હતાશ થયેલા યુવકો માટે આશાનુ કિરણ છે સુરતનો વિષ્ણુ, એક હાથ ન હોવા છતા સ્વીમિંગમાં છે ચેમ્પિયન

Share this story

Vishnu of Surat

  • અડગ મનના માનવીને હિમાલય નડતો નથી હોતો, ત્યારે બેરોજગાર કે હતાશ થયેલા યુવાનો માટે વિષ્ણુ એક કદાવમાંથી બહાર આવીને ખીલેલા ફૂલનુ પ્રતિક જેવો છે

સુરત

સુરતમાં (Surat) ધો 11 માં અભ્યાસ કરતો વિષ્ણુ (Vishnu) દિવ્યાંગ હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સિદ્ધિ સ્વીમીંગ ક્ષેત્રે પ્રાપ્ત કરી છે. વિષ્ણુએ હાર ન માની નેશનલ સ્વીમીંગ કક્ષામાં (National Swimming Class) 3 ગોલ્ડ મેડલ મેળવી. અન્ય દિવ્યાંગ લોકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના ઉધના ભાઠેના વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિષ્ણુ રાણાએ કેન્સરના કારણે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. વિષ્ણુ સાથે આકસ્મિક રીતે જ આ ઘટના બની હતી. પરંતુ નાસીપાસ થવાને બદલે વિષ્ણુએ જીવનમાં પોઝિટિવિટી સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે તેણે એક જ હાથથી કામ કરવાનુ શરૂ કર્યું. પછી તેણે વિચાર્યુ કે, દિવ્યાંગ હોય તો શું સ્પોર્ટસ પણ ન કરી શકે. તેથી તેણે સ્વીમિંગ શરૂ કર્યું. સતત પ્રેક્ટિસથી તેની ફાવટ એવી આવી ગઈ કે, હવે તો સામાન્ય લોકોને પણ સ્વિમિંગમાં પાછળ છોડી દે છે.

બંને હાથ-પગ સહી સલામત હોવા છતાં ઘણા લોકો સ્વીમિંગ યોગ્ય રીતે કરી શક્તા નથી, ત્યારે વિષ્ણુ રાણાને એક હાથથી પણ ખૂબ જ સરળતાથી સ્વિમિંગ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. આ અંગે વિષ્ણુ રાણાએ જણાવ્યું હતું કે, તે ફક્ત દસ વર્ષનો હતો, ત્યારે વરસાદના કારણે પડી ગયો હતો. જમણા હાથમાં ફ્રેક્ચર થતા દોઢ મહિનો પાટો રાખ્યો હતો. જોકે ત્યારે, એક નોર્મલ ગાંઠ પણ નીકળી હતી.

ડોક્ટરે કહ્યું હતું કે, બધુ નોર્મલ થઈ જશે. પરંતુ બાદમા મારો હાથ ફૂલવા લાગ્યો હતો. ચેક કરતા માલૂમ પડ્યુ કે તે કેન્સરની ગાંઠ છે. બે ગાંઠ કાઢ્યા બાદ ફરીથી ગાંઠ થઈ હતી. જેને લઈને હાથ કાપવો પડ્યો હતો. શરૂઆતના થોડો સમય તકલીફ પડી હતી. પરંતુ બાદમાં ટેવાઈ ગયો હતો. હવે તો હું મોટાભાગના કામ જાતે કામ કરી લઉં છે.

19 વર્ષની ઉંમરમાં વિષ્ણુ રાણાની ત્રણ વાર સર્જરી થઈ છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી તે ઈચ્છે છે કે, જો રાજ્ય સરકાર મદદ કરે તો ઇન્ટરનેશનલ કક્ષાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લાવવા ઈચ્છા પણ ધરાવે છે.

વિષ્ણુના કોચ રાજન શારંગે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિષ્ણુ સામાન્ય લોકો કરતા પણ સારી રીતે સ્વીમિંગ કરે છે. રોજે ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે. એક હાથથી સ્વીમિંગ ખૂબ જ અઘરું છે, તેમ છતા મજબૂત મનોબળના કારણે તે સારી રીતે સ્વીમિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી હોતો, ત્યારે બેરોજગાર કે હતાશ થયેલા યુવાનો માટે વિષ્ણુ એક કદાવમાંથી બહાર આવીને ખીલેલા ફૂલનુ પ્રતિક જેવો છે.

આ પણ વાંચો –