Strange order of the principal
- ભાવનગરની મહિલા કોલેજ ફરીવાર વિવાદમાં આવી છે. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને ભાજપનું સભ્ય પદ લેવા માટે નોટિસ આપતા વિવાદ થયો.
ભાવનગરની (Bhavnagar) શ્રીમતી ન.ચ ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ એને કોમર્સ કોલેજના (College of Women’s Arts and Commerce) આચાર્યએ 24 જૂનના રોજ નોટિસ જાહેર કરી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતુ કે, ભાજપમાં પેજ કમિટીના સભ્ય (Member of the Page Committee) તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવું. આ સાથે વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યું હતું. સમગ્ર વિવાદ સામે આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીનીઓને ભાજપના સભ્ય બનવા કોલેજે કર્યા હતા આદેશ :
નોટીસ જાહેર કરતા વિવાદ વધ્યો છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, શૈક્ષણિક સંસ્તાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. તેમજ કોના આદેશથી આવી નોટીસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઇન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરાયા :
બીજી તરફ આ અંગે વિવાદ વકરતાં ભાવનગરની ગાંધી મહિલા કૉલેજના ઈન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.કૉલેજના સત્તાધીશોએ રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આચાર્યની વિવાદાસ્પદ નોટીસને લઇ આચાર્યનો મોટા પાયે વિરોધ શરૂ થયો હતો. જેને કારણે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો –