ચેતજો ! ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રહેજો સાવધાન, કાર્ડ બદલીને પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઇ

Share this story

Be careful while withdrawing

  • જૂનાગઢમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલીને પૈસાની ઉઠાંતરી કરતી ગેંગનો થયો પર્દાફાશ, 51 એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત.

જૂનાગઢ :

ગ્રાહકોને લૂંટવા અને છેતરપિંડીના (Fraud) કેસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે. ક્યારેય કેવાયસી અપડેટના નામે તો ક્યારેક વીજળીનું બિલ (Electricity bill) ભરવાનું બાકી છે તેવા ખોટા ફોન કરીને ગ્રાહકો સાથે છેતરીને પૈસા પડાવવાના નવા નવા કારસા સામે આવી રહ્યા છે. ત્યારે હવે એટીએમ કાર્ડ (ATM card) બદલીને પૈસા ઉપાડતી ગેંગ સક્રિય થઇ હોવાનું સામે આવ્યું છે.

પૈસા ઉપાડનારનું ATM કાર્ડ બદલી નાંખતા :

જો તમે એટીએમમાં જઇ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો, કે કોઇ તમારી બાજુમાં ઉભા રહીને તમારા પર નજર તો નથી રાખી રહ્યું ને ? કારણ કે જૂનાગઢમાં એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડતી ગેંગની ઝડપાઇ છે. આ શખ્સો તમારા ટ્રાન્ઝેક્શન પર નજર રાખીને ચાલાકીથી તમારુ એટીએમ કાર્ડ બદલી નાંખતા. એટલે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે જો તમે હવે જાઓ તો ખાતરી કરો કે તમારા સિવાય આસપાસ બીજુ કોઇ હોય નહીં.

51 ATMમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત :

જૂનાગઢ પોલીસે આવી રીતે પૈસા ચોરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આંધ્રપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી છે. તેઓએ વિવિધ રાજ્યોના 51 એટીએમમાંથી પૈસા ઉપાડ્યાની કબૂલાત કરી છે. રોકડ 50 હજાર, કાર અને મોબાઇલ સહિત 8.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બેંકમાં KYC અપડેટના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ :

સુરત ક્રાઇમ બ્રાંચની સતર્કતાને લીધે કેવાયસીના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ ગઇ છે. રવિ બોરડા સહિત 3 યુવકોની ધરપકડ કરી.20 લાખની ઓનલાઇન છેતરપિંડીની હૈદરાબાદ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની વધુ તપાસ કરતા આ સમગ્ર મામલાના તાર સુરતમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જે ડેબિટ કાર્ડમાં રૂપિયા જમા થતા હતા તેનું એડ્રેસ સુરતનું હતું. આ મામલે ક્રાઇમબ્રાંચે તપાસ કરતા રવિ બોરડા નામના આરોપીને ઝડપી પાડ્યો. તેની પાસેથી 500 જેટલા ડેબિટકાર્ડ મળી આવ્યા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને હૈદરાબાદ પોલીસને સોંપી દીધા હતા.