Home Blog Page 1401

દેશી ગર્લ પ્રિયંકાએ અમેરિકામાં શરુ કર્યો વધુ એક બિઝનેસ; રેસ્ટોરન્ટ બાદ હવે આ ક્ષેત્રે ઝંપલાવ્યું

Desi girl Priyanka

નવી મુંબઇ,

બોલીવુડ પછી હોલીવુડમાં (Hollywood) પણ પોતાના ટેલેન્ટથી અલગ સ્થાન પ્રાપ્ત કરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) હવે બિઝનેસ કરવાનુ મન બનાવી લીધું છે. હા, દેશી ગર્લ (Desi Girl) હવે અમેરિકામાં (America) પોતાનો વધુ એક બિઝનેસ શરુ કરવા જઇ રહી છે.

અમેરિકામાં પ્રિયંકા ચોપરાની ભારતીય રેસ્ટોરન્ટ SONA શરૂ કર્યા બાદ હવે બીજો બિઝનેસ શરૂ કર્યો છે. આ પ્રખ્યાત અભિનેત્રીએ હવે Sona Home નામની નવી વેંચર સ્ટાર્ટ કરી રહી છે. આ માહિતી અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને આપી હતી. આ વેંચરમાં ક્રોકરીઝ, હોમ ડેકોર સિવાય ઘણી બધી સેવાઓ મળશે.

પ્રિયંકા ચોપરાએ એક ઈન્સ્ટાગ્રામ વીડિયો કર્યો શેર  :

સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહેતી અભિનેત્રીએ ઇન્સામાં વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી.વીડિયોનીમાં પ્રિંયકાની સાથે કો- ફાઉન્ડર મનીષ ગોયલ પણ નજરે આવ્યા હતા.વીડિયો શેર કરતાં પ્રિયંકાએ કહ્યું કે,” લોન્ચ ડે આવી ગયો છે, હું તમને બધાને SONA Home સાથે પરિચિત કરાવતી વખતે ગર્વ અનુભવી રહી છું. પણ મારી આ યાત્રાએ મને એવા સ્તાને પહોંચાવી દીધી છે, જ્યાં મને સારા મિત્રો અને પરિવાર મળ્યો, હું જે પણ કંઇ કરુ છુ તેમાં ભારતનો ભાગ જરુર હોય છે, અને આ એજ વિચારનો વિસ્તાર છે”.

આ પણ વાંચો –

કોંગ્રેસશાસિત રાજસ્થાન પર અંબાણી-અદાણી થયા મહેરબાન, આટલાં કરોડ રોકાણ કરવાની દર્શાવી તૈયારી 

0

Ambani-Adani were kind

  • કોંગ્રેસશાસિત રાજસ્થાન પર અંબાણી-અદાણી થયા મહેરબાન.

રાજસ્થાન

રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના તમામ કોંગ્રેસી નેતાઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi government) પર નિશાન સાધવા માટે મુકેશ અંબાણી (Mukesh Ambani) તથા ગૌતમ અદાણીનું (Gautam Adani) નામ લે છે. કોંગ્રેસીઓ દ્વારા આ સરકાર પર અંબાણી-અદાણીની સરકાર હોવાનો આરોપ લગાવવામાં આવે છે. ત્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતના (Ashok Gehlot) નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ‘ઈન્વેસ્ટ રાજસ્થાન’ અંતર્ગત જે સૌથી મોટા રોકાણ પ્રસ્તાવો મળ્યા છે તેમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી જૂથ તથા મુકેશ અંબાણીની અધ્યક્ષતાવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રસ્તાવનો સમાવેશ થાય છે.

આ અંગે કરવામાં આવેલી એક આરટીઆઈ (RTI)ના જવાબમાં બ્યુરો ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન (BOIP) દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને કોર્પોરેટ હાઉસે ડિસેમ્બર 2021 અને માર્ચ 2022 દરમિયાન લેટર ઓફ ઈન્ટેટ (LOI)/MOUમાં 1.68 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેના રોકાણનું વચન આપ્યું હતું. તે 9,40,453 કરોડ રૂપિયાના આશરે 18 ટકા છે.

તેમ છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ક્રોની કેપિટલિઝમનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેબ્રુઆરી મહિના દરમિયાન લોકસભામાં અદાણી તથા અંબાણીને ભારતીય અર્થતંત્રના ફેલ રહેલા ‘ડબલ એ વેરિએન્ટ’ તરીકે પરિભાષિત કર્યા હતા. અગાઉ પણ તેમણે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આ પ્રકારના કટાક્ષ કર્યા હતા.

આ પણ વાંચો –

IRE vs IND : ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

0

Bhuvneshwar Kumar made history

  • ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડ વિરુદ્ધ 3 ઓવરમાં એક મેડન સાથે 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પ્રથમ ઓવરમાં જ આયર્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

આયર્લેન્ડ

ભારત અને આયર્લેન્ડ (India and Ireland) વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી10 મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) ઈતિહાસ રચતા એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભુવીએ પોતાની 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. ભુવનેશ્વર કુમારને આયર્લેન્ડ (Ireland) વિરુદ્ધ એકમાત્ર વિકેટ પાવરપ્લેમાં મળી અને તે ટી20 ક્રિકેટમાં પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં સૈમુઅલ બદ્રી (Samuel Badri) અને ટિમ સાઉદીને (Tim Southee) પાછળ છોડી દીધા છે.

ભુવીને એકમાત્ર વિકેટ યજમાન ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબર્નીના રૂપમાં મળી, તેને ભુવીએ પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવીના નામે ટી20 આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં હવે 34 વિકેટ થઈ ગઈ છે અને તે પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ  વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે.

T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ :

34 વિકેટ – ભુવનેશ્વર કુમાર
33 વિકેટ – સેમ્યુઅલ બદ્રી
33 વિકેટ – ટિમ સાઉદી
27 વિકેટ – શાકિબ અલ હસન
27 વિકેટ – જોશ હેઝલવુડ

ભુવનેશ્વર કુમારના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો તેણે 65 મેચમાં 65 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપી પાંચ વિકેટ રહ્યું છે.

જો મેચની વાત કરીએ તો વરસાદને કારણે મુકાબલો મોડો શરૂ થયો હતો. 12-12 ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યજમાન ટીમ માટે ટેક્ટરે 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. જેની મદદથી આયર્લેન્ડે ભારતને 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દીપક હુડ્ડાના 29 બોલમાં અણનમ 47 રનની મદદથી ભારતે 16 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે બંને ટીમ વચ્ચે અંતિમ ટી20 મુકાબલો 28 જૂને રમાશે.

આ પણ વાંચો –

ચેતજો ! ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રહેજો સાવધાન, કાર્ડ બદલીને પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઇ

Be careful while withdrawing

  • જૂનાગઢમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલીને પૈસાની ઉઠાંતરી કરતી ગેંગનો થયો પર્દાફાશ, 51 એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત.

જૂનાગઢ :

ગ્રાહકોને લૂંટવા અને છેતરપિંડીના (Fraud) કેસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે. ક્યારેય કેવાયસી અપડેટના નામે તો ક્યારેક વીજળીનું બિલ (Electricity bill) ભરવાનું બાકી છે તેવા ખોટા ફોન કરીને ગ્રાહકો સાથે છેતરીને પૈસા પડાવવાના નવા નવા કારસા સામે આવી રહ્યા છે. ત્યારે હવે એટીએમ કાર્ડ (ATM card) બદલીને પૈસા ઉપાડતી ગેંગ સક્રિય થઇ હોવાનું સામે આવ્યું છે.

પૈસા ઉપાડનારનું ATM કાર્ડ બદલી નાંખતા :

જો તમે એટીએમમાં જઇ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો, કે કોઇ તમારી બાજુમાં ઉભા રહીને તમારા પર નજર તો નથી રાખી રહ્યું ને ? કારણ કે જૂનાગઢમાં એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડતી ગેંગની ઝડપાઇ છે. આ શખ્સો તમારા ટ્રાન્ઝેક્શન પર નજર રાખીને ચાલાકીથી તમારુ એટીએમ કાર્ડ બદલી નાંખતા. એટલે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે જો તમે હવે જાઓ તો ખાતરી કરો કે તમારા સિવાય આસપાસ બીજુ કોઇ હોય નહીં.

51 ATMમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત :

જૂનાગઢ પોલીસે આવી રીતે પૈસા ચોરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આંધ્રપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી છે. તેઓએ વિવિધ રાજ્યોના 51 એટીએમમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત કરી છે. રોકડ 50 હજાર, કાર અને મોબાઇલ સહિત 8.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બેંકમાં KYC અપડેટના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ :

સુરત ક્રાઇમ બ્રાંચની સતર્કતાને લીધે કેવાયસીના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ ગઇ છે. રવિ બોરડા સહિત 3 યુવકોની ધરપકડ કરી.20 લાખની ઓનલાઇન છેતરપિંડીની હૈદરાબાદ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની વધુ તપાસ કરતા આ સમગ્ર મામલાના તાર સુરતમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જે ડેબિટ કાર્ડમાં રૂપિયા જમા થતા હતા તેનું એડ્રેસ સુરતનું હતું. આ મામલે ક્રાઇમબ્રાંચે તપાસ કરતા રવિ બોરડા નામના આરોપીને ઝડપી પાડ્યો. તેની પાસેથી 500 જેટલા ડેબિટકાર્ડ મળી આવ્યા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને હૈદરાબાદ પોલીસને સોંપી દીધા હતા.

હતાશ થયેલા યુવકો માટે આશાનુ કિરણ છે સુરતનો વિષ્ણુ, એક હાથ ન હોવા છતા સ્વીમિંગમાં છે ચેમ્પિયન

0

Vishnu of Surat

  • અડગ મનના માનવીને હિમાલય નડતો નથી હોતો, ત્યારે બેરોજગાર કે હતાશ થયેલા યુવાનો માટે વિષ્ણુ એક કદાવમાંથી બહાર આવીને ખીલેલા ફૂલનુ પ્રતિક જેવો છે

સુરત

સુરતમાં (Surat) ધો 11 માં અભ્યાસ કરતો વિષ્ણુ (Vishnu) દિવ્યાંગ હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સિદ્ધિ સ્વીમીંગ ક્ષેત્રે પ્રાપ્ત કરી છે. વિષ્ણુએ હાર ન માની નેશનલ સ્વીમીંગ કક્ષામાં (National Swimming Class) 3 ગોલ્ડ મેડલ મેળવી. અન્ય દિવ્યાંગ લોકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના ઉધના ભાઠેના વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિષ્ણુ રાણાએ કેન્સરના કારણે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. વિષ્ણુ સાથે આકસ્મિક રીતે જ આ ઘટના બની હતી. પરંતુ નાસીપાસ થવાને બદલે વિષ્ણુએ જીવનમાં પોઝિટિવિટી સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે તેણે એક જ હાથથી કામ કરવાનુ શરૂ કર્યું. પછી તેણે વિચાર્યુ કે, દિવ્યાંગ હોય તો શું સ્પોર્ટસ પણ ન કરી શકે. તેથી તેણે સ્વીમિંગ શરૂ કર્યું. સતત પ્રેક્ટિસથી તેની ફાવટ એવી આવી ગઈ કે, હવે તો સામાન્ય લોકોને પણ સ્વિમિંગમાં પાછળ છોડી દે છે.

બંને હાથ-પગ સહી સલામત હોવા છતાં ઘણા લોકો સ્વીમિંગ યોગ્ય રીતે કરી શક્તા નથી, ત્યારે વિષ્ણુ રાણાને એક હાથથી પણ ખૂબ જ સરળતાથી સ્વિમિંગ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. આ અંગે વિષ્ણુ રાણાએ જણાવ્યું હતું કે, તે ફક્ત દસ વર્ષનો હતો, ત્યારે વરસાદના કારણે પડી ગયો હતો. જમણા હાથમાં ફ્રેક્ચર થતા દોઢ મહિનો પાટો રાખ્યો હતો. જોકે ત્યારે, એક નોર્મલ ગાંઠ પણ નીકળી હતી.

ડોક્ટરે કહ્યું હતું કે, બધુ નોર્મલ થઈ જશે. પરંતુ બાદમા મારો હાથ ફૂલવા લાગ્યો હતો. ચેક કરતા માલૂમ પડ્યુ કે તે કેન્સરની ગાંઠ છે. બે ગાંઠ કાઢ્યા બાદ ફરીથી ગાંઠ થઈ હતી. જેને લઈને હાથ કાપવો પડ્યો હતો. શરૂઆતના થોડો સમય તકલીફ પડી હતી. પરંતુ બાદમાં ટેવાઈ ગયો હતો. હવે તો હું મોટાભાગના કામ જાતે કામ કરી લઉં છે.

19 વર્ષની ઉંમરમાં વિષ્ણુ રાણાની ત્રણ વાર સર્જરી થઈ છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી તે ઈચ્છે છે કે, જો રાજ્ય સરકાર મદદ કરે તો ઇન્ટરનેશનલ કક્ષાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લાવવા ઈચ્છા પણ ધરાવે છે.

વિષ્ણુના કોચ રાજન શારંગે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિષ્ણુ સામાન્ય લોકો કરતા પણ સારી રીતે સ્વીમિંગ કરે છે. રોજે ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે. એક હાથથી સ્વીમિંગ ખૂબ જ અઘરું છે, તેમ છતા મજબૂત મનોબળના કારણે તે સારી રીતે સ્વીમિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી હોતો, ત્યારે બેરોજગાર કે હતાશ થયેલા યુવાનો માટે વિષ્ણુ એક કદાવમાંથી બહાર આવીને ખીલેલા ફૂલનુ પ્રતિક જેવો છે.

આ પણ વાંચો –

ભાવનગરની કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન ! વિદ્યાર્થીઓને કહ્યું- ભાજપના સભ્યો બનો, વિવાદ થતાં સસ્પેન્ડ

0

Strange order of the principal

  • ભાવનગરની મહિલા કોલેજ ફરીવાર વિવાદમાં આવી છે. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને ભાજપનું સભ્ય પદ લેવા માટે નોટિસ આપતા વિવાદ થયો.

ભાવનગરની (Bhavnagar) શ્રીમતી ન.ચ ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ એને કોમર્સ કોલેજના (College of Women’s Arts and Commerce) આચાર્યએ 24 જૂનના રોજ નોટિસ જાહેર કરી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતુ કે, ભાજપમાં પેજ કમિટીના સભ્ય (Member of the Page Committee) તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવું. આ સાથે વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યું હતું. સમગ્ર વિવાદ સામે આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીનીઓને ભાજપના સભ્ય બનવા કોલેજે કર્યા હતા આદેશ :

નોટીસ જાહેર કરતા વિવાદ વધ્યો છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, શૈક્ષણિક સંસ્તાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. તેમજ કોના આદેશથી આવી નોટીસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઇન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરાયા :

બીજી તરફ આ અંગે વિવાદ વકરતાં ભાવનગરની ગાંધી મહિલા કૉલેજના ઈન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.કૉલેજના સત્તાધીશોએ રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આચાર્યની વિવાદાસ્પદ નોટીસને લઇ આચાર્યનો મોટા પાયે વિરોધ શરૂ થયો હતો. જેને કારણે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો –

પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ શિક્ષિકા પાકિસ્તાન જવા નીકળી પડી, અટારી બોર્ડર પર …

In love with a Pakistani youth

મધ્યપ્રદેશ

પાકિસ્તાની યુવકના (Pakistani youth) પ્રેમમાં પાગલ થઈને બોર્ડર ક્રોસ (Border Cross) કરવા માટે ઘરેથી નિકળી ગયેલી શિક્ષિકાને અટારી બોર્ડર પર જ પકડી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવા જિલ્લાની ફિઝા નામની યુવતી શિક્ષિકા છે. એવુ જાણવા મળ્યુ છે કે સોશિયલ મીડિયા (Social media) થકી ફિઝાને પાકિસ્તાનના દિલશાદ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.તેણે લગ્ન માટે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો.

માર્ચ મહિનામાં પરિવારજનોની જાણકારીની બહાર તેણે પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને દિલશાદને કહીને તેણે 22 જૂને પાકિસ્તાનનો વિઝા પણ મેળવ્યો હતો.જોકે પોલીસને આ બાબતે હજી પણ શંકા છે.

જોકે તે ઘરેથી પરિવારજનોને જણાવ્યા વગર નીકળી ગઈ હતી.આ દરમિયાન પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પરિવારજનોને પાકિસ્તાનના કેટલાક નંબરો પરથી ફોન આવ્યા હતા અને એ પછી તેમણે યુવતી પાકિસ્તાન જવા નિકળી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

જેના પગલે તમામ બોર્ડર પર વોચ રાખવામાં આવી રહી હતી અને આ દરમિયાન અટારી બોર્ડર પર ફિઝા પોલીસના હાથે પકડાઈ ગઈ હતી.પંજાબ પોલીસે મધ્યપ્રદેશ પોલીસને આ બાબતે જાણ કર્યા બાદ હવે પોલીસ તેને લેવા માટે નિકળી ગઈ છે. ફિઝા રીવાની એક કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા છે અને તેના પિતા દુકાન ચલાવે છે.

આ પણ વાંચો –

 

 વાહન પર કઈ લખાવ્યું હોય તો આજે જ હટાવી દેજો, વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય

0

If there is anything written

  • ખાનગી વાહનોમાં હોદ્દાના લખાણો હટાવવા વાહન વ્યવહાર વિભાગનો પરિપત્ર, જો લખાણ લખેલુ જોવા મળશે થશે મસમોટો દંડ

ગાંધીનગર

રાજ્યમાં ખાનગી વાહનો (Private vehicles) પર આપણે જોયુ છે કે વાહનના માલિકો (Vehicle owners) પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો (Unauthorized writings) લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે  કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ (Gandhinagar Transport Department) દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.

હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે.  ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે.  વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.

જો લખાણ લખ્યુ હશે તો પોલીસ ફટકારશે દંડ :

મહત્વનું છે કે આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખાવીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજેજ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો –

હસનલ બોલ્કિયા કે જેની પાસે છે 7000 કાર અને 2550 કરોડનો મહેલ , જાણો કોણ છે આ વ્યક્તિ 

Hasanal Bolkia who

  • દરેક વ્યક્તિ વધારે પૈસા કમાવા અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આવવા માંગે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ રાજ કરવા માટે જ જન્મ લેતા હોય છે અને આલિશાન મહેલો અને કારનો આનંદ માણે છે.

બ્રુનેઈ

સંપત્તિનો (Property) ખરો અર્થ તો એ જ છે કે પૈસા બંને હાથે ખર્ચવા જોઈએ. આવા લોકો બહુ ઓછાં છે અને તેમાંથી એક છે હસનલ બોલ્કિયા (Hasanal Bolkia). વિશ્વના ઘણા દેશોમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એવા ઘણા દેશો છે જ્યાં રાજાઓ સત્તા પર છે. એશિયાઈ દેશ બ્રુનેઈ (Asian country Brunei) તેમાંથી એક છે જેના પર સુલતાનનું શાસન છે અને હસનલ બોલ્કિયા અહીંના સુલતાન (Sultan) છે.

બ્રુનેઈના 75 વર્ષીય સુલતાન હસનલ બોલ્કિયાનો જન્મ 15 જુલાઈ, 1946ના રોજ સુલતાન ઓમર અલી સૈફુદ્દીનના ત્રીજા પુત્ર તરીકે થયો હતો. સુલતાન ઉમર અલી સૈફુદ્દીનને ઘણી પત્નીઓ ઉપરાંત 10 બાળકો, છ પુત્રીઓ અને ચાર પુત્રો હતા. પરંતુ તેણે નાની ઉંમરે જ બોલ્કિયાને તેના અનુગામી તરીકે પસંદ કર્યા. હસનલ બોલ્કિયાએ કુઆલાલંપુર, મલેશિયામાં વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યુશન અને ઇંગ્લેન્ડના સેન્ડહર્સ્ટમાં રોયલ મિલિટરી એકેડમીમાં અભ્યાસ કર્યો. હસનલ બોલ્કિયાને ત્રણ પત્નીઓ સાથે પાંચ પુત્રો અને સાત પુત્રીઓ છે.

4 ઓક્ટોબર, 1967 ના રોજ, તેમના પિતાની નિવૃત્તિ પછી પ્રિન્સ હસનલ બોલ્કિયા સુલતાનની ગાદી પર બેઠા. 1 ઓગસ્ટ, 1968ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો હતો. હસનલ બોલ્કિયાની ગણતરી વિશ્વના સૌથી ધનિક સુલતાનોમાં થાય છે. તેઓ 1980 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. એક અહેવાલ મુજબ, હસનલ બોલ્કિયા પાસે 14,700 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, તેલ ભંડાર અને કુદરતી ગેસમાંથી તેમની આવક સૌથી વધારે થતી હોય છે.

સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર, હસનલ બોલ્કિયા 30 બિલિયન ડૉલરની અંદાજિત નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક રાજવીઓમાંના એક છે. ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ પછી દક્ષિણપૂર્વ એશિયામાં બ્રુનેઈ પાંચમું મુખ્ય તેલ ઉત્પાદક છે. ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની નિકાસે સુલતાન હસનલ બોલ્કિયાને વિશ્વના સૌથી ધનિક લોકોમાં સ્થાન આપ્યું છે. ફોર્બ્સે 1988માં સુલતાન બોલ્કિયાને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું હતું.

બોલ્કિયા પાસે ખુબ સારા પ્રમાણમાં પૈસા છે. તેમની પાસે કારનું પણ સારું કલેક્શન છે. બ્રુનેઈના સુલતાન પાસે સોનાની પ્લેટેડ રોલ્સ રોયસ સહિત દુર્લભ કારનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. એક અહેવાલ મુજબ, બોલ્કિયા લગભગ 7,000 કારની માલિકી ધરાવે છે, જેની કિંમત યુએસ $5 બિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. બ્રુનેઈના સુલતાન પાસે 500 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે. એક અહેવાલ મુજબ, બ્રુનેઈના સુલતાન પાસે લક્ઝરી સુવિધાઓથી સજ્જ ઘણા ખાનગી જેટ છે. તેમની પાસે બોઇંગ 747-400, બોઇંગ 767-200 અને એરબસ A340-200 જેટ છે. રિપોર્ટ અનુસાર, બોઇંગ 747-400 જેટ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેમાં લિવિંગ રૂમ અને બેડરૂમ સહિત ઘણી સુવિધાઓ છે.

જ્યારે કાર આટલી આલિશાન હોય તો ઘરનું શું વિચારવું. તે જે મહેલમાં રહે છે તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. બોલ્કિયાના ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસની કિંમત 2550 કરોડ રૂપિયાથી વધુ છે. આ મહેલમાં 1700થી વધુ રૂમ, 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ છે. 110 ગેરેજ ઉપરાંત, 200 ઘોડાઓ માટે વાતાનુકૂલિતથી સજ્જ તબેલા છે. બ્રુનેઈમાં માત્ર અને માત્ર બોલ્કિયાનું શાસન ચાલે છે. તેઓ માત્ર બ્રુનેઈના રાજા જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન, નાણા મંત્રી, વિદેશ અને વેપાર મંત્રી, પોલીસ અધિક્ષક, સંરક્ષણ મંત્રી અને સશસ્ત્ર દળોના કમાન્ડર પણ છે. એક રિપોર્ટ અનુસાર, બોલ્કિયા પોતાના વાળ કપાવવા માટે 13 લાખ રૂપિયા ખર્ચે છે. બોલ્કિયા લંડનથી તેમના મનપસંદ વાળંદને બોલાવે છે, જ્યાં તે મેફેયરની ડોરચેસ્ટર હોટેલમાં કામ કરે છે.

આ પણ વાંચો –

આ કંપની આપી રહી છે મોબાઈલ રીચાર્જનો સૌથી સસ્તો પ્લાન, Rs10 પ્લાનમાં તમને મળશે બધા જ ફાયદાઓ

0

This company is offering

  • આ કંપની આપી રહી છે મોબાઈલ રીચાર્જનો સૌથી સસ્તો પ્લાન, Rs10 પ્લાનમાં તમને મળશે બધા જ ફાયદાઓ

ટેલિકોમ કંપનીઓ (Telecom company) અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે. એરટેલ (Airtel) દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલના પોર્ટફોલિયોમાં (Portfolio) પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને પ્રકારના પ્લાનનો સમાવેશ થાય છે. જો પ્રીપેડ ગ્રાહકોની વાત કરીએ તો કંપની ટ્રૂલી અનલિમિટેડ, ક્રિકેટ પ્લાન, સ્માર્ટ રિચાર્જ, ડેટા, ટોકટાઇમ (ટોપઅપ) સહિત અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે.

ટોકટાઈમ પ્લાન :

જો તમે એરટેલ પ્રીપેડ યૂઝર છો તો તમે કંપનીના ઘણા પ્લાન ટ્રાય કરી શકો છો. પરંતુ સૌથી સસ્તા પ્લાનની વાત કરીએ તો તે ટોપઅપ એટલે કે ટોકટાઇમ પ્લાન છે. કંપની માત્ર 10 રૂપિયાની પ્રારંભિક કિંમતે ટોકટાઇમ પ્લાન આપે છે. એટલે કે, તમે તમારા ફોનને સૌથી ઓછા 10 રૂપિયાથી રિચાર્જ કરાવી શકો છો. આવો જાણીએ કંપની 10 રૂપિયામાં શું આપી રહી છે.