June 16, 2022, Horoscope Gujarat Guardian
મેષઃ-
દિવસ ની શરૂઆતનો અજંપો પાછળથી દૂર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ સુખ, શાંતિ રહે. સ્વાસ્થય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માન વધે. સ્નાયુ ના દુઃખાવાથી સાચવવું.
વૃષભઃ-
બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં કુટુંભમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.
બપોર સુઘી આનંદ માં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવાર માં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશ નો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશર ના દર્દી ઓ એ વિશેષ સાવધાની રાખવી.
કર્કઃ-
આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારી થી પ્રશંસા મળતી જણાય. માન-સન્માન માં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય સારૂં રહે. થોડી એલર્જીની તકલીફ રહે.
સિંહઃ-
સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્નતા અનુભવાય. પરિવાર માં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રાિપ્ત સહજ બને. સ્થાવર-જંગમ મિલકત થી લાભ. સંતાન ની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.
કન્યાઃ-
આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેઇન ની સમસ્યા સતાવે.
તુલાઃ-
કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રેકાણો ફાયદાકીયક પુરવાર થતા જણાય. પેટ સમસ્યાઓથી સાવચેતી જરૂરી.
વૃશ્ચિકઃ-
થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના બાઇ બહેન સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
ધનઃ-
માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનો એ સ્ત્રી રોગોની કાળજી રાખવી છે.
મકરઃ-
આવક ધટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.
કુંભઃ-
આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદ ની સ્થિતિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણ થી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળ માં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.
મીનઃ-
નવા કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના આર્થિક રોકાણો ટાળવા. સંતાન ની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.