શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે ? ઈન્ડિયન ઓઈલે આપ્યો આ જવાબ

Share this story

Is there a shortage of petrol-diesel in the country

દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) તંગી હોવાની વાત ફેલાતો લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકોએ પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઇનો લગાવી દીધી છે. જો કે એક પેટ્રોલિયમ કંપનીએ (Petroleum Company) ચોખવટ કરી છે કે આ વાત માત્ર અફવા છે, દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથી. કેટલાંક અસામાજિક તત્વોએ (Antisocial elements) અફવા ફેલાવી છે અને આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે તેની તંત્ર તપાસ કરી રહ્યું છે. તંત્રએ કહ્યું છે કે અફવા ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

દેશમાં ડીઝલ અને પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાતા લોકો પરેશાન થઇ ગયા છે એ પછી Indian Oil Corporation (IOC)એ સ્પષ્ટતા જાહેર કરી છે. IOCએ મંગળવાર સાંજે  અફવાનું ખંડન કરતા કહ્યું છે કે દેશના કોઇ પણ હિસ્સામાં પેટ્રોલની કોઇ અછત નથી.દેશના કેટલાંક રાજ્યોમાં ડીઝલ અને પેટ્રોલની શોર્ટેજ છે એ વાત અફવા છે. કેટલાંક અસમાજિક તત્ત્વોએ લોકોને પરેશાન કરવા માટે આવા સમાચાર ફેલાવ્યા છે. રાજસ્થાન, ઉત્તરાખંડ,ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો આ અફવાનો શિકાર બન્યા છે. પેટ્રોલ-ડીઝલની અફવાને પગલે લોકોની પેટ્રોલ પંપ પર લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ છે. કેટલાંક પેટ્રોલ પંપો બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.

ડીઝલ-પેટ્રોલની અછતને પગલે લોકો પરેશાન થયા પછી IOCએ ચોખવટ કરી છે કે દેશમાં ડીઝલ-પેટ્રોલની કોઇ અછત નથી. કંપનીએ કહ્યું કે બધા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.લોકોએ પેનિક કરવાની જરૂર નથી.

એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે સાઉદી અરેબિયાએ ભારતને તેલનો પુરવઠો બંધ કરી દીધો છે. જેના કારણે ડીઝલ અને પેટ્રોલની અછત સર્જાઈ છે. વીકએન્ડમાં ફેલાયેલી આ અફવાથી લોકો પરેશાન થઈ ગયા. રાજસ્થાનના જયપુર, ઉત્તરાખંડના દેહરાદૂન, મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. કેટલીક જગ્યાએ સ્થિતિ બેકાબૂ બનતા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા.

સ્થાનિક પેટ્રોલ પંપ એસોસિયેશને પણ કહ્યું છે કે બધા પેટ્રોલ પંપ પર પુરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ છે. દહેરાદુન પ્રસાશને કહ્યું છે કે અફવા ફેલાવનારા સામે કડક પગલા લેવામાં આવશે. એ પછી IOCના રિટેલ ડાયરેકટરે TWEET કરીને અફવાઓનું ખંડન કર્યું છે.