This company is offering
- આ કંપની આપી રહી છે મોબાઈલ રીચાર્જનો સૌથી સસ્તો પ્લાન, Rs10 પ્લાનમાં તમને મળશે બધા જ ફાયદાઓ
ટેલિકોમ કંપનીઓ (Telecom company) અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે. એરટેલ (Airtel) દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલના પોર્ટફોલિયોમાં (Portfolio) પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને પ્રકારના પ્લાનનો સમાવેશ થાય છે. જો પ્રીપેડ ગ્રાહકોની વાત કરીએ તો કંપની ટ્રૂલી અનલિમિટેડ, ક્રિકેટ પ્લાન, સ્માર્ટ રિચાર્જ, ડેટા, ટોકટાઇમ (ટોપઅપ) સહિત અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે.
ટોકટાઈમ પ્લાન :
જો તમે એરટેલ પ્રીપેડ યૂઝર છો તો તમે કંપનીના ઘણા પ્લાન ટ્રાય કરી શકો છો. પરંતુ સૌથી સસ્તા પ્લાનની વાત કરીએ તો તે ટોપઅપ એટલે કે ટોકટાઇમ પ્લાન છે. કંપની માત્ર 10 રૂપિયાની પ્રારંભિક કિંમતે ટોકટાઇમ પ્લાન આપે છે. એટલે કે, તમે તમારા ફોનને સૌથી ઓછા 10 રૂપિયાથી રિચાર્જ કરાવી શકો છો. આવો જાણીએ કંપની 10 રૂપિયામાં શું આપી રહી છે.
આ કંપનીનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે :
સવાલ એ છે કે 10 રૂપિયામાં શું મળશે. એરટેલ તમને 10 રૂપિયામાં 7.47 રૂપિયાનો ટોકટાઇમ આપે છે. આ ટોકટાઇમનો ઉપયોગ તમે કોઇ પણ કામ માટે કોલિંગ, ઇન્ટરનેટ અને એસએમએસ માટે કરી શકો છો. એટલે કે 10 રૂપિયામાં તમે તમારા એરટેલ સિમથી કોઈ પણ વસ્તુ, ડેટા અથવા એસએમએસ કરી શકો છો.
વધુ મોટા પ્લાન પણ ઉપલબ્ધ :
જો કે આ માટે તમારે સ્ટાન્ડર્ડ ચાર્જ આપવો પડશે. માત્ર 10 રૂપિયા જ નહીં, કંપની બીજા ઘણા પ્લાન પણ આપે છે. 20 રૂપિયામાં તમને 14.95 રૂપિયાનો ટોકટાઇમ મળે છે, જ્યારે 100 રૂપિયાના ટોપઅપ પર તમને 81.75 રૂપિયાનો ટોકટાઇમ મળશે. એરટેલમાં તમે 5000 રૂપિયા સુધીનો ટોકટાઇમ રિચાર્જ કરાવી શકો છો. 5000 રૂપિયામાં તમને 4237.29 રૂપિયાનો ટોકટાઇમ મળશે.
એરટેલનું સ્માર્ટ રિચાર્જ :
કંપની સ્માર્ટ રિચાર્જ પણ આપે છે. એરટેલના સ્માર્ટ રિચાર્જથી યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને 99 રૂપિયાનો ટોકટાઇમ પણ મળશે. સારી વાત એ છે કે કંપનીના આ પ્લાનની કિંમત પણ 99 રૂપિયા છે. એટલે કે તેમાં તમને ફુલ ટોકટાઇમ મળે છે. યૂઝર્સ 200એમબી ડેટા, 1 રૂપિયા માટે લોકલ એસએમએસ અને 1.5 રૂપિયામાં એસટીડી એસએમએસ કરી શકે છે.
આ પણ વાંચો –