવ પર લગાવી દીધાં હતાં પરંતુ, હારી ગઈ. તેણે તેની બહેનો પાસેથી દોઢ-દોઢ લાખ રુપિયા ઉધાર લીધા અને કહ્યું કે હારેલા દાગીના પાછી લઇ આવશે. પરંતુ, તે આ પૈસા પણ હારી ગઈ હતી.

દેવું વધતા તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. ચાર દિવસ પહેલા ભવાનીએ તેની એક બહેનને કહ્યું હતું કે ઓનલાઇન રમીમાં તે બધા જ પૈસા હારી ગઈ છે. રવિવારની રાતે તેણે પરિવાર માટે જમવાનું બનાવ્યા બાદ લગભગ 8:30 વાગ્યે ન્હાવા જવાનું કહી બાથરુમમાં જતી રહી હતી. જયારે વધારે સમય થઇ જતા તે બહાર ના આવી તો પરિવારના લોકોએ દરવાજો તોડી અંદર જોયું તો ભવાની ફાંસીએ લટકી ગઈ હતી.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઇન રમીનું ચલણ વધ્યું છે અને એ કરોડો રુપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. પરંતુ,એના ચક્કરમાં ડૂબીને બરબાદ થતા પરિવારોને જોતા કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, અસમ અને તમિલનાડુ જેવા કેટલાય રાજ્યો સમય સમય પર આની ઉપર રોક લગાવી ચુક્યા છે. પરંતુ, કેટલાક
કેસોમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીએ અદાલત પાસેથી રાહત મેળવી લીધી છે. હવે રાજસ્થાન સરકારે પણ ઓનલાઇન ગેમિંગ પર રોક લગાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

100 રૂપિયાનો જબરદસ્ત પ્લાન, 10GB ડેટા સાથે 30 દિવસ સુધી ફિલ્મ અને વેબ સિરીઝ ફ્રી

0

Great Rs 100 plan movie

  • વોડાફોન-આઈડિયાએ 100 રૂપિયાનો 4જી ડેટા એન-ઓન પેક લોન્ચ કર્યો છે. આ પેક પોસ્ટપેડ યૂઝર્સ માટે છે. તેમાં કંપની 10જીબી ડેટાની સાથે 30 દિવસ માટે ઓટીટી એપ સોની લિવનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે.

ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સ (Vodafone-Idea users) માટે ખુશખબરી લાવ્યું છે. કંપનીએ 100 રૂપિયાનો એક જબરદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો આ લેટેસ્ટ પ્લાન એક 4G ડેટા એડ-ઓન પેક છે અને તેને પોસ્ટપેડ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની 30 દિવસ માટે Sony LIV TV & Mobile એપની મેમ્બરશિપ (Membership) આપી રહી છે. એટલું જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને બિલ સાઇકલ પ્રમાણે 10જીબી ડેટા પણ મળશે. આ એડ ઓન પ્લાનને સબ્સક્રાઇબ કરાવવા પર યૂઝર્સના આગામી બિલમાં 100 રૂપિયા એડ થઈ જશે.

સોની લિવનું અલગથી સબ્સક્રિપ્શન લેવા પર તમારે 299 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તેવામાં પૈસા બચાવવા માટે વોડાફોન-આઈડિયાના પોસ્ટપેડ યૂઝર્સ માટે આવેલો આ 4જી એડ-ઓન પ્લાન ખુબ શાનદાર છે. સોની લિવ એપમાં તમે લાઇવ ક્રિકેટની સાથે ઘણી સુપરહિટ ફિલ્મ અને વેબ સિરીઝની મજા માણી શકો છો.

વોડાફોનના સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાન :

વોડાફોન-આઈડિયા યૂઝર્સને પોસ્ટપેડ પ્લાન્સની એક લાંબુ લિસ્ટ ઓફર કરે છે. તેમાં યૂઝર્સ માટે સસ્તો પ્લાન 399 રૂપિયા અને 499 રૂપિયાનો છે. 399 રૂપિયાના પ્લાનમાં કંપની ઈન્ટરનેટ માટે 40જીબી ડેટા આપી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનને જો તમે ઓનલાઇન સબ્સક્રાઇબ કરો છો તો તમને 150જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે તે પણ ફ્રીમાં. 200 જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટવાળા પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. આ પ્લાનમાં ઝી5 પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં કંપની 200જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટની સાથે 75જીબી મંથલી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારની સાથે ઝી5 પ્રીમિયમનું પણ સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે.

ચોમાસું / ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે ?

0

Light to heavy rain forecast

  • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં (Gujarat) હવે ચોમાસાએ એન્ટ્રી મારી દેતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી (Patramani) કરી દીધી છે. ત્યારે છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. જેમાં આજ રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસશે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો :

બીજી બાજુ તમને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેમદાવાદમાં 3 ઈંચ, માણાવદરમાં પોણઆ 3 ઈંચ વરસાદ, તલાલામાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1.5 ઈંચ, ખેડામાં સવા ઈંચ વરસાદ, વડગામમાં 1 ઈંચ, વંથલીમાં 1 ઈંચ વરસાદ તો કાલાવડમાં 1 ઈંચ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન :

વધુમાં જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચોમાસાની ઋતુમાં જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ, દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હતો. રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું હતું.

 

બિહારમાં મારમારી  / અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા યુવાનો, બક્સરમાં ટ્રેન પર કર્યો પથ્થરમારો

0

Youths take to the streets

  • સેનામાં ભરતી માટે મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે.

સેનામાં ભરતી માટે મોદી સરકારની (Modi government) અગ્નિપથ યોજનાને (Agneepath Yojana) લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો (Stoned on the train) કર્યો છે. તો વળી મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) પણ રસ્તા પર હોબાળાની વિગતો મળી રહી છે. કેટલીય જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો સવારે લગભગ 9 વાગે મોટી સંખ્યામાં યુવાનો બક્સર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને ટ્રેક પર હોબાળો મચાવવા લાગ્યા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ ભારે નારાજગી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે શતાબ્દી એક્સપ્રેસ લગભગ એક કલાક મોડી પડી હતી.

આ દરમિયાન અમુક યુવાનોએ પટના જઈ રહેલી પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં આરપીએફ રેલ્વે ટ્રેક ખાલી કરાવી રહ્યા છે. જીઆરપીએ પણ ઘટનાસ્થળે મોર્ચો સંભાળી રાખ્યો છે. નારાજ વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારની આ યોજના ખોટી છે. જેમાં ચાર વર્ષમાં નિવૃતિ આપી દેવામાં આવશે, તો પછી આગળ શું થશે ?

હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાં જ ટીમમાં એન્ટ્રી થઈ આ ખતરનાક બેટ્સમેન, આયર્લેન્ડના બોલરોમાં ડર !

0

As soon as Hardik Pandya became

  • ટીમ ઈન્ડિયા : આયર્લેન્ડ પ્રવાસ પર પસંદગીકારોએ એક સ્ટાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. આ ખેલાડી પોતાના દમ પર વિરોધી ટીમને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ આ ખેલાડીને ટીમમાં તક મળી.

પસંદગીકારોએ આયર્લેન્ડ (Ireland) સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાના (Hardik Pandya) કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડી આવી ગયો છે. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 2 T20 મેચોની શ્રેણી રમવાની છે.

આ ખેલાડીની વાપસી :

સૂર્યકુમાર યાદવ આયર્લેન્ડ પ્રવાસ માટે પરત ફર્યો છે. સૂર્યકુમાર યાદવ IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ છે. શ્રેયસ અય્યરને આયર્લેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. સૂર્યકુમાર હંમેશા મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત રહ્યો છે. સૂર્યકુમાર યાદવની વાપસીથી ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર મજબૂત થયો છે.

ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે :

સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે 14 T20 મેચમાં 351 રન અને 7 ODIમાં 267 રન બનાવ્યા છે. તે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ સાબિત થાય છે. સૂર્યકુમાર યાદવ ઇનિંગ્સની શરૂઆતમાં વિકેટ પર બેટિંગ કરે છે, પરંતુ તે પછી તે આક્રમક રીતે બેટિંગ કરે છે. તેની પાસે પુષ્કળ અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે અને દરેક તેની ક્લાસિક બેટિંગના દિવાના છે.

IPLમાં બતાવી પોતાની તાકાત :

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ ખરાબ રમત બતાવી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2022ની 8 મેચમાં 308 રન બનાવ્યા હતા. હવે પસંદગીકારોએ તેને ઈનામ આપીને આયર્લેન્ડ પ્રવાસની તક આપી છે. સૂર્યકુમાર યાદવમાં એટલી ક્ષમતા છે કે તે કોઈપણ પીચ પર રન બનાવી શકે છે. સૂર્યકુમાર યાદવને પણ T20 વર્લ્ડ કપ 2021માં તક મળી છે.

આ ખેલાડીઓને તક મળી :

આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પસંદગીકારોએ IPL 2022માં સારું રમી રહેલા સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠીને તક આપી છે. સંજુની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી બેટિંગ કરતા રાહુલ ત્રિપાઠીએ ઘણા રન બનાવ્યા હતા. આયર્લેન્ડ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાથે જ ઘાતક બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ :

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટ), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ. હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

વેવાઈ-વેવાણ બાદ હવે સાસુ-જમાઈ ! બનાસકાંઠામાં પુત્રીની સગાઈ તૂટતા માતાએ જમાઈ સાથે ઘર માંડ્યું

0

Mother-in-law and son-in-law now

  • Palanpur marriage: અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા .

2020ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન (Marriage) પહેલા વેવાઈ અને વેવાણ (Vevai and Vevana) ભાગી ગયા હતા. આ આખો મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો. બાદમાં સમાજની સમજાવટ બાદ બંને પરત આવી ગયા હતા. જોકે દીકરા અને દીકરીના (Son and daughter) લગ્ન થાય તે પહેલા બંને પાછા ભાગી જતાં મામલો ફરી પોલીસ મથક પહોંચ્યો હતો. હવે બનાસકાંઠા (Banaskantha)ના એક બનાવે રાજ્યમાં ખૂબ ચર્ચા જગાવી છે. બનાવ એવો છે કે દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે .

સરહદીય જિલ્લા બનાસકાંઠાના આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. 108 અભયમ્ હેલ્પલાઇન પર એક ફોન કોલ આવ્યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ્ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

 બનાસકાંઠાનો ચોંકાવનારો બનાવ : સરહદીય જિલ્લા બનાસકાંઠાના આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. 108 અભયમ્ હેલ્પલાઇન પર એક ફોન કોલ આવ્યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ્ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 181 અભયમ હેલ્પલાઇન નંબર પર મદદ માટે એક કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. મહિલાની ફરિયાદ બાદ અભયમનો સ્ટાફ પોલીસ સાથે ફોન કરનાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. અહીં મહિલાની વાત સાંભળીને ખુદ અભયમનો સ્ટાફ આશ્ચર્યમાં મૂકાયો હતો .

46 વર્ષની વિધવા 30 વર્ષના યુવક સાથે રહેતી હતી. હકીકતમાં અભયમ પાસે મદદ માંગનાર મહિલાની ઉંમર 46 વર્ષની હતી. મહિલાના પતિનું વર્ષો પહેલા મૃત્યું થયું હતું. મહિલા પોતાના સંતાનો સાથે જીવન ગુજારી રહી હતી. આજથી ચાર વર્ષ પહેલા એક યુવક મહિલાની દીકરીને જોવા માટે આવ્યો હતો. જે બાદમાં બંનેનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મહિલાની દીકરી અને યુવકનું સગપણ અઢી મહિના જ ચાલ્યું હતું. જે બાદમાં આ કહાનીમાં વળાંક આવ્યો હતો. દીકરીનું જે યુવક સાથે સગપણ થયું હતું તે 30 વર્ષીય યુવક સાથે તેની માતાએ લગ્ન કરી લીધા હતા.

 બનાસકાંઠા:  2020ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન (Marriage) પહેલા વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. આ આખો મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો. બાદમાં સમાજની સમજાવટ બાદ બંને પરત આવી ગયા હતા. જોકે, દીકરા અને દીકરીના લગ્ન થાય તે પહેલા બંને પાછા ભાગી જતાં મામલો ફરી પોલીસ મથક પહોંચ્યો હતો. હવે બનાસકાંઠા (Banaskantha)ના એક બનાવે રાજ્યમાં ખૂબ ચર્ચા જગાવી છે. બનાવ એવો છે કે દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે! (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્યા હતા. મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.

નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે, કાગવડથી કરશે રાજકારણની ખાસ જાહેરાત

0

Naresh Patel’s cock will be solved today

Naresh Patel Big Decision : રાજકારણમાં ન પ્રવેશવાની નરેશ પટેલ આજે કરશે સત્તાવાર કરશે જાહેરાત. નરેશ પટેલની પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે.

ખોડલધામના (Khodaldham) ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં નહિ આવે તે હવે સામે આવી ગયુ છે. ત્યારે આજે તેઓ વિધિવત રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરશે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બંધબારણે બેઠક કરશે. જેના પાદ તેઓ પત્રકાર પરિષદમાં (Press conference) પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે ખાસ બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Election strategist Prashant Kishor) પણ નરેશ પટેલની PC માં જોડાશે.

રાજનીતિના PK વર્ચ્યુઅલી નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે PK ની સલાહ લેતા હતા. નરેશ પટેલ હંમેશા પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે.

પાટીદારોની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી :

ગઈકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની વિશ્વ ઉમિયાધામ જાસપુર બંધબારણે બેઠક કરી છે. સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓની મળેલી આ બેઠક ખાસ હતી. જેમાં સમાજના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરાઈ. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ તેઓ બેઠકમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે જનજીવન થંભી ગયું; 42 લોકોએ ગુમાવ્યો જીવ

0

Landslides and heavy rains

  • આસામની રાજધાની ગુવાહાટીમાં મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

આસામની (Assam) રાજધાની ગુવાહાટીમાં (Guwahati) મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન (Landslides) થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત થઈ રહેલા વરસાદના કારણે આસામના ઘણાં શહેરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જો કે, હજી સુધી વરસાદી સંબંધી ઘટનાઓના પગલે કોઈ જાનહાનીના કોઈ મામલો સામે નથી આવ્યો .

આસામમાં આ વર્ષે ભૂસ્ખલનને લઈને 42 લોકોના મોત થયા :

રાજ્યમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત થયા છે. બોરગાંવમાં મંગળવારે ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોતનો આંકડો પણ તેમાં સામેલ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે કાટમાળ જમા થવાને કારણે ગીતાનગર, સોનાપુર, કાલાપહાર અને નિજારાપર વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

શહેરોના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા  :

આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણીગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFના જવાનો તૈનાત છે, અધિકારીએ જણાવ્યું હતું. બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા.

આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી નથી :

આસામ વીજળી વિત્રાન કંપની લિમિટેડ (APDCL) શહેરમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે 24 કલાક કામ કરી રહી છે, મહત્વનું છે કે, આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી વિનાના છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા છે.મકમરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ તેમના ઘરની બહાર આવવા અપીલ કરી છે.

આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે – હવામાન વિભાગ 

કામરૂપ મેટ્રોપોલિટનના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) દ્વારા જારી કરાયેલ વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને વર્ગો સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.

 

શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે ? ઈન્ડિયન ઓઈલે આપ્યો આ જવાબ

0

Is there a shortage of petrol-diesel in the country

દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) તંગી હોવાની વાત ફેલાતો લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકોએ પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઇનો લગાવી દીધી છે. જો કે એક પેટ્રોલિયમ કંપનીએ (Petroleum Company) ચોખવટ કરી છે કે આ વાત માત્ર અફવા છે, દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથી. કેટલાંક અસામાજિક તત્વોએ (Antisocial elements) અફવા ફેલાવી છે અને આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે તેની તંત્ર તપાસ કરી રહ્યું છે. તંત્રએ કહ્યું છે કે અફવા ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

દેશમાં ડીઝલ અને પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાતા લોકો પરેશાન થઇ ગયા છે એ પછી Indian Oil Corporation (IOC)એ સ્પષ્ટતા જાહેર કરી છે. IOCએ મંગળવાર સાંજે  અફવાનું ખંડન કરતા કહ્યું છે કે દેશના કોઇ પણ હિસ્સામાં પેટ્રોલની કોઇ અછત નથી.દેશના કેટલાંક રાજ્યોમાં ડીઝલ અને પેટ્રોલની શોર્ટેજ છે એ વાત અફવા છે. કેટલાંક અસમાજિક તત્ત્વોએ લોકોને પરેશાન કરવા માટે આવા સમાચાર ફેલાવ્યા છે. રાજસ્થાન, ઉત્તરાખંડ,ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો આ અફવાનો શિકાર બન્યા છે. પેટ્રોલ-ડીઝલની અફવાને પગલે લોકોની પેટ્રોલ પંપ પર લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ છે. કેટલાંક પેટ્રોલ પંપો બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.

ડીઝલ-પેટ્રોલની અછતને પગલે લોકો પરેશાન થયા પછી IOCએ ચોખવટ કરી છે કે દેશમાં ડીઝલ-પેટ્રોલની કોઇ અછત નથી. કંપનીએ કહ્યું કે બધા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.લોકોએ પેનિક કરવાની જરૂર નથી.

એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે સાઉદી અરેબિયાએ ભારતને તેલનો પુરવઠો બંધ કરી દીધો છે. જેના કારણે ડીઝલ અને પેટ્રોલની અછત સર્જાઈ છે. વીકએન્ડમાં ફેલાયેલી આ અફવાથી લોકો પરેશાન થઈ ગયા. રાજસ્થાનના જયપુર, ઉત્તરાખંડના દેહરાદૂન, મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. કેટલીક જગ્યાએ સ્થિતિ બેકાબૂ બનતા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા.

સ્થાનિક પેટ્રોલ પંપ એસોસિયેશને પણ કહ્યું છે કે બધા પેટ્રોલ પંપ પર પુરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ છે. દહેરાદુન પ્રસાશને કહ્યું છે કે અફવા ફેલાવનારા સામે કડક પગલા લેવામાં આવશે. એ પછી IOCના રિટેલ ડાયરેકટરે TWEET કરીને અફવાઓનું ખંડન કર્યું છે.

ફોટો પાડીને WhatsApp પર ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં, જાણો શું છે નવી જોરદાર ટેકનિક

Take a photo and you will

  • Cataract એટલેકે મોતિયાની જાણકારી (Cataract information) લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં.

આંખની તસ્વીર પરથી ખબર પડે છે મોતિયો :

સૌથી પહેલા તમને એ જણાવીશું કે આ કેવીરીતે થશે. હકીકતમાં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે. આ ફોટોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત WhatsApp chat bot પર અપલોડ કરવામાં આવશે. 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ વોટ્સએપ ચેટ બોટ તમને જણાવશે કે તમારી આંખોમાં મોતિયો છે કે નહીં.

ટેસ્ટમાં 92 ટકા સુધી સફળ છે ટેકનિક :

આ ટેકનિકનો ઉપયોગ દિલ્હીના એક ખાનગી આઈ સેન્ટર પર થઇ રહ્યો છે. દિલ્હીના Sharp sight centreના ડાયરેક્ટર ડૉ. સમીર સુદ મુજબ આ ટેકનિક algorithm પર આધારિત છે. જેનાથી મળતા પરિણામોને ડૉકટરોએ પોતાના રેગ્યુલર ટેસ્ટથી મળીને પણ જોયુ છે. 10 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં. ટેકનિકથી આવનારા પરિણામ 92 ટકા સાચા છે. હોસ્પિટલ પહોંચેલા દર્દી બ્રહમ બંસલની ફોટો ખેંચતા જ જણાવવામાં આવ્યું કે તેમને મોતિયો આવ્યો છે, પરંતુ તેમને તેની ખબર જ નથી.

હૈદરાબાદની કંપનીએ કર્યુ ટેકનિકનું નિર્માણ :

આ ટેકનિક હૈદ્રાબાદની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીએ બનાવી છે અને દિલ્હીના એક ખાનગી આઈ કેર સેન્ટર પરથી શેર કરી છે. જેના માટે અત્યારે કોઈ ફી વસૂલવામાં આવતી નથી. ગામેગામ WhatsApp દ્વારા સ્ક્રીનિંગ કરી દર્દીઓની તપાસ કરાઈ રહી છે.