Naresh Patel’s cock will be solved today
Naresh Patel Big Decision : રાજકારણમાં ન પ્રવેશવાની નરેશ પટેલ આજે કરશે સત્તાવાર કરશે જાહેરાત. નરેશ પટેલની પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે.
ખોડલધામના (Khodaldham) ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં નહિ આવે તે હવે સામે આવી ગયુ છે. ત્યારે આજે તેઓ વિધિવત રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરશે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બંધબારણે બેઠક કરશે. જેના પાદ તેઓ પત્રકાર પરિષદમાં (Press conference) પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે ખાસ બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Election strategist Prashant Kishor) પણ નરેશ પટેલની PC માં જોડાશે.
રાજનીતિના PK વર્ચ્યુઅલી નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે PK ની સલાહ લેતા હતા. નરેશ પટેલ હંમેશા પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે.
પાટીદારોની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી :
ગઈકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની વિશ્વ ઉમિયાધામ જાસપુર બંધબારણે બેઠક કરી છે. સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓની મળેલી આ બેઠક ખાસ હતી. જેમાં સમાજના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરાઈ. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ તેઓ બેઠકમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.
- આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે જનજીવન થંભી ગયું; 42 લોકોએ ગુમાવ્યો જીવ
- શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે ? ઈન્ડિયન ઓઈલે આપ્યો આ જવાબ