પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ શિક્ષિકા પાકિસ્તાન જવા નીકળી પડી, અટારી બોર્ડર પર …

Share this story

In love with a Pakistani youth

મધ્યપ્રદેશ

પાકિસ્તાની યુવકના (Pakistani youth) પ્રેમમાં પાગલ થઈને બોર્ડર ક્રોસ (Border Cross) કરવા માટે ઘરેથી નિકળી ગયેલી શિક્ષિકાને અટારી બોર્ડર પર જ પકડી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવા જિલ્લાની ફિઝા નામની યુવતી શિક્ષિકા છે. એવુ જાણવા મળ્યુ છે કે સોશિયલ મીડિયા (Social media) થકી ફિઝાને પાકિસ્તાનના દિલશાદ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.તેણે લગ્ન માટે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો.

માર્ચ મહિનામાં પરિવારજનોની જાણકારીની બહાર તેણે પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને દિલશાદને કહીને તેણે 22 જૂને પાકિસ્તાનનો વિઝા પણ મેળવ્યો હતો.જોકે પોલીસને આ બાબતે હજી પણ શંકા છે.

જોકે તે ઘરેથી પરિવારજનોને જણાવ્યા વગર નીકળી ગઈ હતી.આ દરમિયાન પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પરિવારજનોને પાકિસ્તાનના કેટલાક નંબરો પરથી ફોન આવ્યા હતા અને એ પછી તેમણે યુવતી પાકિસ્તાન જવા નિકળી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

જેના પગલે તમામ બોર્ડર પર વોચ રાખવામાં આવી રહી હતી અને આ દરમિયાન અટારી બોર્ડર પર ફિઝા પોલીસના હાથે પકડાઈ ગઈ હતી.પંજાબ પોલીસે મધ્યપ્રદેશ પોલીસને આ બાબતે જાણ કર્યા બાદ હવે પોલીસ તેને લેવા માટે નિકળી ગઈ છે. ફિઝા રીવાની એક કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા છે અને તેના પિતા દુકાન ચલાવે છે.

આ પણ વાંચો –