IRCTC આપી રહ્યું છે રામેશ્વરમ, કન્યાકુમારી સહિત આ સુંદર જગ્યાઓ ફરવાનો મોકો, જાણો સર્વિસ અને ખર્ચ વિશે

Share this story

opportunity to visit

  • રેલ્વે તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે.

જો તમે આવનારા દિવસોમાં ક્યાંય પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે. તમે મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ જેવા સુંદર સ્થળોએ ફરવાની મજા માણી શકો છો. જણાવી દઈએ આ પેકેજ 6 દિવસનું હશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

IRCTCએ  કર્યું ટ્વિટ :

IRCTCએ તેના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે દક્ષિણની મુસાફરીનો આનંદ માણો. IRCTC એર ટૂર પેકેજની સાથે તમે મદુરાઈ, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ અને વધુ બધુ એક્સપ્લોર કરી શકો છો. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે.

ચેક કરો પેકેજની ડિટેલ્સ :

  • પ્રસ્થાન તારીખ – 12 ઓગસ્ટ 2022
  • ફ્લાઇટ ક્યાંથી મેળવવી – વિશાખાપટ્ટનમ એરપોર્ટ
  • કેટલા દિવસનું હશે ટૂર – 6 દિવસ
  • ડેસ્ટિનેશન કવર્ડ – વિશાખાપટ્ટનમ, મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ
  • કેટલો ખર્ચ થશે – 32350 રૂપિયા પ્રતિ વ્યક્તિ
  • ક્લાસ – કંફર્ટ

કેટલો ખર્ચ થશે ?

પેકેજમાં ખર્ચની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 43330 રૂપિયા ખર્ચ કરશો. આ ઉપરાંત ડબલ ઓક્યુપેન્સી માટે વ્યક્તિ દીઠ રૂ. 33770, ટ્રિપલ ઓક્યુપન્સી માટે રૂ. 32350 પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. આ સિવાય જો બાળકની ટિકિટની વાત કરીએ તો 2 થી 11 વર્ષ સુધીના ચાઈલ્ડ વિથ બેડ માટે પ્રતિ બાળક 28225 રૂપિયાનો ખર્ચ થશે. ત્યાં જ ચાઈલ્ડ વિધાઉટ બેડ પ્રતિ બાળક 24270 રૂપિયા લેવામાં આવશે.

આ નંબરો પર કરો સંપર્ક :

આ પેકેજ વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો bit.ly/3b72hYp. અહીં તમને આ પેકેજ સંબંધિત તમામ માહિતી મળશે. આ સિવાય તમે ફોન નંબર 8287932318, 8287932227 પર પણ સંપર્ક કરી શકો છો.

પેકેજમાં શું મળશે :

  • આવવા જવા માટે એર ટિકિટ
  • એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા
  • 4 બ્રેકફાસ્ટ અને 5 ડિનર
  • આ ઉપરાંત ગમે ત્યાં જવા માટે એસી વાહનની સુવિધા પણ હશે.
  • ટ્રાવેલ ઈન્શ્યોરન્સ

આ પણ વાંચો –