રાહુલે જીતી જીંદગીની જંગ, 100 કલાકથી પણ વધુ સમય મોત સામે ઝઝૂમ્યો

Share this story

Rahul won the battle

બોરવેલમાં (Borewell) ફસાયેલા રાહુલને (Rahul) બચાવવા માટે છત્તીસગઢ સરકાર (Government of Chhattisgarh) અને સ્થાનિક તંત્રએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. જોકે, તેમની આ મહેનત આખરે રંગ લાવી અને 100 કલાકથી પણ વધુ સમય બોરવેલમાં ફસાયેલા રાહુલે આખરે જીતી તેની જીંદગીની જંગ.

છત્તીસગઢના જાંજગીર-ચંપા (Janjgir-Champa) ખાતે 105 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે રાહુલે જીવનની લડાઈ જીતી લીધી છે. બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યો હતો અને હાલમાં તેની બિલાસપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તે ખતરાની બહાર જણાવવામાં આવી રહ્યો છે. હાલ તો રાહુલને ટનલમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. રાહુલને સુરંગમાંથી બહાર કાઢતી વખતે તેની આંખો ખુલ્લી જોવા મળી હતી.

આ સમગ્ર મામલા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની નજર હતી. તેમણે લગભગ 11:50 વાગ્યે આ વિશે એક ટ્વિટ કર્યું હતું. જેમા તેમણે લખ્યું છે કે, ‘આ પડકાર મોટો હતો તે જોતાં અમારી ટીમ પણ શાંતિથી ક્યાં ઊભી રહી. જો રસ્તાઓ પથરાળ હતા, તો અમારા ઇરાદાઓ ચુસ્ત હતા. દરેકની પ્રાર્થના અને બચાવ ટીમના અથાક, સમર્પિત પ્રયત્નોથી રાહુલ સાહુને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. અમારી ઈચ્છા છે કે તે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.”

મુખ્યમંત્રી બઘેલે આ પછી એકવાર ફરી ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું કે, અમારું બાળક ખૂબ બહાદુર છે. તેની સાથે 104 કલાક સુધી ખાડામાં સાપ અને દેડકા તેના મિત્ર હતા. આજે આખું છત્તીસગઢ તહેવારની ઉજવણી કરી રહ્યું છે, જલ્દીથી હોસ્પિટલમાંથી સંપૂર્ણ રીતે પાછો ફરે, અમે બધા તે કામના કરીએ છીએ. આ કામગીરીમાં સામેલ તમામ ટીમને ફરી અભિનંદન અને આભાર.

‘ઓપરેશન રાહુલ – હમ હોંગે ​​કામયાબ’ સાથે, રાહુલને બચાવવા લગભગ 65 ફૂટ ખાડામાં ઉતરેલી રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સુરંગમાંથી બહાર આવતા જ રાહુલે આંખો ખોલી અને ફરી એક વાર દુનિયા જોઈ. આ ક્ષણ દરેક માટે ખુશીની ક્ષણ હતી. કલેક્ટર જીતેન્દ્ર કુમાર શુક્લના નેતૃત્વમાં દેશનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરંગના માર્ગમાં વારંવાર આવતા મજબૂત ખડકના કારણે 5 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનને પાર પાડીને રેસ્ક્યુ ટીમે માસૂમ રાહુલને નવું જીવન આપ્યું છે.