ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનું અને 3 લાખ રૂપિયા હારી જતા પરિણીતા ભર્યું આ પગલું , જાણી ચોંકી જશો 

Share this story

lost in online gaming.

આજકાલ ઓનલાઈન જુગારનો (Online gambling) તાવ લોકોના માથે જઈ બેસી ગયો છે. કેટલાક લોકોને લાગે છે કે આ ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની સહેલી રીત છે, પરંતુ આમાં ઘણું જોખમ પણ હોય છે. જુગારમાં દરેકવાર જીતવું એ શક્ય નથી. હારવા પર ખેલાડી એ વિચારીને શરત લગાવતો રહે છે કે કદાચ તેને આગલી વખતે જીત મળશે.

ચેન્નઈમાં (Chennai) પણ આવી જ રીતે એક પરિણીત મહિલાએ (Married woman) ઓનલાઇન રમીમાં 7.5 લાખ રુપિયાનું સોનુ અને 3 લાખ રુપિયા દાવ પર લગાવી દીધા, અને હારી ગઈ હતી. આ પૈસા એણે તેની બહેનો પાસેથી ઉધારીમા લીધા હતા. આ વાત સહન ના થતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

29 વર્ષની આ મહિલાનું નામ ભવાની હતું.તે મનાલી ન્યૂ ટાઉન માં રહેતી હતી. મેથ્સ સાથે B.sc પાસ કર્યું હતું. બાકિયારાજ સાથે 2016માં તેના લગ્ન થયા હતા. બંનેના 3 અને 1 વર્ષના 2 બાળકો છે. પતિ બાકીયારાજ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. ભવાની પણ કંદાંચવડીમાં એક પ્રાઇવેટ હેલ્થકૅયર કંપનીમાં કામ કરતી હતી. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને પોલીસે કહ્યું કે ભવાનીએ કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઇન જુગાર રમવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તેણે થોડા પૈસાનું રોકાણ કર્યુ નફો થતા ધીમે ધીમે ભવાનીને આની લત લાગી ગઈ હતી.

ઝડપથી પૈસા આવતા જોઈ ઓનલાઇન રમીમાં વધારે પૈસાનું રોકાણ કરવા લાગી. ધીમે ધીમે ભવાની આ રમતમાં હારવા લાગી અને આ રીતે એ લાખો રુપિયા હારી ગઈ. પરિવાર અને સગાસંબંધીઓના ના કહેવા પર પણ તે માનતી ના હતી. બધાથી છુપાવીને પણ તે ઓનલાઇન રમી રમતી હતી. ભવાનીને આશા હતી કે એક દિવસ તે મોટી રકમ જીતી જશે.

પોલીસના અનુસાર થોડા સમય પહેલા ભવાનીએ તેના 20 સૉવરેન સોનાના દાગીના દાવ પર લગાવી દીધાં હતાં પરંતુ, હારી ગઈ. તેણે તેની બહેનો પાસેથી દોઢ-દોઢ લાખ રુપિયા ઉધાર લીધા અને કહ્યું કે હારેલા દાગીના પાછી લઇ આવશે. પરંતુ, તે આ પૈસા પણ હારી ગઈ હતી.

દેવું વધતા તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. ચાર દિવસ પહેલા ભવાનીએ તેની એક બહેનને કહ્યું હતું કે ઓનલાઇન રમીમાં તે બધા જ પૈસા હારી ગઈ છે. રવિવારની રાતે તેણે પરિવાર માટે જમવાનું બનાવ્યા બાદ લગભગ 8:30 વાગ્યે ન્હાવા જવાનું કહી બાથરુમમાં જતી રહી હતી. જયારે વધારે સમય થઇ જતા તે બહાર ના આવી તો પરિવારના લોકોએ દરવાજો તોડી અંદર જોયું તો ભવાની ફાંસીએ લટકી ગઈ હતી.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઇન રમીનું ચલણ વધ્યું છે અને એ કરોડો રુપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. પરંતુ,એના ચક્કરમાં ડૂબીને બરબાદ થતા પરિવારોને જોતા કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, અસમ અને તમિલનાડુ જેવા કેટલાય રાજ્યો સમય સમય પર આની ઉપર રોક લગાવી ચુક્યા છે. પરંતુ, કેટલાક
કેસોમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીએ અદાલત પાસેથી રાહત મેળવી લીધી છે. હવે રાજસ્થાન સરકારે પણ ઓનલાઇન ગેમિંગ પર રોક લગાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.