ગુજરાતના 50 તાલુકામાં વરસાદ : રાજકોટમાં વીજળી પડતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, છૂટી જશે પરસેવો

Share this story

Rain in 50 talukas of Gujarat

  • રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે.

રાજકોટ

શહેરમાં કાલે બપોરે વાતાવરણમાં (Atmosphere) પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ (Lightning strikes) સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજળીના કડાકાને ભડકાથી શહેરમાં વાતાવરણ ડરામણું બની ગયું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં (Social media) હાલ વીજળીનો દિલધડક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.

આજી-2 ડેમમાં નવા નીરની આવક થઇ છે, જેના કારણે આજી-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ આજી-2 ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યાં છે. આજી-2 ડેમમાં 2034 ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઇ રહી છે જેની સામે હાલમાં ડેમમાંથી 2034 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

ગુજરાતના 50 તાલુકામાં વરસાદ :

અમદાવાદમાં હાલ ચારેબાજુ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં પોણા 2 ઈંચ વરસાદ અને ફતેપુરા અને વઘઈમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો –