If there is anything written
- ખાનગી વાહનોમાં હોદ્દાના લખાણો હટાવવા વાહન વ્યવહાર વિભાગનો પરિપત્ર, જો લખાણ લખેલુ જોવા મળશે થશે મસમોટો દંડ
ગાંધીનગર
રાજ્યમાં ખાનગી વાહનો (Private vehicles) પર આપણે જોયુ છે કે વાહનના માલિકો (Vehicle owners) પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો (Unauthorized writings) લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ (Gandhinagar Transport Department) દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.
હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે. ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.
જો લખાણ લખ્યુ હશે તો પોલીસ ફટકારશે દંડ :
મહત્વનું છે કે આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખાવીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજેજ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો –