Home Blog Page 1396

પત્રકારો માટે મોટી જાહેરાત: કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને સરકાર આપશે 5-5 લાખ રૂપિયા, કેન્દ્રએ આપી મંજૂરી

0

Big announcement for journalist

  • કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રની મોદી સરકાર (Modi government) કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના (Journalists) પરિવારોને આર્થિક મદદ (Financial help) આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના (Ministry of Broadcasting) સચિવ અપૂર્વ ચંદ્રાની (Secretary Apoorva Chandra) અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા.

પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયતા :

સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કકરી રહેલા પત્રકારોને સારવાર માટે મદદની પણ ભલામણ કરી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોવિડ 19ના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી છે.

આ યોજના વિષમ પરિસ્થિતિઓના કારણે પત્રકારોના મોત થવાના સ્થિતિમાં પરિવારને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવે છે. તો વળી સ્થાનિક વિકલાંગતા, ગંભીર દુર્ઘટનાઓ અને ગંભીર બિમારીઓના કેસમાં પત્રકારોને આર્થિક મદદ આપવામાં આવે છે. ગત વર્ષે 134 પત્રકારોને અને તેમના પરિવારને અલગ અલગ ક્ષેણીમાં 6.47 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.

આ પણ વાંચો –

મોડાસાનો ચર્ચિત કિસ્સો : શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી…

0

Discussed case of Modasa

  • આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.

તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman) બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધામ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના (Principal) સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે (Modasa Town Police Station) આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે :

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ પણ વાંચો –

 

નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની ધરપકડ, જાહેરમાં આપી હતી ધમકી

0

Maulana arrested for making

  • નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાને રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ભડકાઉ ભાષણ (Provocative speech) આપનારા મૌલાનાને (Maulana) રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. મૌલાનાની ધરપકડની માગ ઉદયપુરમાં કનૈયાલાલની (Kanaiyalal) હત્યા બાદ થઈ રહી હતી. તેમની ધરપકડ ન થતાં પોલીસ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. પણ હવે પોલીસે તેને બૂંદીમાંથી ધરપકડ કરી લીધો છે. બૂંદી પોલીસે સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

ભડકાઉ ભાષણ આપ્યા હતાં :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બૂંદી કલેક્ટ્રેટ પર મૌલાના મુફ્તી નદીમે નુપુર વિરુદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરી હતી. આ મામલે હવે પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે. તો વળી મૌલાનાના સમર્થકો પણ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. સુરક્ષાને જોતા ત્યાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નૂપુર શર્મા વિરુદ્ધ મૌલાના મુફ્તી નદીને ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે, જો કોઈ આંખ ઉંચી કરશે તો, તેની આંખો ફોડી નાખીશું, જો કોઈ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી નાખીશું અને કોઈ હાથ ઉઠાવશે તો તેનો હાથ તોડી નાખીશું.

સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉશ્કેરવા આરોપ :

મૌલાનાએ બૂંદી કલેક્ટ્રેટ પર એવું પણ કહ્યું હતું કે, જો અમારા પયગંબર વિરુદ્ધ બોલનારા પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુસ્લિમ સમાજ રિએક્શન આપવાનું જાણે છે. મૌલાનાએ બૂંદી મુસ્લિમોને ઉકસાવતા કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ પયગંબર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો તે બચી શકશે નહીં. જાણકારી અનુસાર 3 જૂને બૂંદી કલેક્ટ્રેટ પરિસરમાં રેલી થઈ હતી. આ દરમિયાન મૌલાના મુફતી મદીન અને મૌલાના આલમ ગૌરીએ ભડકાઉ ભાષણો આપ્યા હતા. તેમણે લોકોને ઉકસાવ્યા હતા.

આ પણ વાંચો –

 

નિવૃત્તિ પછી પણ રાષ્ટ્રપતિ કોવિંદનો ‘જલવો’ યથાવત રહેશે , જીવનભર મળશે આ સુવિધાઓ

0

Even after retirement

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેઓ ક્યાં રહેશે અને તેમને કઈ સરકારી સુવિધાઓ મળશે ? ચાલો જાણીએ.

ભારતમાં રાષ્ટ્રપતિ (President) દેશના પ્રથમ નાગરિક છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ramnath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તેમની નિવૃત્તિની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદનું નવું સ્થાન શું હશે ? આ સિવાય તેમને શું સુવિધાઓ મળશે ?

12 જનપથમાં શિફ્ટ થઈ શકે છે :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાજધાની દિલ્હીમાં 12 જનપથ સ્થિત નિવાસસ્થાનમાં રહેશે, જે લુટિયન્સ દિલ્હીના સૌથી મોટા બંગલાઓમાંથી એક છે. જો કે હજુ સુધી તેમના નામે ફાળવણી કરવામાં આવી નથી. આ બંગલો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રામનાથ કોવિંદનો હતો.

આ સરકારી સુવિધાઓ મળશે :

પ્રેસિડેન્ટ એલિમેન્ટ્સ એક્ટ-1951 મુજબ, ભારતના રાષ્ટ્રપતિને નિવૃત્તિ પછી ઘણી સરકારી સુવિધાઓ મળે છે. ચાલો તેમના વિશે જણાવીએ.

– માસિક પેન્શન
– બે સચિવો અને દિલ્હી પોલીસની સુરક્ષા
– ઓછામાં ઓછા 8 રૂમ ધરાવતો સરકારી બંગલો
– 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈન્ટરનેટ કનેક્શન
– મફત પાણી અને વીજળી
– કાર અને ડ્રાઇવરો
– લાઈફ ટાઈમ ટ્રેન અને ફ્લાઈટ માટે ફ્રી ટિકિટ
– રાષ્ટ્રપતિના પત્નીને રૂ. 30,000ની સચિવાલય સહાય

18મી જુલાઈના રોજ મતદાન થશે :

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈના રોજ થશે અને મતોની ગણતરી 21 જુલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની તારીખ 15 જૂનથી શરૂ થઈ હતી અને તેની છેલ્લી તારીખ 29 જૂન હતી. પ્રમુખની ચૂંટણી માટે 98 લોકોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે ઉમેદવારોના નામાંકન યોગ્ય જણાયા છે. બાકીના 96 લોકોના નામાંકન રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

જાતીય સતામણીનાં કેસમાં એક્ટર વિજયબાબુને કોઈ રાહત નહીં, સતત છઠ્ઠા દિવસે પોલીસ સામે હાજર થયા, જુઓ કેવા હાલ

No relief to actor Vijaybabu

  • ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ફિલ્મ જગતમાં આપણે હંમેશા મૂવી, ફેશન અને ગોસિપની ચર્ચાઓ સાંભળતા હોઇએ છીએ. ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film industry) ખળભળાટ મચી ગયો છે.  ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવીને અભિનેતાઓ (Actor) ફેન્સના મનમાં એક ઊંડી છાપ છોડી જાય છે. મોટા ભાગના સ્ટાર્સ વિશે આપણે પોઝિટીવ જ સાંભળીએ છીએ ત્યારે એક આવા જ એક સ્ટાર્સ પર જાતીય સતામણનો (Sexual harassment) આરોપ લાગતા ચકચાર મચી ગયો હતો.

સાઉથના સુપરસ્ટાર અને નિર્માતા વિજય બાબુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બની રહ્યા છે. જાતીય સતામણીના કેસમાં એમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ ગંભીર આરોપ કોઝિકોડ જિલ્લાની રહેવાસી પીડીતાએ કેસ દાખલ કરાવતા પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક્ટર વિજય બાબૂએ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેણીને ફ્લેટ પર બોલાવતો હતો. કોચી વાળા ફ્લેટ પર બોલાવીને એક્ટર  પીડિત મહિલા સાથે યૌન ઉત્પીડન કરતો હતો. પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે વિજય બાબૂએ તેની સાથે એક વાર નહિં પરંતુ ઘણીવાર રેપ કર્યો હતો. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ પછી અભિનેતા 27 જૂનના દિવસે એર્નાકુલમ ટાઉન સાઉથ પોલીસસ્ટેશનમાં હજાર થયા હતા. એ સમયે અધિકારીઓ એ તેમની સાથે ઘણા સવાલ જવાબ પણ કર્યા હતા.

કેસ દાખલ થતાં જ બાબુ ઘણા દિવસ સુધી ગાયબ રહ્યા હતા. એ પછી કોચિ પોલીસ એમની સામે લુકઆઉટ સર્કુલર બહાર પાડ્યું હતું. જો કે પોલીસને આશંકા હતી કે તેઓ દેશ છોડની ચાલ્યા ગયા છે. એ પછી એમની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેરળના ઉચ્ચ ન્યાયાલયે એમને અગ્નિમ જામીન આપી હતી છતાં પણ એમને હાલ અધિકારીઓ સામે પેશ થવું પડે છે. જો કે આ બધા વચ્ચે વિજય બાબુએ એક ફેસબુક લાઈવ કર્યું હતું અને તેની સામે લાગેલ દરેક આરોપોને ખોટ ગણાવ્યા હતા અને ખુદને નિર્દોષ સાબિત કર્યા હતા.

આજે કેરળ હાઈકોર્ટના નિર્દેશ મુજબ અભિનેતા-નિર્માતા વિજય બાબુ તેમની સામે નોંધાયેલા જાતીય શોષણના કેસના સંબંધમાં પૂછપરછ માટે એર્નાકુલમ ટાઉન સાઉથ પીએસમાં સતત છઠ્ઠા દિવસે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા છે.

આ પણ વાંચો –

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા, સાથી ધારાસભ્યોને મુંબઈ પરત લાવશે

0

Eknath Shinde arrives in Goa

  • મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને લેવા માટે પહોંચ્યા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) લેવા માટે પહોંચ્યા છે. કહેવાય છે કે, એકનાથ શિંદે તમામ ધારાસભ્યોને લઈને મુંબઈ બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ(Mumbai) પાછા ફરશે. આ અગાઉ ગોવામાં આ ધારાસભ્યોની બેઠક પણ થઈ શકે છે. અગાઉ એકનાથ શિંદે પણ ગોવામાં હતા, જો કે તેમના સાથી ધારાસભ્યો ત્યાં જ રોકાઈ રહ્યા હતા, પણ હવે ફ્લોર ટેસ્ટ અને વિધાનસભા સ્પિકરની (Assembly Speaker) ચૂંટણી પહેલા ધારાસભ્યોનું મુંબઈ પાછા ફરવું ખૂબ જ જરૂરી છે.

વિધાનસભા સ્પિકરની થશે ચૂંટણી :

કહેવાય છે કે, ગોવામાં રોકાયેલા એકનાથ શિંદે જૂથના તમામ 50 ધારાસભ્યો બપોરે 2 વાગ્યે વિશેષ ચાર્ટર પ્લેન મારફતે મુંબઈ આવશે. આ અગાઉ ધારાસભ્ય દીપક કેસરકર બપોરે 12 કલાકે પીસી કરશે. આપને જણાવી દઈએ કે, રવિવારે 3 જૂલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર થશે, તેમાં સ્પિકરના નામની પસંદગી થશે. જેમાં સામેલ થવા માટે એકનાથ શિંદ જૂથના તમામ 50 ધારાસભ્યો આજે ગોવાથી મુંબઈ આવશે. મુંબઈમાં તેમની કડક સુરક્ષા વચ્ચે હોટલ ટ્રાઈડેંટ અથવા તાજ પ્રેસિડેંટમાં રોકવામાં આવશે.

બળવાખોરો માટે કડક સુરક્ષા વ્યવસ્થા :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બળવાખોર ધારાસભ્યોનું ખાસ ધ્યાન રાખવામા આવશે. તેના માટે પહેલાથી તૈયારીઓ થઈ ચુકી છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની નીચે ઉતાર્યા બાદ આ તમામ બળવાખોર ધારાસભ્યો શિવસૈનિકોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. જેને જોતા ગુવાહટીથી લઈને ગોવા સુધી પોલીસની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ અગાઉ આ બળવાખરો ધારાસભ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં શિંદે સીએમ બનતા ખુશીથી ઝુમવા લાગ્યા હતા.

આ પણ વાંચો –

શતાબ્દી ટ્રેનમાં 20 રૂપિયાની ચા પર મુસાફરે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવ્યો, ‘ચાનું બિલ’ થયું વાયરલ

0

Passenger pays Rs 50

  • ટ્રેનની મુસાફરી દરમિયાન ‘ચાના બિલ’ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનું કારણ બિલમાં લખેલા ચાના દર છે.

પ્લેનમાં મુસાફરી કરતી વખતે જો તમને ભૂખ લાગી હોય તો તમે તમારા માટે કંઈક ખરીદ્યું હશે. શક્ય છે કે તમારે આ માટે વધારે કિંમત ચૂકવવી પડશે. પરંતુ ટ્રેનની મુસાફરીમાં (Train travel) આવું ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણી વખત વસ્તુઓ ડિસ્કાઉન્ટેડ રેટ (Discounted rate) પર મળે છે. નાસ્તાથી લઈને લંચ અને ડિનર (Lunch and dinner) સુધી ઓછા પૈસામાં મળી રહે છે. જો કે, આ સિવાય ટ્રેનની મુસાફરી દરમિયાન ‘ચાના બિલ‘ની (Tea bill) એક તસવીર સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહી છે. તેનું કારણ બિલમાં લખેલા ચાના દર છે. ટ્વિટર પર યુઝર્સ ચાના રેટને લઈને ઘણી રમુજી અને વ્યંગાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે.

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક તસવીરમાં જોવા મળે છે કે એક ટ્રેન પેસેન્જરે એક કપ ચા માટે 70 ચૂકવ્યા હતા. તેનાથી પણ વધુ રસપ્રદ ચા પરનો સર્વિસ ચાર્જ છે. તસવીરમાં જોવા મળે છે કે મુસાફર 20 રૂપિયાની ચા માટે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવતો હતો. આ ઘટના 28 જૂનના રોજ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીથી ભોપાલ જઈ રહી હતી ત્યારે બની હતી. ટ્વીટર પર ટેક્સ ઈન્વોઈસની તસવીરો વાયરલ થઈ છે.

જણાવી દઈએ કે રેલ્વે મુજબ, જો કોઈ યાત્રી એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે કોઈપણ ફૂડ પ્રી-ઓર્ડર ન કરે તો તેણે રાઈડ દરમિયાન કોઈ વસ્તુનો ઓર્ડર આપતી વખતે 50નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રેલ્વેએ 2018 માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જો કોઈ મુસાફર કે જેણે ટિકિટ બુક કરાવતી વખતે કેટરિંગ સેવાઓનો વિકલ્પ પસંદ ન કર્યો હોય અને મુસાફરી દરમિયાન ખોરાક ખરીદવાનું નક્કી કર્યું હોય, તો તે/તેણીના રિફંડ માટે હકદાર રહેશે. દરેક ભોજન.” ભોજન માટે રૂ. 50 ની વધારાની રકમ સૂચિત કરવામાં આવી છે. ભોજન માટેના કેટરિંગ ચાર્જ IRCTCના ઓન-બોર્ડ સુપરવાઈઝર દ્વારા વસૂલવામાં આવશે.”

ભારતીય રેલ્વે દ્વારા 2018 માં બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર જણાવે છે કે, જ્યારે કોઈ મુસાફર રાજધાની અથવા શતાબ્દી જેવી ટ્રેનોમાં રિઝર્વેશન કરતી વખતે ફૂડ બુક કરાવતો નથી, તો ચા, કોફી અથવા ફૂડ ઓર્ડર કરવા માટે 50 નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. ભલે તે માત્ર એક કપ ચા હોય.

આ પણ વાંચો –

જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ દિલ્હી પરત ફરી, કેબિનમાં જોવા મળ્યો ધુમાડો

0

SpiceJet flight to Jabalpur

  • 5000 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા પછી વિમાનના કેબિનમાં ધુમાડો જોવા મળતા ફ્લાઈટ જબલપુર જવાની જગ્યાએ દિલ્હી પાછી ફરી.

દિલ્હીથી (Delhi) જબલપુર (Jabalpur) જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું. સ્પાઈસજેટના (SpiceJet) પ્રવક્તાએ આ જાણકારી આપતા કહ્યું કે ફ્લાઈટના ટેકઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું તો પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો. ત્યારબાદ વિમાન દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લેન્ડ કરાવવામાં આવ્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિમાનમાં ધુમાડો ભરાયેલો છે. અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાથી ઘણી પરેશાની થઈ રહી છે. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ એરપોર્ટ ઉપર જ રાખવામાં આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બીજા વિમાનથી મુસાફરોને જબલપુર મોકલવામાં આવશે.

અત્રે જણાવવાનું કે 19 જૂનના રોજ પણ સ્પાઈસજેટના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનની અંદર આગની જાણ થતા જ દિલ્હી જઈ રહેલા વિમાનનું પટણા એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાન પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 12.10 વાગે ઉડ્યું હતું. ટેકઓફની થોડી મિનિટ બાદ જ વિમાનના એક પાંખમાં આગ લાગી ગઈ હતી.

વિમાનના પાંખમાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી ત્યારબાદ તેની જાણ પટણા પોલીસને કરાઈ હતી. આ ઘટનાની સૂચના એરપોર્ટને અપાઈ. પછી વિમાન પાછું લાવવામાં આવ્યું હતું. આ બાજુ DGCA દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટની ઝપેટમાં એક પક્ષી આવી ગયું હતું. ત્યારબાદ હવામાં જ વિમાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ

0

Bengali fisherman won the lottery

  • પશ્ચિમ બંગાળ (West Bengal)ના એક માછીમાર માટે ચોમાસામાં માછીમારી કરવી લોટરી સમાન સાબિત થઈ. માછીમારને 55 કિલો માછલી (55 kg Telia Fish)મળી, જે વેચીને માછીમાર (Fisherman)ને 13 લાખ રૂપિયા મળ્યા.

બંગાળ (Bengal)ના દિઘામાં રહેતા માછીમાર (Fisherman)ની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. જેનુ કારણ છે એક માછલી. જી હા, એક માછલીએ માછીમારનું એકાએક જીવન બદલી નાખ્યુ. માછીમારને એક આવી માછલી (55 kg Telia Fish) મળી, જેને વેચીને તે લાખોપતિ (Millionaire) બન્યો છે, આ સમાચારે આસપાસના વિસ્તારોમાં સનસનાટી મચાવી દીધી. ત્યારથી ઘણા લોકો આવી અન્ય માછલીઓની આશામાં દરિયામાં બોટિંગ કરી રહ્યા છે. આ માછલી પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મિદનાપુર વિસ્તારમાંથી મળી આવી હતી.

આપણે આવી ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ છે, જ્યાં સમુદ્રના ગર્ભમાંથી ખૂબ જ વિચિત્ર માછલીઓ બહાર આવે છે અને લોકોનું જીવન બદલી નાખે છે. મહાસાગરની દુનિયા અનેક પ્રકારની માછલીઓથી ભરેલી છે. આવી ઘણી માછલીઓ પણ સમુદ્રના ગર્ભમાં છુપાયેલી છે, જે ક્યારેય જોઈ કે સાંભળી નથી. પશ્ચિમ બંગાળના માછીમારોને આ વખતે જે માછલી મળી છે તે તેલિયા ભોલા પ્રજાતિની છે. માછલી વિશાળ હતી. તેનું વજન લગભગ 55 કિલો હતું. દિઘા મોહના માછલીની હરાજીમાં તે 26 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી.

ત્યાં અચાનક લોકોનું ટોળું ઉમટી પડ્યું :

પ્રવાસીઓમાં આટલી મોટી માછલી પકડવાના સમાચાર આવતા જ બધા તેને જોવા માટે એકઠા થઈ ગયા. આ એક માછલીને જોવા માટે ઓક્શન સેન્ટરમાં ભીડ ઉમટી પડી હતી. આ માછલીનું પરિવહન દક્ષિણ 24 પરગણાના રહેવાસી શિબાજી કબીરે કર્યું હતું. માછલી માટે બોલી લગાવવાની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં આખરે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે માછલીનો સોદો થયો હતો.

અમૂલ્ય માછલી :

તેલિયા ભોળાની ઘણી માંગ છે. તેમાં ઘણા ફાયદાકારક ઘટકો છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. રિપોર્ટ્સ અનુસાર આ માછલી એક વિદેશી ફર્મે ખરીદી હતી. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં એક વેપારીએ જણાવ્યું કે આ માછલીમાંથી બનેલી દવાઓ ઘણા લોકોના જીવ બચાવવા માટે ઉપયોગી છે. આ કારણે, વિદેશી કંપનીઓ તેમને ખરીદવામાં ખૂબ રસ લે છે. ખાસ કરીને આ માછલીનું સ્વિમ બ્લેડર. તે માછલીના પેટમાં હોય છે. તે માછલીનો સૌથી મોંઘો ભાગ માનવામાં આવે છે.

આ પણ વાંચો –

લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં ગુનાખોરી રોકવા પો.કમિ. અજય તોમરની ‘જાદુઈ છડી’

  • વસ્તી અને વિસ્તારમાં અફાટ વધારો છતાં ગુનાખોરી ઉપર નિયંત્રણ પાછળ પોલીસદળની માનસિક સ્થિતિમાં બદલાવ કારણભૂત
 
  • નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકથી શરૂ કરીને શાકભાજી માર્કેટ સુધી મહિલાઓ સલામત
    નહોતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, કારણ ગુનેગારોને ભગાડવા પોલીસની હાજરી જ મહત્ત્વની
 
  • ઉપરી અધિકારીઓ બદલાયા પરંતુ પોલીસ જવાનો તો એના એજ છે છતાં પોલીસ દળના નૈતિક જુસ્સામાં બદલાવ લાવવામાં આવતાં પોલીસની સક્રિયતામાં નવું જોમ રેડાયું
 
  • અજય તોમરને એ પણ ખબર છે કે, નવાપુરા રાણાવાડ (ગોલવાડ)માં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘‘અહિંયા બેસીને દારૂ પીવાની મનાઈ છે’’
 
કોઈપણ ગામ કે શહેરનો વિસ્તાર અને વસ્તી વધે એટલે સમાંતર ગુનાખોરી વધવાની, પરંતુ સુરત માટે કંઈ જ જુદુ જ ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતનો વિસ્તાર અને વસ્તીમાં બેહદ વધારો થયો છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં આ શહેરમાં ચમત્કારીક શાંતિ પ્રસરી રહી છે. સુરત ઔદ્યોગિક શહેર હોવા ઉપરાંત દેશભરના રાજ્યોના અર્ધશિ‌‌િક્ષત અને મજુર વર્ગની ખૂબ મોટી વસ્તીએ સુરતમાં સ્થળાંતર કર્યું છે. ડાયમંડ અને કાપડ, કેમિકલ્સ, એન્જિનિયરીંગ ઉદ્યોગથી ધમધમતા સુરત શહેરમાં સાવ અજાણ્યા માણસને પણ નોકરી મળી જાય છે. કારણ કે, આ એવા ઉદ્યોગો છે જેમાં મજુરી કામ મેળવવા ઉચ્ચ શિક્ષણની લાયકાતની જરૂર નથી. કોરોનાની મહામારી બાદ સુરતની વસ્તીમાં રાતોરાત ૧૦ લાખથી વધુ લોકોનો વધારો થયો હશે એમ કહી શકાય. કારણ ગુજરાતના ગ્રામિણ વિસ્તારના લોકો અને પરપ્રાંતિય લોકોનું રોજગારી માટે સુરત તરફ મોટાપાયે સ્થળાંતર થયું હતું અને થઈ રહ્યું છે.
પરંતુ આટલી મોટી વસ્તીનું સ્થળાંતર અને વિવિધ પ્રાંત, વિવિધ ભાષા અને વિવિધ વર્ગના લોકોનો સમૂહ છતાં ગંભીર ગુનાખોરીમાં ઘટાડો. આને ચમત્કાર જ કહેવો પડે. કોરોના પછીની સ્થિતિ અને ચારેતરફ મંદીનો માહોલ હોવાથી સ્વભાવિક આર્થિક ગુનાખોરી વકરવા સાથે ચીલઝડપના બનાવોની સંખ્યા વધી શકે. પરંતુ આમાનું સુરતમાં કંઈ જ થયું નથી. કોઈ એકલ દોકલ બનાવોને બાદ કરતાં શહેરનું જનજીવન નિર્ભય બનીને ધબકી રહ્યું છે. અહિંયા મધરાત્રે પણ બહેન, દિકરીઓ જાહેર માર્ગો ઉપર નીકળી શકે છે. દેશના અન્ય પ્રાંતોમાં બનતી કોમવાદની ઘટનાના સુરતના કોઈ ખૂંણામાંથી પ્રત્યાઘાત જોવા કે સાંભળવા મળતા નથી.
પાછલાં બે ત્રણ વર્ષને નજીકથી જોવામાં આવે તો આ એક હકીકત છે. કોરોનાની મહામારીનો સામનો કરવા અને એકબીજાને મદદ કરવામાં સુરતમાં વર્ગવાદના વાડા ભુલાઈ ગયા હતા અને કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યા પછી આર્થિક મંદીના દોરમાં પણ સુરતના કોઈ ખૂંણામાં કોઈ ગંભીર ગુનાખોરીની બૂમ ઊઠી નથી.
કારણ સુરત શહેરનું પોલીસતંત્ર સતર્ક છે અને પોલીસ તંત્રને સતર્ક રાખવા માટે સુકાની મજબૂત છે. ઘણી વખત આપણી આસપાસ બનતી સકારાત્મક અને સુખદ ઘટનાઓ પાછળના કર્ણધારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. પહેલી વાત તો એ છે કે, ૭૦ લાખની અફાટ વસ્તી. ઠેર ઠેર ઔદ્યોગિક વસાહતો, લાંબો દરિયા કિનારો અને નજીકમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ખરેખર તો ગુનેગારો માટે મોકલુ મેદાન કહી શકાય અને છતાં ગુનેગારો અહિંયા ફરકવા સુદ્ધાની હિંમત કરતા નથી. વળી જે કોઈ એકલ દોકલ ઘટનાઓ બનવા પામે છે તેમાં પણ સોએ સો ટકા રિકવરી સાથે ગુના ઉકેલાય ગયા છે.
આજે અષાઢી બીજ, રથયાત્રા અને વરસાદી માહોલથી શહેરમાં ખુશનુમા વાતાવરણ છવાઈ ગયું હતું. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર કંઈક જુદા જ મૂડમાં હતા. મૂળભૂત કવિ હૃદયના અજયકુમાર તોમર સાથે કોઈપણ પ્રકારના આયોજન વગર ભેટો થઈ ગયો હતો. પાછલા લગભગ ત્રણ વર્ષથી સુરતમાં ફરજ બજાવી રહેલા અજયકુમાર તોમર પોતે પણ કંઈક અંશે સુરતી બની ગયા છે. થોડી ઘણી વાતો વચ્ચે સુરત શહેરના રિવાજ, ભૂતકાળ, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ અને પંચરંગી સુરત વિશેની વાતો નીકળી હતી.
આ બધાની વચ્ચે સુરતની કાયદો, વ્યવસ્થાના મુદ્દે પ્રશ્ન છેડતા અજયકુમાર તોમરની આંખોમાં ગૌરવ સાથે રોનક છવાઈ ગઈ હતી અને તેમણે માંડીને વાત કરતાં કહ્યું હતું કે, સુરતની ધરતી મૂળભૂત રીતે પ્રેમાળ છે. અહિંયા કોઈને ઈર્ષાભાવ નથી. દરેક શહેર, રાજ્ય અને દેશનો એક સ્વભાવ હોય છે. કોઈ ગામ કે શહેરનું વિસ્તરવુ એ સ્વભાવિક પ્રક્રિયા છે, પરંતુ આ વિસ્તરણની સાથે સમાંતર ઘસડાઈ આવતા તત્ત્વોને ઓળખીને દૂર કરવામાં આવે કે નિયંત્રિત કરવામાં આવે તો ચોક્કસ ગુનાખોરી રોકી શકાય. સુરતમાં દેશભરના રાજ્યોના લોકો વસવાટ કરે છે. બધા જ અહિંયા બે પૈસાની કમાણી કરવા માટે જ આવે છે, પરંતુ શ્રમજીવી સમૂહની સાથે ઘુસી આવતા તત્ત્વોને ઓળખી લેવામાં આવે તો ગુનાખોરી ઉપર માત્ર નિયંત્રણ જ નહીં, પરંતુ પૂર્ણવિરામ પણ મુકી શકાય.
પરંતુ આ બધુ કરતાં પહેલા પોલીસદળના નૈતિક જુસ્સામાં વધારો કરવો અનિવાર્ય છે. ભૂતકાળમાં ઘણાં પોલીસના જ લોકો ગુનેગારો સાથે મળેલા હોવાની ઘટનાઓ બનવા પામી હતી. દારૂ, જુગારના અડ્ડાવાળાઓ સાથે ઉઠક બેઠક અને ઘણી વખત અનૈતિક ધંધામાં સંડોવણીના આક્ષેપો થતા હતા. કારણ પોલીસદળને યોગ્ય દિશા આપવાનું કામ થતું નહોતું. પ્રત્યેક પોલીસ જવાનમાં કોઈકને કોઈક ખૂબી છુપાયેલી હોય છે. આ ખૂબીને ઓળખવામાં આવે તો ધાર્યા પરિણામો મેળવી શકાય.
આજે સુરત પોલીસદળના જવાનોના ચારિત્ર્યનો ચોતરફો વિકાસ કરવામાં આવે છે. તેમનામાં છુપાયેલી શક્તિ, આવડતનો તેમને અહેસાસ કરાવવા સાથે પ્રજાના રક્ષણની જવાબદારી પ્રત્યે સજાગ કરવામાં આવવાથી ગુનાખોરી ઉપર નિયંત્રણ અને કોઈ ગુનો બન્યો હોય તો તત્કાળ ડિટેન્શન એટલે કે ગુનો અને ગુનેગારોને શોધી કાઢવામાં અપે‌િક્ષત સફળતા મળી રહી છે. વહેલી સવારે લોકોના મોર્નિંગ વોકના સ્થળથી શરૂ કરીને મધરાત્રે પણ પોલીસની જાહેરમાં હાજરી જોવા મળે છે.
આ ઉપરાંત પોલીસ દળને માનસિક અને શારીરિક તંદુરસ્ત રાખવાની દિશામાં કરાયેલા પ્રયાસો અપે‌િક્ષત પરિણામો આપનારા નીવડી રહ્યાં છે. પોલીસ જવાનોમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ જોવા મળે છે.
અજય તોમરના કહેવા મુજબ ગુનાખોરી રોકવાનું કામ જાદુઈ છડી જેવું નથી, પરંતુ પોલીસના સનિષ્‍ઠ અને સંગઠિત પ્રયાસો હોય તો ગુનાખોરી ઉપર ચોક્કસ નિયંત્રણ લાવી શકાય. ધાડ, લૂંટ જેવી ગુનાખોરી આયોજનપૂર્વક આચરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ સતર્ક હોય અને બાતમીદારોનું સબળ નેટવર્ક હોય તો આવા ગંભીર ગુનાઓને અંજામ આપતા પહેલા રોકી શકાય છે.
પોલીસની સતર્કતાનું ઉદાહરણ આપતાં પો.કમિ. અજયકુમાર તોમરે કહ્યું હતું કે, તાજેતરમાં રાંદેર વિસ્તારના એક વકીલના ઘરમાં બનેલી ચોરીની ઘટનાના બીજા જ દિવસે સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે આખી ટોળકીનો પર્દાફાશ કરી નાંખ્યો અને નવસારી સહિત અન્ય સ્થળોએ ગુનેગારોએ આચરેલી ગુનાખોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
રાહદારીઓ, પ્રવાસીઓ, મહિલાઓને રંઝાડતા ચીલઝડપ જેવી ગુનાખોરી રોકવા જાહેર સ્થળો ઉપર પોલીસની હાજરી જ પુરતી છે. જે કામ સુરત પોલીસના જવાનો કરી રહ્યાં છે. ફળશ્રૃતિરૂપે ચીલઝડપના ગુનાઓ ઉપર અપે‌િક્ષત નિયંત્રણ આવવાથી લોકોને શાંતિ સાથે સલામતિનો અહેસાસ થવા ઉપરાંત પોલીસ પ્રત્યેના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે.
પાછલા ત્રણ વર્ષની ગુનાખોરીની વિગતો ઉપર નજર દોડાવવામાં આવે તો અને ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવામાં સુરત પોલીસ ગૌરવ લઈ શકાય એટલી હદે સફળ પુરવાર થઈ છે અને ગુનાઓ ઉકેલવામાં ૮૩ ટકા સુધી સફળ પુરવાર થઈ છે!
હત્યા, ઘાડ, લૂંટ, ઘરફોડ ચોરી અને ચોરી જેવી ઘટનાઓમાં ૮૩ ટકા જેટલા ગુનાઓ ઉકેલી નાંખવા સાથે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કામગીરી સુરત પોલીસે કરી હોવાથી શહેરમાં ગુનાખોરી ઉપર આપોઆપ નિયંત્રણ આવે એ સ્વભાવિક છે. માત્ર ગુના ઉકેલવાથી અટકી નહીં જતા કોર્ટ કેસ ઝડપથી ચલાવડાવીને ગુનેગારોને સજા કરાવવામાં પણ સુરત પોલીસ સફળ રહી છે.
ખરેખર જોવા જઈએ તો સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે પોલીસદળનો નૈતિક જુસ્સો બહાર લાવીને સુરતના લોકોને સલામતિ બક્ષવામાં ‘જાદુઈ છડી’ જેવું કામ કર્યું છે. પાછલાં દિવસો ઉપર નજર ફેરવવામાં આવે તો ચીલઝડપ, છેડતી, જાહેરમાં હંગામો કે મારામારીની ઘટના બની હોવાનું જાણવા નહીં મળે. અન્યથા ઘરની બહાર નીકળતી ગૃહિણીને ચીલઝડપ બાજોથી સાવધ રહેવા ટકોર કરવી પડી હતી.
ચીલઝડપની ઘટનાઓ ઉપર નિયંત્રણ આવવા પાછળ જાહેર સ્થળોએ પોલીસની હાજરી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠતા હતા. પરંતુ વર્તમાન સ્થિતિ જુદી જ છે. કારણ કે લોકો મોર્નિંગ વોકમાં નીકળે ત્યાર પહેલા પોલીસની હાજરી જોતા ગુનેગારો ગુનાખોરી આચરવાની હિંમત કરતા નથી.
સુરત પોલીસની બદલાયેલી સુરત પાછળ પો.કમિ. અજય તોમરની મનોવૈજ્ઞા‌નિક રીતે કામ કરવાની પદ્ધતિ કારગત સાબિત થઈ રહી છે. અન્યથા પોલીસ દળમાં કોઈ મોટા બદલાવ આવ્યા નથી અને તેમ છતાં પોલીસ દળની સો ટકા અસરકારકતાની ઘટના સુરત પોલીસ માટે ચોક્કસ ગૌરવપ્રદ ગણી શકાય.
પો.કમિ. અજયકુમાર તોમરનું સૌથી મહત્ત્વનું જમા પાસુ એ છે કે, તેઓ કોઈપણ સમયે અને શહેરના કોઈપણ ખૂંણામાં લટાર મારતા જોવા મળશે. ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક મોટરસાયકલ ઉપર તો ક્યારેક જાતે ડ્રાઈવ કરીને કારમાં ફરતા જોવા મળશે અને તેમની આ ‘ટેવ’ને કારણે પણ પોલીસ દળમાં સતત જાગૃતિ જોવા મળે છે. કેટલીક વખત તો રાત્રે ગુડનાઈટ કહીને બંગલે પહોંચી ગયેલા પો.કમિ. અજય તોમર મન થાય તો મોટરસાયકલ લઈને પણ નીકળી પડે છે.
અને છેલ્લે અજયકુમાર તોમરને એ પણ ખબર છે કે, સુરતના નવાપુરા ગોલવાડ તરીકે જાણિતા વિસ્તારમાં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘ચબુતરા નીચે બેસીને દારૂ પીવાની મનાઈ છે..!’
આ પણ વાંચો –