અકસ્માત / સુરતમાં બેફામ ડમ્પર બન્યું યમરાજ ! ઘરે જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધાં

Share this story

Yamraj became a headless

  • સુરતના દેવધ ગામમાં મિલથી ઘરે જવા નીકળેલા મોપેડ સવાર બે યુવકોને એક ડમ્પર ચાલકે અડફેટે લઈને કચડી નાંખતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના દેવધ ગામ (Devadh village) પાસે મિલથી ઘરે જવા માટે નીકળેલા મોપેડ સવાર (Moped rider) બે યુવકોને બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે કચડી નાંખતા બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, ડમ્પર ચાલક એક યુવકને દુર સુધી ધસડી ગયો હતો. બનાવની જાણ બાદ પોલીસ મથકની (Police station) હદના વિવાદમાં કલાકો સુધી પોલીસે કાર્યવાહી હાથ ન ધરતા મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળે પડી રહ્યા હતા.

રેતી ભરેલા ડમ્પરના ચાલકે બંને યુવકો અડફેટમાં લીધા :

પુણા નેચરવેલી ખાતે રહેતો 28 વર્ષીય શિવા ચાંડક અને ગોડાદરા ખોડિયાર નગરનો અનિરૂધ્ધ શર્મા(૨૭)પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગમાં કામ કરતા હતા. સોમવારે સાંજે બન્ને માર્કેટ જવા માટે મોપેડ પર નિકળ્યા હતા.બન્ને દેવધ ગામ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને કડડી નાંખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક બન્ને યુવકોને દુર સુધી ધસડી ગયો હતો.

પોલીસહદના વિવાદમાં મૃતદેહ કલાકો પડ્યાં રહ્યાં :

અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ મથકની હદના વિવાદને લઈ કલાકો સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે કલાકો સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યા હતા. આખરે ગોડાદરા પોલીસ મથકની હદ હોવાનું નક્કી થતા ગોડાદરા પોલીસે 3 કલાક બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.