Actress Deepika Padukone
- શૂટિંગ દરમ્યાન અભિનેત્રી નર્વસ થઈ ગઈ હતી, ત્યારબાદ શૂટિંગ અટકાવીને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી
બૉલીવુડ અભિનેત્રી (Bollywood actress) દીપિકા પાદુકોણની (Bollywood actress) તબિયત લથડતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વિગતો મુજબ શૂટિંગ દરમ્યાન અભિનેત્રી નર્વસ થઈ ગઈ હતી, ત્યારબાદ શૂટિંગ અટકાવીને તેને હોસ્પિટલ (Hospital) લઈ જવામાં આવી હતી. જો કે હજુ સુધી આ અંગે કોઈપણ કન્ફર્મેશન આવ્યું નથી. તો વળી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા હવે ઠીક છે અને મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.
દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ ?
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે હવે મુંબઈ પરત જવા રવાના થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ અચાનક તબિયત બગડવાના કારણે તેણી હોસ્પિટલમાં ગઈ હતી.
હૈદરાબાદમાં શૂટિંગ દરમ્યાન તબિયત લથડી હતી ?
દીપિકા પાદુકોણ તેના પ્રોજેક્ટ K ના સંબંધમાં હૈદરાબાદમાં તેનું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહ્યું હતું. દીપિકા પાદુકોણ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક અભિનેત્રીને ખૂબ જ નર્વસ લાગી રહી હતી. જે બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે હવે એવી વાત સામે આવી છે કે, દીપિકા પાદુકોણની તબિયત હવે ઠીક છે.
દીપિકા પાદુકોણની ટીમ તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી
દીપિકા પાદુકોણની પ્રોજેક્ટ Kના સંબંધમાં હૈદરાબાદમાં તબિયત બગડવાના સમાચાર હાલ સામે આવ્યા છે. જોકે હજી સુધી દીપિકા પાદુકોણની ટીમ તરફથી પણ આ બાબતો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. તે સ્વાસ્થ્ય સમસ્યાને લઈને હજુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હૈદરાબાદની હોસ્પિટલમાં ગઈ હતી દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ રવિવારે 12 જૂને હૈદરાબાદમાં આવેલી કામીનેની હોસ્પિટલમાં ગઈ હતી. અચાનક તબિયત બગડતાં તે ડૉક્ટરની સલાહ લેવા ગઈ હતી. ચેકઅપ બાદ તે જ દિવસે ડોક્ટરે તેને પરત મોકલી દીધી હતી. જોકે કામિનેની હોસ્પિટલ દીપિકા પાદુકોણના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી આપવા તૈયાર નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દીપિકા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.